________________
19૪ :
: પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) છે
ખરે વખતે સાંસ્કૃતિક અને ધર્મક્ષેત્રની રક્ષા વિગેરેની જોખમદારી આગળ પડીને હિમ્મતભેર પાર પાડે વિગેરેને ઉદ્દેશીને પુરૂષનું પ્રાધાન્ય સમજપૂર્વક રખાયું છે, તદ્દન સાધનરહિત સ્થિતિમાં પુરૂષ આગળ પડી શકે, તેટલી હિંમત સ્ત્રી ન કરી શકે. કવચિત દાખલા ઉપરથી સર્વથા સ્ત્રી વર્ગ ઊપર આધાર ન રાખી શકાય. બનેય મળીને રક્ષા ગોઠવી છે. માત્ર આગળ પાછળ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ માત્ર ભેદ છે. પુરૂષોને સ્થાન આપ્યું છે. અને સ્ત્રીને સ્થાન જ નથી આપ્યું એ વિગેરે જુઠાણું અને અતિશક્તિ ભરેલી વાતે છે. સિવાય સમાનતા નથી એમ શી રીતે કહેવામાં આવે છે ? ,
પુરૂષ ઉપર વધારે જવાબદારી રાખી છે, તેમ તેમાં ખામી રાખે તે શિક્ષા પણ * વધારે રાખી છે. રંગીને પ્રજાઓમાંથી રક્ષક સાંસ્કૃતિક સ્થિતિ નષ્ટ કરવા પેટા પ્રચારથી જે સ્ત્રી વર્ગને આગળ કરવાથી, ન તે સ્ત્રી વર્ગ રક્ષણ કરી શકે ન તે પુરૂપ વગ રક્ષણ ). કરી શકે.
દુનિયાભરની તમામે તમામ સરકારમાં વડા પ્રધાન તરીકે સ્ત્રીઓ કેમ નથી ? દુનિયાભરના લશ્કરે સ્ત્રીઓનાં જ હજી કેમ બનાવાયાં નથી ? ભાઈઓ ! જેની વકી
લાત કરે છે તેનું જ હિત નથી. ઉલટાનું શ્વેત સિવાયની રંગીન પ્રજાઓની સ્ત્ર 22 વર્ગનું ભારેમાં ભારે અહિત ગોઠવાયેલું છે, વગર સમજે .આવી બાબતે ન છેડે તે 31 સ્વપરનું હિત છે.
રંગીન પ્રજાઓના સ્ત્રીવર્ગનું સંગઠિત રહેતું આવેલું ચારિત્ર્યબળ તદ્દન નિબંધ બનતું જાય તેને માટે શું ચલાવાઈ રહ્યું છે ? તે માટે જાતીય પ્રચાર ક્ષેત્રમાં મોટા મોટા ખર્ચે કેવા પ્રયાસો ચાલી રહ્યા છે. તેની તપાસ કરવા કલ્પના કરવી ? એ પણ પાપમાં પડવા જેવું છે.
ત્યારે શ્વેત પ્રજાનું ચાત્ર્યિબળ વધે, ઉંચાઈ વધે, આરોગ્ય વધે, નીતિમત્તા વિગેરે ! વધે તેને માટે હાલ તુરતમાં બહાર ન આવે તેવી રીતે તે પ્રજાના પ્રદેશોમાં વ્યવસ્થિત પ્રયત્ન થઈ રહ્યા છે.
ભાઈઓ ! જેમ એક તરફ ઉજળું એટલું દૂધ જુઓ છો તેમ બીજી તરફથી કાળા પડદા પાછળ ચાલતી બાબતોને પણ ભારતીય નિસ્વાર્થભાવના ખમીરથી અભ્યાસ કરો. (પછી તુલના કરીને હિતસ્વી દષ્ટિથી લખે. તે કાંઈક હિત થશે. ભ્રમજનક લખવાનું હું ક્યાં સુધી ચાલું રાખવાનું છે ? તે બધું દુરાગ્રહની પકડથી ન હોવું જોઈએ એટલી જ ) હિત સૂચના છે.
(“હિત મિત પધ્યમ્ સત્યમમાંથી સાભાર)