________________
પૂ. પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા (૭૦)
ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં ભોયણીજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભોયણીજીની બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વિશા શ્રીમાળી જ્ઞાતિના જીવણદાસ શેઠ વસતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ ગુલાબદેવી હતું. સં. ૧૮૫૨ના ભાદરવા સુદમાં ગુલાબદેવીની કુક્ષીએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ પાડ્યું. શાળાનું સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના ધંધામાં જોડાયા. આ અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કીર્તિવિજયજી મહારાજનો માતર તીર્થ સમાગમ થયો અને તેમના ઉપદેશથી તેઓ વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા લેવા તત્પર બનતાં વિ. સં. ૧૮૭૭માં પાલી મૂકામે પૂ.પં. શ્રી કીર્તિવિજયજી મહારાજે તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા આપી શ્રી મણિવિજયજી નામે જાહેર કર્યા. પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં આસો સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા.
संवेगी शिरता४-महा योगीरा? પૂજય શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજ. (૭૧) જન્મ : સં. ૧૮૬૩ લુધિયાણા (પંજાબ)
દીક્ષા સં. ૧૯૧૨ અમદાવાદ (ગુજરાત) ડાળધર્મ સં. ૧૯૩૯ અમદાવાદ (ગુજરાત)
©©