________________
૭૮ :
? પ્ર. શ્રી હર્ષપુ પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ સૌરાષ્ટ્ર
Betuwekware
ભોજન લેવાનું ભૂલી જાય, પરાણે જમવા માટે ઉઠાડવા પડે. દેખાવમાં સામાન્ય લાગે. પરંતુ જ્યારે તેમની સાથે ચર્ચા કરવા બેસીએ, ત્યારે જ તેમની અસાધારણ વિદ્વત્તાને
ખ્યાલ આવે. | કેવા વિકટ સંયોગમાં તેમણે પોતાની વિચારધારા વહેતી મૂકી હતી ! આજથી ૩૫ વર્ષ પહેલાં “સંતતિ નિયમને” શબ્દો ઉચ્ચાર થતાં જ એની આર્યસંસ્કૃતિ પર આવી રહેલી ભયંકરતાને ખ્યાલ આપે એટલે અર્ધ પાગલમાં ખપવું. છતાં એવાં વિશેપણની ઉપેક્ષા કરીને પણ પોતાની વિચારધારા રજુ કરતા રહ્યા, અને આજે તે તેમણે તારવેલાં કેટલાંય અનુમાનો સત્ય તરીકે સાબિત થઈ ચૂક્યાં છે.
શ્રાવકની વાત તે બાજુએ રહી ! પરંતુ જેન શાસનના ધૂરંધર પૂજ્ય પુરૂએ પણ તેમની વિચારધારાને ધ્યાનમાં લીધી હતી તે સંઘ ઉપર આવી પડેલા કેટલાય આઘાત નિવારી શકાયા હોત, કેટલાક સે બસો વર્ષ દુર ઠેલી શકાયા હતા. પરંતુ ભવિતવ્યતા ! - આ પત્રની અંદર સત્તર સત્તર વર્ષથી તેમના લેખ છપાયા છતાં તથા શ્રી સત્યાઊંધિગમ સૂત્ર જેવા સર્વ શ્રેષ્ઠ ગ્રંથ પર એનસાઈકલોપિડિયા–સ્ટાઈલનું-કક્ષાનું વિવેચન કરવા છતાં, હજુ પણ લગભગ પાંચેક હજાર નિબંધો અપ્રગટ સંગ્રહમાં છે, જેનું અધ્યયન કરતાં વાચકે ડેલી ઉઠે તેમ હોય છે. .
છેલ્લા દશેક વર્ષમાં તેમના સ્વાશ્ય ઉપર અવારનવાર ઘા પડતા રહ્યા હતા, પરંતુ વૈદ્યરાજ પિતા પુત્ર ધામીજીની કાળજીભરી પરિચર્યાએ તેમને રોગના હુમલાઓ વચ્ચે ) પણ અડીખમ ટકાવી રાખ્યા હતા. તેવી જ રીતે ડોકટર સાહેબ શ્રી બળવંતરાય કામદાર તથા ડોકટર સાહેબ શ્રી વસંતભાઈ તથા ડે. નિરજભાઈ પણ તેમના સ્વારસ્યની સતત કાળજી કરતા રહ્યા હતા. મૂકભાવે સતત એકાગ્રતાથી તેમની સંભાળ રાખનાર તેમના ધર્મપત્ની દિવાળીબા તથા કુટુંબીજને !
પરમાત્મા વીતરાગ દેવનું શાસન સદા જયવંતુ છે. આપણે ઈચ્છીએ કે શાસનના અવિહડ રાગી આવા આત્માઓ તેમાં પાકતા રહે. તેમના સુપુત્ર તેમના પગલે ચાલી તેમના વડિલની કીતિને ઉજજવળ બનાવે. તેમના સદગત આત્માને શાંતિ અને તેમના કુટુંબને આશ્વાસન પ્રાપ્ત થાઓ. શ્રી સંઘને સદા વિજય થાઓ. શ્રી જેનશાસન જયવંતુ વર્તે.
અરવિંદ એમ. પારેખ. 6
Pulu Sutera
HANS Karte Stadão