SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતના ઝરૂખે તો એક નજર૦૦૦ ગોકુળીયું ગામ માણેકપુર હિન્દુસ્તાનના ગરવા ગુર્જર દેશના વડોદરા રાજ્યના ગાયકવાડ સરકારના કડીપ્રાંતમાં આવેલા વિજાપુર તાલુકાનું આ માણેકપુર ગામ! વર્તમાનમાં ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામાં આ ગામ આવેલું છે... ગાંધીનગર-મહુડી હાઈ-વે ઉપર ગાંધીનગરથી ૨૦ કિ.મી., ગ્રામભારતી ચોકડી (લીંબોદ્રા ચોકડી)થી ૩કિ.મી. માણસા (તાલુકા)થી ૫ કિ.મી., લીંબોદ્રાથી ૩ કિ.મી. તથા લોદ્રાથી ૭ કિ.મી. ના અંતરે આવેલું છે. આજે લગભગ નહિવત્ ઉપયોગમાં આવતું નજીકમાં મકાખાડ રેલ્વે સ્ટેશન ૨ કિ.મી. દૂર છે. એક સમયે કલોલ-વિજાપુર રેલ્વેનું માનવમેદનીથી ધમધમતું આ સ્ટેશન હતું... પરંતુ આજે મોટા ભાગે ગામમાં આવવા જવા માટે લોકો એસ. ટી. બસ, સ્કૂટર, રીક્ષા તેમજ જીપ આદિ વાહનોનો બહુધા ઉપયોગ કરતા થયા હોવાથી આ રેલ્વે લાઈનનો ઉપયોગ અતિ અલ્પ પ્રમાણમાં થવા લાગ્યો... માણેકપુર ગામમાં રબારીઓ પાસે સેંકડો દેશી ગાયો તથા પટેલ, ચૌધરી આદિ પ્રજા પાસે પણ ઘરે ઘરે દેશી અને શંકર ગાયો સાથે સાથે ભેંસોની પણ સારી એવી સંખ્યા હોવાથી ગોકુળીયું ગામ કહેવામાં જરા પણ અતિશયોક્તિ જણાતી નથી... માણેકપુરના મોતી સમાન મોતીભાઈ ચૌધરી એક સમયે હિન્દુસ્તાનની રાજધાની દિલ્હીમાં પ્રધાનપદે બિરાજમાન હતા.. ગોકુળીયા ગામને કારણે દુધ ઉત્પાદનના વિતરણ માટે એક મોટી ડેરીની પણ સ્થાપના થયેલ છે.... આ સિવાય પ્રાચીન હનુમાન મંદિર, રામજી મંદિર, કાલી માતાનું મંદિર, મહાદેવનું મંદિર, સ્વામિનારાયણ મંદિર અને બહારગામ કે ગામમાં વસતા માણેકપુરના વતની ભાઈઓ લગ્નગ્રંથિથી જોડાય ત્યારબાદ ટૂંક સમયમાં જ છેડાછેડી (કાકણ દોરા) છોડી સુખી લગ્નજીવનના પ્રારંભ માટે આશીર્વાદ લેવા જે સ્થાનકમાં આવે છે તે કરહરમાતાનું મંદિર અતિપ્રાચીન અને પ્રભાવક ગણાય છે. સૌ આસ્થાપૂર્વક તે માતાજીના દર્શન કરવા જતાં હોય છે... ભારતદેશના વિવિધ લૌકિક ધર્મસ્થાનોની સાથે સાથે લોકોત્તર એવા જિનેશ્વર પરમાત્માના શાસનની આરાધના કરવા માટે ગામની મધ્યમાં એક જિનાલય પણ શોભી રહ્યું છે... લગભગ સં. ૧૮૮૮ની સાલમાં આ ગામમાં શ્રાવકવર્ગને પરમાત્મભક્તિના આલંબનાર્થે એક જિનબિંબ પધરાવી ગૃહચૈત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું.... સં. ૧૯૫૬ની
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy