________________
પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ
0 0 g - Rાજ બe . 9 પ્રવ I m છે આર્ય સંસ્કૃતિનો 3 - '
આ વિદ્યમાન શબ્દ દેહ કે ' -પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
અનાદિ કાલીન સંસારનું મૂળ કર્મ છે અને તેનું મૂળ કષાય છે. આ કષાયને આધીન આત્મા અજ્ઞાન મિથ્યાત્વ આદિને પરવશ થયેલ છે અને તેથી જન્મ મરણની પરંપરાને કરી રહ્યો છે.
આ સંસારચક્રની વિટંબના જાણીને શ્રી જિનેશ્વર દેના આત્માઓ પૂર્વના ત્રીજા ભવે સવિ જીવ કરું શાસનરાગી એવી ઉત્કૃષ્ટ ભાવના ભાવે છે તેના બેલે અને શ્રી વીશ સ્થાનકની કે અન્યતમ કઈ એકાદિ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકમ નિકાચે છે. ને ત્યાંથી ત્રીજા ભવે માતાની કુક્ષીને વિશે આવે ત્યારથી ઈન્દ્રાદિને પણ પૂજ્ય બને છે તેમના પાંચ કલ્યાણકાની ઈન્દ્રાદિ દે ઉજવણી કરે છે. જન્મ થતાંજ ૫૬ દિકકુમારીઓ જન્મસ્થાને અને પછી મેરૂ પર્વત ઉપર ૬૪ ઈદ્રો જન્મ મહોત્સવ કરે છે પછી માતા પિતા જન્મ મહોત્સવ કરે છે. તેઓ જ્યારે સંયમને સ્વીકાર કરે છે ત્યારે પણ ઈન્દ્રાદિ દેવે આવી મહત્સવ કરે છે તેવી જ રીતે કેવલજ્ઞાન પામતાં ઈન્દ્રાદિ દેવ સમવસરણ
રચાવે છે અને ત્યાં શ્રી જિનેન્દ્ર પરમાત્મા બિરાજે છે અને ધર્મ તીર્થની સ્થાપના જ કરે છે નિર્વાણ સમયે પણ ઇન્દ્રાદિ દેવ નિર્વાણ મહોત્સવ ઉજવે છે.
આ તીર્થ એવું છે કે ભવિજીવને જન્મ મરણ પરંપરાથી મુક્ત કરાવે છે અને શિવ સુખને ભોકતા બનાવે છે એ તીર્થની રચના સાથે દ્વાદશાંગીની ગણધરો રચના કરે છે. જે આ મહા માર્ગનું અવિચ્છિન્ન અને સર્વ જીવ હિતકર બંધારણ બને છે તેને આધારે શાસન ચાલે છે એટલે એ બંધારણ એ શિવપદને વિદ્યમાન શબ્દ દેહ ગણાય છે તેને આધારે ત્રિકાલના અનંતા આત્માઓ મિક્ષ પદને પામે છે.
એ બંધારણને આધીન રહીને હજારે આચાર્ય આદિ જીવન જીવે છે. જીવન જીવવાની કલા શિખવે છે પોતે તરે છે અને બીજા અનેકને તારે છે. શ્રી જૈન શાસનના પ્રભુ મહાવીર દેવ સ્થાપિત વિદ્યમાન આ મહાન ધર્મ શાસનની વ્યવસ્થામાં શ્રી