________________
ચીમનભાઈ સંઘવી, શશીકાંત શેઠ, આણંદજી મોતીચંદ, ચુનીલાલ ગીરધરલાલ પારેખ, મૂલચંદ જેચંદ દોશી વગેરે તથા દીનેશકુમાર, સનતકુમાર, કમલેશકુમાર, દિલીપકુમાર, રમણીકભાઈ સંઘવી, પ્રવિણભાઈ વગેરે અનેક યુવાનોએ આ મહોત્સવને દીપાવવામાં તથા તીર્થવિકાસમાં નિમિત્ત બની તન-મન-ધનથી જે ભોગ આપ્યો છે તે અનુમોદનીય છે. પ્રેસવાળાઓએ પણ રસપૂર્વક આ મહોત્સવની વિગત છાપવા મહેનત કરી શાસનપ્રભાવનામાં સહાયક બન્યા છે. | અંતમાં આ મહોત્સવમાં જે સ્થાનિક સ્થાનકવાસી સંઘ, લોકાગચ્છ સંઘ, દિગંબર પેઢી તથા દેવવાડી, આનંદવાડી, પટેલવાડી આદિ સ્થાનોના વહીવટદારોએ પણ પોતાનો જ પ્રસંગ માની સાથ-સહકાર આપ્યો છે તથા કોઈપણ જાતની અપેક્ષાઓ વગર પોતાના સ્થાનો વાપરવા આપ્યા છે, આ રીતે જૈન-જૈનેતર સૌ કોઈએ ભેગા મળી આ મહોત્સવને મહામંગલકારી બનાવ્યો છે તે અનુમોદનીય છે. | શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી તેમજ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટદારોએ તથા ટ્રસ્ટીમંડળે પણ પોતાના સ્થાનો તથા સામગ્રીઓ આ મહોત્સવ દરમ્યાન વાપરવા આપ્યા જેથી સમિતિનો ઘણો ભાર હળવો થયો છે. - આ તીર્થોદ્ધારનો પ્રથમ નંબરનો લાભ તો ગણિવર્ય શ્રી હેમચન્દ્રવિજયજીના ભાગમાં જાય છે. કારણ કે શરૂઆતથી જ તેમણે પોતાની નિશ્રામાં થયેલ પાર્લાના ઉપધાન તથા મલાડના ઉપધાનની મોટી આવક આ ઉદ્ધારના કાર્યમાં ફાળવવા માટે પ્રેરણા કરેલ છે, એટલું જ નહીં પરંતુ પ્રતિષ્ઠાદિના આદેશો વગેરે માટે પણ તેમણે અથાગ પ્રયત્ન કરેલ છે. સાથે સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપવા ઠેઠ મુંબઈથી જૂનાગઢ પહોંચવા લાંબા લાંબા વિહાર કર્યા. વળી ખંભાતથી તો નૂતન જિનબિંબોની રથયાત્રા પૂર્વક ગામોગામ ખુબ જ શાસનપ્રભાવનાપૂર્વક આવીને આ મહોત્સવને દીપાવવામાં મુખ્ય સહાયક બન્યા છે. વળી મહોત્સવ બાદ વહેલાસર મુંબઈ પહોંચવું આવશ્યક હોવાથી તાત્કાલિક ઉનાળાના વિહારો કર્યા છે. વળી આ પ્રસંગ ઉપર પોતાના અનેક મહત્ત્વના કાર્યોને લંબાવી આ. કલાપૂર્ણસૂરિ પણ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે મહોત્સવને દીપાવવામાં સહાયક બન્યા છે. - આ. રાજતિલકસૂરિએ જેતડા, ડીસા, રાજપુર, પિંડવાડા, બરલૂટ વગેરે સ્થાનોમાં, ૫. ધર્મજીત્ વિજયજીએ કોલ્હાપુર, ઇચલકરંજી વગેરે સ્થાનોમાં, આ. મિત્રાનંદ સ્., મુનિ પ્રભાકર વિજયજી, મુનિ વિદ્યાનંદવિજયજી વગેરેએ મમત્વભાવ સાથે તીર્થવિકાસાર્થે અનેક સ્થાનોમાં પ્રેરણા-ઉપદેશ આપી નોંધનીય રકમ મોકલાવેલ છે. સાથે સાથે અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા વિવિધ સંઘોમાં પ્રેરણા થતાં અનેક સંઘોએ લગભગ લુપ્ત પ્રાયઃ થવાની સંભાવનાવાળી આ કલ્યાણકભૂમિનું પુનઃ ઉત્થાન કરવામાં સહાયક બની અમૂલ્ય લાભ લીધો છે. આ રીતે ઝાઝા હાથ રળીયામણાના ન્યાયે અનેક વ્યક્તિ, સંસ્થા, સંઘોના સાથ સહકારથી તીર્થોદ્ધારનું કાર્ય ખૂબ સરળતાથી પૂર્ણ થવા પામ્યું છે, આ જ રીતે ભવિષ્યમાં પણ સૌ કોઇ રસપૂર્વક આ કલ્યાણકભૂમિનો મહીમા વધારવા માટે હંમેશા તત્પર રહેશે તેવી આશા આ તબક્કે અસ્થાને નહીં ગણાય.
અંતમાં આ તીર્થોદ્ધાર અંગેના કાર્ય માટે કોઈને પણ મારા દ્વારા બોલવામાં, લખવામાં કે ચિંતવવા દ્વારા મન, વચન, કાયાથી મનદુ:ખ થવામાં નિમિત્તભૂત બનાયું હોય તો હું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગુ છું અને મારા સંયમજીવનની મર્યાદાના ઉલ્લંઘન દ્વારા કોઈપણ આદેશાત્મક આચરણ થયું હોય કે પરમાત્માના માર્ગવિરુદ્ધ કંઈ આચરણ થયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ.
લી. આ. હિમાંશુસૂરિ
૧૪a
Jain Education International