________________
පපපපපපපපපපපපාප උපපපපපා આપણf પાક શાળાઓનું સાચું સ્વરૂપ
પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
તU
૧. શ્રી મુનિસંઘનું સ્થાન જતે દિવસે ભૂલાઈ જાય તે જાતને પાયો મુંબઈમાં = પાલીતાણાકરના સન્માન સમારંભને બહાને તથા પાઠશાળાઓના શિક્ષકોના સન્માન
સમારંભને બહાને નખાઈ ગયા છે. આ મહા અનિષ્ટ ભાવિ તરફ પૂજ્ય આચાર્ય મહા( રાજાઓનું લક્ષ ગયું નથી એ કેટલી બધી કમનસીબીની બિના છે!
૨. ધાર્મિક શિક્ષણ અને વ્યાવહારિક શિક્ષણ શબ્દને ઉપગ શ્રી સંઘમાં મેટા ગણાતા પુરૂષે પણ છૂટથી કરી રહ્યા છે. એ શબ્દ આજે આપણાથી બોલાય? કેટલું પાપ લાગે ! પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રીના લાગણીભર્યા ભાષણના શબ્દોથી આપણે સમજી શકીએ છીએ કે તેઓની ઈચ્છા પરમાત્માના શાસનને નુકશાન કરવાની નથી. પરંતુ લાગણીભર્યા માનસ સાથે માર્ગ જ ઉંધ લેવાતું હોય, ત્યાં બીજુ શું પરિણામ આવી શકે? એ લાગણીવશતા ઉંધે માર્ગે દોરવવામાં વધારે વેગ કરાવે– અર્થાત વધારે કાતિલ શસ્ત્ર રૂપ બની રહે. સુક્ષમ બુદ્ધિથી ધર્મને સમજ્યા વિના ધર્મ પ્રવૃત્તિ પણ અધર્મને વધારે છે. જેથી તે ધર્મ અધર્માનુબંધિ ધમ રૂપે પરિણમે.
તેઓશ્રીનું ભાષણ કેટલું વિસ્તૃત, કેટલું માર્મિક, ધાર્મિક શિક્ષકોને આગળ લાવવામાં કેટલું બલિષ્ટ, કેટલું વ્યવહારૂ, કેટલું સચેટ અને અસરકારક લાગે તેમ છે! એટલું જ એ પ્રભુના શાસનને જગતમાંથી અદશ્ય કરવાની પાશ્ચાત્યની ગૂઢ પ્રક્રિયાને સહાયક થાય તેમ છે.
૩. પહેલાં તે એ સમજી લેવું જોઈએ કે છેલ્લા ૧૦૦-૧૫૦ વર્ષોથી નવેસરથી નીકળેલી પાઠશાળાઓ, સંસ્કૃત પાઠશાળાઓ, મદ્રેસાઓ એ ખ્રીસ્તી ધર્મના દુરગામી એ પ્રચારલક્ષી જનાઓના એક ભાગ રૂપે કઢાવાયેલી છે. આ રહસ્યમય સાચી વાત આજે કેઈકના જ લક્ષમાં હશે, મોટા ભાગના લક્ષમાં તો નથી-પછી તે ગમે તેવા મેટા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી હોય, કે શ્રી સંધના મેટા આગેવાન ગણતા મહાશય હોય. તેથી નવી પ્રવાહબદ્ધતામાં સૌ દોરાયે જતા હોય છે. ભળતી જ નવી બાબતે ભળતા જ જ ધાર્મિક સ્વરૂપના નામથી સ્થાન પામતી જતી હોય છે.
૪. શરૂઆતમાં મુંબઈ વગેરેમાં ખ્રીસ્તી ધર્મ પ્રચારકોએ, તેમના છાપાંઓએ, તેમની સંસ્થાઓ વિગેરેએ નવા શિક્ષણને પ્રચાર ઉપાડ્યો હતે, સન ૧૮૩૬ પહેલાં બ્રિટિશ પાર્લામેન્ટમાં નવું શિક્ષણ આપવા અંગે મટી ચર્ચા થઈ, અને તેના અનુસંધાનમાં