________________
પ.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સાંસ્કૃતિક રાજ્યતંત્ર : : ૧૧૫ જવાથી પ્રજા સુખી થતી હોય, તે અમે જ છીએ. અમારું પણ એજ ધ્યેય છે. અને તે અમારે ખસી જવું યોગ્ય છે.” આવી ધારણાથી કેટલાક રાજાઓ પ્રામાણિકપણે ખસી ગયા. બીજા કેટલાક રાજાઓએ તેમનું અનુકરણ કર્યું. કેટલાક યુવાન રાજાઓ પોતાના વડવાઓની રાજ્યનીતિથી અપરિચિત હવાથી, તેમજ મોટે ભાગે, તેઓને નામે રાજ્યમાત્ર દીવાને અમલદારો કે વિદેશી સલાહકાર ચલાવતા હોવાથી, અને પોતે દેશ-વિદેશમ મોજશોખ માણતા હોવાથી. તેમના મનમાં થયું કે, “જયના વહીવટમાં નામની સહી કરવાથી યે શું અને ન કરવાથી કે શું ?” એ વિચારે પણ એકબીજાની દેખાદેખીથી તેઓ ખસી ગયા. આમ એક જ ઝપાટે રાજવીઓ ખસી ગયા અને સાલીયાણાથી સંતોષ પામી ગયા. સામ્રાજ્યવાદી મુત્સદીઓને જ્યિ છોડાવવામાં એટલી રકમ આપવી કઈ મોટી વાત હોય જ નહીં. સાલીયાણાને વ્યવહારથી લાંચ શબ્દ ન જોડી શકીએ. પરંતુ તેને વાસ્તવિક અર્થે વિચારીએ તે તેને બીજો કોઈ અર્થ એ દષ્ટિથી થઈ શકે તેમ નથી.
રવરાજ્ય મળ્યા પછી ખરી રીતે દેશી રાજ્યમાં બ્રિટિશ રાજ્યને સમાવી દેવું જોઈતું "તું. અથવા જેના પ્રદેશો બ્રિટિશ રાજ્યમાં ભેળવાયા હતા, અથવા જે જે દેશી રાજ્યનું બ્રિટિશ રાજય બન્યું હતું, તેમાં બ્રિટિશ રાજ્યને ન્યાયપૂર્વક વહેંચી દેવાનું ગ્ય હતું. તેને બદલે બ્રિટિશ રાજય સ્વદેશી રાજય હતું અને દેશી રાજ્ય વિદેશી રાજ્ય હતા એવા ભાસથી. બ્રિટિશ રાજ્યમાં દેશી રાજ્યોને ભેળવી દઈ, તે દેશી રાજ્યોની પ્રજાને સ્વરાજ્યની પ્રાપિત થઈ એમ મનાવવામાં આવ્યું. શિક્ષિતાના માનસ ઉપર પરદેશી મુત્સદ્દીઓને અસાધારણ કાબુ લેવાનું આથી પૂરવાર થાય છે.
ભારતમાં એકંદરે સર્વ રજાઓ એકી ઝપાટે રાજ્યવહીવટમાંથી દૂર થઈ ગયા. અથવા તેમને દૂર કરવામાં આવ્યાં. રાજાઓને ગાદી ઉપથી ખસેડવાની ઘણા વર્ષોથી ચાલી આવતી યુક્તિ-પ્રયુક્તિઓનું એ પરિણામ મેળવી લેવામાં આવ્યું, અને એ બાબતેને મોટામાં મોટો યશ દેશી-વિદેશીયે સરદાર વલ્લભભાઈ પટેલને આપે. જે કે “રાજાઓને સદંતર દૂર કરવા એ પ્રકારની ગંધ શ્રી ગાંધીજીની કોઈપણ વાતમાં નહોતી, છતાં તે પરિણામ લાવવામાં આવ્યું.
૨. રાજવીઓને ગાડી ઉપરથી દૂર કરવામાં આવ્યા એ એટલી ચિંતાને વિષય નથી. જેટલી ચિંતાને વિષય તેમના ગાદી ઉપથી દૂર થવાથી, ઋષિમુનિઓ પ્રણીત કલ્યાણકારી ભારતીય આર્ય રાજ્યનીતિ પ્રજાના જીવનમાંથી દૂર ખસી ગઈ–વે છે. ભારતીય આર્ય રાજ્યનીતિ પ્રજાના જીવનમાંથી ખસી જવાથી બ્રિટિશ પાર્લામેન્ટ અને યુ. એન. એ. વિગેરેની વિદેશીય રાજયનીતિ, તેના આદર્શો તથા તેની પાછળ જોડાયેલી સર્વયોજનાઓ અને તેનું અમલીકરણ વિગેરે, સમગ્ર ભારતમાં એક છેડેથી બીજા છેડા સુધી કોઈ પણ પ્રકારના અંતરાય વગર પ્રસરી શકે.