________________
7 ૮૪:
? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) : પંડિતવર્ય પ્રભુદાસભાઈને અભિનંદન..
આજના ઠરાવની રચના:ઠરાની વાકય રચના –સાંસ્કૃતિક પક્ષમાં હાનિ પહોંચાડનાર અને પ્રગતિમાં છે સહાય કરનારી હોય છે. તેના દષ્ટાંત તરીકે એકદા દાખલો આપી શકાય, કે “આપણા મહાન જ્ઞાન ભંડારનું પ્રકાશન યુગાનુરૂપ પદ્ધતિ અનુસાર થવું જોઈએ.” “તેના લિસ્ટ થવા જોઈએ.” જેથી સરકારને તેને કબજે કરી તેને પોતાની રીતે ઉપયોગ કરવામાં અનુકુળતા રહે. “ઘણું મંદિર અને પ્રતિમાઓની પૂજા પણ થતી નથી અને આશાતના પણ ટાળી શકાતી નથી. માટે આશાતના ન થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.” અર્થાત - નવા મંદિરો અને પ્રતિમાઓ ન ભરાવવા જોઈએ. તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. અને એ રીતે, તે ન હોય તે પછી તેની આશાતના શી રીતે થાય? એમ તેની આશાતના 4 ટાળવી.” આ જાતનું એ ઠરાવની પાછળ રહસ્ય હોય છે. મોટા શહેરમાં સરકાર નવા મંદિર બનાવવાની પરવાનગી આપતા નથી. તે હેતુને આ રીતે મદદ પહોંચાડાય છે.
જે મુનિ મહારાજાઓ સારા વિદ્વાન્ હોય તેમને જરુર પદવી આપવી જોઈએ.” તેને આડકતરો અર્થ એ થાય કે વિદ્વાન મુનિ મહારાજાઓને જ આપવી જોઈએ. પરત. જે પદવીઓ ચારિત્રના પાલનની યોગ્યતા સાથે સંબંધ ધરાવે છે, તે ન આપવી જોઈએ. અને એમ કરીને જાહેરમાંથી ધાર્મિક ચારિત્રપાત્ર મુનિવર્ગનું સ્થાન સરકતું જવું જોઈએ. માત્ર વ્યાખ્યાતા અને વિદ્વાનનું વિદ્વાન તરીકેનું સ્થાન ટકી રહેવું જોઈએ. ચારિત્રપાત્ર તરીકેનું નહીં.” આવા ગર્ભિત અર્થ છે. જે પ્રાગતિક સરકારના હેતુઓમાં સમાવેશ પામે છે.
મુનિ મહારાજાઓએ સમયાનુકુળ વ્યાખ્યાન રાખવા જોઈએ.” એટલે કે પ્રાચીન શાસ્ત્રોના વ્યાખ્યાનો ગૌણ કરી નાંખવા જોઈએ. આધુનિક બાબતેને ટેકે મળે તેવા I વ્યાખ્યાન રાખવા જોઈએ” વગેરે વગેરે ઘણા ઘણા દાખલા આપી શકાય છે.
બેકાર ભાઈઓને ધંધે લગાડવા જોઈએ. પરંતુ બેકારીના ઉત્પાદક કારણોને સાથે સાથે દૂર કરવા જોઈએ. એ વાત જ કરવાની નહીં તેને બદલે બેકારી ઉત્પન્ન કરનારી યોજનાઓને ટેકે અપાતે હોય છે.
આમ પરંપરાગત અને આધુનિક સંસ્થાઓ વચ્ચે ન સમજાય તેવે પરસ્પર વિરોધ જ હોય છે.
-૦૦– પં. શ્રી પ્ર. એ. પારેખ ચુનીભાઈ ઘરે ફોન નં. ૪૧૩૧૩૦૪ જ પ્રેમચંદભાઈ ઘરે નં. ૪૧૩૨૮૨૯
શાહ ચુનીલાલ પોપટલાલ એન્ડ કાં. ગુઢકા એકસપોટસે. પટેલ પિયબાવડી (એલીસ્ટન રોડ) દાણાબંદર મુંબઈ ૯
સેટે બિલીંગ મુંબઈ-૧૨,
3