________________
E INCIL
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વ પરિચય
': ૨૫ પરંતુ સત્યની નજીક આવવાને બદલે વધારે દૂર જવાનું થાત. એ બધી આજની ભભક એકંદરે હિત તરફ સર્વમાનને લઈ જનારી નથી.” - ઘણા અંગ્રેજી પુસ્તકોના ભાષાંતરોના વાંચન, કવિ નાનાલાલ તથા બીજા સંખ્યાબંધ પ્રસિદ્ધ લેખકનાં કાવ્યો અને ગ્રંથેના તથા વર્તમાન પત્રોના વાંચનથી ઘણું ઘણું જાણવામાં આવ્યું પરંતુ “માત્ર તેનાથી ભારત ન જ સમજાત, કદારા તેના અદભુત જ્ઞાનથી વંચિત રહેવું યે પડત. તેના વિષે ખોટા ખ્યાલ યે બંધાત.” એ આજે પણ સમજાય છે. અને હૃદય આનંદિત થાય છે. - પંડિત સુખલાલજીના સંપર્કથી જેન–જેનેતર ન્યાયના એટલે કે “અનેકાંત જયપતાકાને કેટલોક ભાગ તથા સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથને અભ્યાસ કરવાની તક મળી. તેમજ વર્તમાનપત્રો વાંચવાનો શોખમાં શરૂઆતમાં વધારો થશે. પરંતુ બન્નયના આદર્શોની બિલકુલ સામસામી દિશા હેઈને પરિચય વધુ લંબાયો નહીં. - સન્મિત્ર શ્રી કરવિજયજી મહારાજશ્રીની સદભાવનાપૂર્વકની કૃપા દૃષ્ટિ નોંધપાત્ર II હતી. પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજય સિદ્ધિ સૂરીશ્વરજીની પણ અમીભરી દષ્ટિ, તેઓશ્રીના મહેસાણાના ચાતુર્માસ બાદ વિદ્યાર્થી અવસ્થામાં વિશેષ અભ્યાસ કરાવવાની ઈચ્છાથી અને બીજા પ્રસંગોથી વ્યક્ત થતી રહી. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરિચય પછી દષ્ટિમાં સાચી વ્યાપકતા, ઉદારતા અને કામોમાં ચોકસાઈ તથા કેટલાક ઈતિહાસ, ભારતીય જીવન વ્યવસ્થાના મૌલિક અનુભવોમાં ઘણું જ વધારો થતો ગયો. પૂ. પં. શ્રી ધર્મસાગરજી ગણિવર્યના પરિચય પછી જુદા જુદા કાર્યક્ષેત્રો માટે વિચારણા વગેરે કરવાનું પ્રસંગે પ્રસંગે
ચોરી ચોરાના બનાવ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલાતા મુત્સદ્દી જાદુગરના ખેલ | જેવા આર્થિક અને રાજ્યદ્વારી ભાષણે અને બનાવોના મૂળભૂત રહસ્થનું મનન વધતું જવાથી તેઓની રચનાત્મક સ્વરૂપની મીઠી અને પરંપકારી જણાતી હિલાલોની પાઇળના સ્વાર્થોને કેટલાક તલસ્પર્શી ખ્યાલ આવતે ગયે. જેના આધારે જુદા જુદા વિષય ઉપર પ્રસંગે પ્રસંગે લખાયેલા પૂર્ણ પૂર્ણ એક હજાર નિબંધ તે હશે જ.(
જુદા જુદા વિચારપૂર્ણ પત્ર તથા બીજા વિષયેના એમ બધા મળીને બે અઢી હજાર નિબંધ લખાયા હશે. જેમાંના કેટલાક છપાયા છે. જે રાસે વરસેથી વિશ્વમાં રાલતા સંસ્કૃતિ અને પ્રગતિના શરુ થયેલા સારા અને ગૃઢ ઠંડા યુદ્ધના રહસ્ય સમજવામાં ભવિષ્યમાં કદાચ તથા પ્રકારના કોઈ પાત્ર જીવને ઉપયોગી થાય પણ.
આ પ્રસંગે એક હાર્દિક સ્વભાવનાશીલ નિનિમિત્તક મિત્ર અને સહૃદય વૈધરાજ