________________
જૈનાચાર્ય હિમાશુસૂરિપ્રેરિત શ્રી સિદ્ધાચલ ગિરનારાદિ તીર્વાવતાર ટ્રસ્ટ સંચાલિત સુવર્ણગુફાયુક્ત
સિદ્ધાચલ તીર્થધામ ગામ : માણેકપુર, તાલુકા : માણસા, જિલ્લો : ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં માણસાથી માત્ર પાંચ કિ.મી. ના અંતરે માણેકપુર ગામ આવેલું છે. આ માણેકપુર ગામ પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું વતન છે. સં. ૨૦૫૫ના વૈશાખ માસમાં શ્રી સિદ્ધાચલ અને ગિરનારની યાત્રા કરવા અસમર્થ એવા વૃદ્ધો માટે તથા નજીકના ક્ષેત્રમાં જ આ તીર્થોનું સ્મરણ કરાવે તેવા સ્થાપત્યતીર્થનું નિર્માણ કરાવવા માટે કોઈ દિવ્ય સંકેતોના આધારે પરમપૂજ્ય આચાર્ય ભગવંતશ્રીને પ્રેરણા થવાથી પૂજ્યશ્રીએ આ વાતની ગ્રામવાસીઓ તથા કેટલાક શ્રાવકોને જાણ કરતાં “શ્રી સિદ્ધાચલ-ગિરનારાદિ તીર્વાવતાર ટ્રસ્ટ”ની સ્થાપના થઈ અને તેના દ્વારા સંચાલિત ‘સિદ્ધાચલતીર્થધામ'ના નિર્માણ કાર્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પૂજ્યશ્રીના સં. ૨૦૫૫ના ચાતુર્માસ અને ત્યારબાદની સ્થિરતાના પ્રભાવે વિશ્વમાં અજાયબી સમાન અત્યંત આહાદક એવા આ તીર્થનું સર્જન થવા પામ્યું હતું. | ગામના ચાવડાવંશના દરબારોની સહીયારી મિલકતમાં આ તીર્થભૂમિનો એક ભાગ સામેલ થતો હતો અને અન્ય કેટલીક જમીનો ગામના મહાજનવર્ગના શ્રાવકોની માલિકોની હોવાથી પૂજ્યશ્રીએ પોતાની ભાવના વ્યક્ત કરતા આવા પુણ્યકાર્યમાં અમારી જમીન વપરાય તો અમારો જન્મારો સફળ થઈ જાય તેવા ભાવોલ્લાસ સાથે તે દરબાર ભાઈઓ તથા શ્રાવકવર્ગે પોતાની જમીન આ ટ્રસ્ટને દાનમાં આપી હતી.
સિદ્ધાચલતીર્થધામનું મુખ્ય સંકુલ લગભગ ૭૦ ફુટ x ૭૦ ફુટના વિસ્તારમાં આવેલું છે. આ જગ્યામાં સિદ્ધગિરિના પહાડની સ્મૃતિ કરાવનારા ૨૦ ફૂટના પહાડની રચના કરવામાં આવેલી છે. સંકુલમાં પ્રવેશ કરતાંની સાથે “જયતળેટી” ના દર્શન થતાં જ સૌના મુખમાંથી શબ્દો સરી પડે ‘અરે ! આ તો પાલીતાણા છે!’’ અને ૫-૭ વર્ષની ઉંમરના બાળકને પણ આ પહાડ ચડતાં ચડતાં પાલીતાણાની યાત્રા કરતાં હોય તેવા ભાવો જાગે છે.
૧૪