________________
કલ્યાણક ભૂમિનાં દર્શન, પૂજન, સ્પર્શનાદિ પરમાત્માભક્તિના યોગો આત્માને કર્મમલથી રહિત બનાવવાનું અમોઘ સાધન છે.
આ સમવસરણ મંદિરમાં.. (૧) સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ પરમાત્મા સમેત શ્યામવર્ણના ચીમખજી નેમિનાથ પરમાત્મા બિરાજમાન છે. (૨) ગિરનાર તીર્થ ઉપર ગત ચોવીસીમાં મોક્ષ પામેલ દસ તીર્થંકરપ્રભુની પ્રતિમાજી જેના પરિકરમાં બિરાજમાન છે તેવા શ્યામવર્ણના શ્રી નેમિનાથ પરમાત્મા તથા આવતી’
ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાથસ્વામી (શ્રેણિક મહારાજાનો આત્મા)ની મુખ્ય પ્રતિમા તથા આજુબાજુ પરિકરમાં શેષ ત્રેવીસ પ્રભુજીની પ્રતિમા પહેલા માળે
રંગમંડપમાં બિરાજમાન કરવામાં આવેલ છે. (૩) શ્રી નેમિનાથ પરમાત્માના અઢાર ગણધર ભગવંતોની પ્રતિમાજીઓ પણ પહેલા માળના જુદા-જુદા ત્રણ રંગમંડપમાં બિરાજમાન કરવામાં આવેલ છે. (૪) ગિરનારતીર્થની પહેલી ટૂંક મધ્ય શ્રી અમીઝરા પાર્શ્વનાથના ભોંયરાવાળા રંગમંડપમાં પ્રવેશ કરતાં સામે બિરાજમાન શ્રી નેમિનાથ પરમાત્મા (જીવિત સ્વામી એટલે કે
નેમિનાથ પ્રભુની હયાતીમાં તૈયાર થયેલા પ્રતિમા) તથા રહનેમિની પ્રતિમાજીઓની ઉપર લેપ ટકતો ન હતો અને બહુમાન સચવાતું ન હોવાથી તે ૮૭,000 વર્ષ પ્રાચીન પ્રતિમાનું વિશેષ સ્વરૂપે બહુમાન સચવાય તે માટે હાલ સમવસરણ મંદિરનાં રંગમંડપમાં પરોણાગત પધરાવવામાં આવેલ છે જેને ભવિષ્યમાં સહસાવનમાં
નવા બે જિનાલયોમાં પધરાવવામાં આવશે. (૫) એક રંગમંડપમાં વિશિષ્ટ કોતરણીયુક્ત કાષ્ટનું સમવસરણ આવેલ છે જેમાં દીવ તીર્થમાં જમીનમાંથી ખોદકામ દરમ્યાન નીકળેલા એક જ પાષાણમાં કોતરેલ
ચૌમુખજી પ્રભુજી બિરાજમાન છે. (૬) નીચેના મુખ્ય રંગમંડપમાં શ્રી નેમિનાથ પરમાત્માના અધિષ્ઠાયક શ્રી ગોમેધ યક્ષ તથા અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની પ્રતિમાજીઓ સામસામે બે ગોખલામાં
પધરાવવામાં આવેલ છે. (૭) નીચેના શેષ ત્રણ રંગમંડપમાં (૧) પૂ. આ. શ્રી દાનસુરિ મહારાજ સા. (૨) પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મહારાજ સા. (૩) પૂ. ઓ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજ સા. (૪) પૂ.
આ. શ્રી જિતમૃગાંકસૂરિ મહારાજ સા. (૫) પૂ. આ. શ્રી નર૨નસૂરિ મહારાજ સા. (૬) પૂ. આ. શ્રી હિમાંશુસૂરિ મહારાજ સા. ના પગલાં તથા પ્રતિકૃતિઓ સ્થાપિત
કરવામાં આવેલ છે. (૮) નીચેના એક રંગમંડપમાં એક ગુફામાં જવાનો માર્ગ છે. તે ગુફામાં શ્રી નેમિનાથ પ્રભુજીની નયનરમ્ય પ્રતિમાજી તથા શ્રુતદેવી સરસ્વતીની પ્રતિમાજી બિરાજમાન
કરવામાં આવેલ છે. આ ગુફા જાપની વિશિષ્ટ આરાધના કરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. અનેક આચાર્ય ભગવંતો, પંન્યાસ ભગવંતો, મૂનિ ભગવંતો, સાધ્વીજી ભગવંતો
તથા વિશિષ્ટ સાધક પુણ્યાત્માઓ આ ગુફામાં આરાધના/સાધના કરી ચૂક્યા છે. (૯) સમવસરણ મંદિરના મુખ્ય દ્વારની બહાર દેરીમાં તપાગચ્છાધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીર તથા ક્ષેત્રાધિષ્ઠાયક દેવની સ્થાપના કરવામાં આવેલ છે.
૧૪૧