________________
આ. નરરત્નસૂરિ સ્મારક ટ્રસ્ટ
સંચાલિત
ધર્મરસિક તીર્થવાટિકા
ચરમતીર્થપતિ, આસનોપકારી, શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા... પ્રભુ મહાવીરે શાસનની ધુરા પ્રથમ ગણધર શ્રી
ગૌતમસ્વામીને સોંપી હતી અને ૧૧ ગણધરોમાં Bags
સૌથી દીર્ધાયુ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીને ગણની ધુરા સોંપી હતી... પરમાત્મા મહાવીરના નિર્વાણ બાદ આઠ વર્ષે શ્રી ગૌતમસ્વામી પણ શિવવધૂને વરવા વિદાય થયા... પંચમ ગણધર શ્રી
સુધર્માસ્વામીના હાથમાં પ્રભુશાસન-સંઘ-ગણની જવાબદારી આવી... તેઓશ્રી પણ પોતાની જવાબદારી અદા કરી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પરમપદને પામ્યા.... આ વાતને પૂરા ૨૫૦૦ વર્ષના વહાણા વીતી ગયા તે અવસરે પરમાત્મા મહાવીરના નિર્વાણને ૨૫૨૦વર્ષ થયા હતા... | ભરતક્ષેત્રની ધન્યધરા ઉપર શ્રમણ ભગવાન મહાવીરના ચીંધેલા માર્ગે સંયમજીવનની આરાધના કરી રહેલા શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે સમસ્ત પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતોના આદ્યપુરુષ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીના આ શાસન-સંઘ-ગણ ઉપર અનંતોષકાર થયેલા
છે.
પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંતના ૨૫૦૦મા નિર્વાણ વર્ષ અવસરે શાસન-સંઘ-ગણ ઉપર થયેલા અનંતોષકારની અંશાત્મક ઋણમુક્તિ અર્થે શ્રી સકળ સંઘોમાં કંઈક વિશિષ્ટકોટિની આરાધનાનું આયોજન થાય તેવી શુભ ભાવના સં. ૨૦૫૦ની સાલમાં સરળ સ્વભાવી, નમ્રતામૂર્તિ પ. પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના હૈયામાં આકાર લેવા માંડી અને તે માટે સકળ સંઘમાં આ અંગે સક્રિયતા લાવવા તેઓશ્રીએ વિશિષ્ટ આયોજન થઈ શકે તેની વિસ્તૃત માહિતી દર્શાવતી એક પત્રિકા ચારે તરફ વિવિધ સંઘોમાં મોકલાવેલ હતી. સાથે સાથે સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીસમ્રાટ પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પણ વિશિષ્ટ આયોજન થાય તેની રૂપરેખા ઘડી રહ્યા હતા... પણ... પણ.... ભવિતવ્યતાના યોગે તેઓશ્રીની આ શુભ વિચારણા આચરણમાં મૂકાય તે પૂર્વે જ પ.પૂ.આ. નરરત્ન સૂરિમહારાજ સાહેબ શાશ્વત સુખની સ્ફટિકમય શ્વેતશિલા ઉપર આરૂઢ થવા આ ભરતક્ષેત્રની ભવ્યભૂમિથી વિદાય
૧૫o