________________
સહસાવન કેવી રીતે જઇશું ?
(૧) તળેટીની ધર્મશાળાથી ગિરનાર તરફ આગળ વધતાં ડાબી બાજુમાં દિગંબર ધર્મશાળાની પછીની ગલીમાં આગળ જતાં લગભગ પોણો કિલોમીટર ચાલતા ખૂબ સહેલા પગથિયા આવે છે. તે લગભગ ૨૯૫૦પગથિયા ચડતાં જૂની ધર્મશાળા, કેવળજ્ઞાન કલ્યાણકની દેરી તથા દીક્ષા કલ્યાણકની દેરી આવે છે ત્યાં દર્શન કરી પાછાં ૫૦ પગથિયાં ઉપર ચડતાં આ. શ્રી હિમાંશુસૂરિજી મ.સા.ની અગ્નિસંસ્કારભૂમિ તથા સમવસરણમંદિર આવેલા છે.
T
કેવળજ્ઞાન કલ્યાણકની પ્રાચીન દેરી
અથવા
(૨) ગિરનારની પહેલી ટૂંકના (૩૭૦૦ પગથિયા) દેરાસરથી ૨૦૦ પગથિયા ચડીને ગોમુખી ગંગાથી ડાબી બાજુ વળીને સેવાદાસ આશ્રમની બાજુમાંથી ૧૦૦૦ પગથિયા નીચે ઉતરતાં સમવસરણમંદિર આવી જાય, ત્યાંથી સીધા તળેટી ૩૦૦૦ પગથિયા ઉતરીને જવાય છે. ગિરનાર માહાત્મ્યની આછેરી ઝલક
ત્રિભુવનલોકમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણપણે વર્ણન કરવું જેમ અશક્ય છે તેમ શ્રી શત્રુંજય મહાતીર્થનું પાંચમું શિખર શ્રી રૈવતગિરિ મહાતીર્થ જે વર્તમાનમાં ગિરનારના નામે ઓળખાય (પ્રસિદ્ધ) છે તેના મહિમાનું સંપૂર્ણપણે વર્ણન કરવું અશક્ય છે, છતાં શાસ્ત્રકાર ભગવંતના બાળજીવો ઉપરના મહોપકારથી જે કોઇ માહાત્મ્ય જાણવા મળે છે તે પણ આપણને આશ્ચર્ય પમાડનારું બને છે.
# આ ગિરનાર ગિરિવર પણ પ્રાયઃ (ઊંચાઈ વધઘટ થાય તેની અપેક્ષાએ) શાશ્વતો છે. તેથી જ્યારે છટ્ટા આરામાં શત્રુંજય ગિરિવરની ઊંચાઈ ઘટીને સાત હાથની હશે ત્યારે ગિરિનાર ગિરિવર સો ધનુષ્ય ઊંચો રહેશે.
# ગિરનાર ગિરિવર ઉપર અનંતા અરિહંત પરમાત્માના નિર્વાણ કલ્યાણકો થયેલા છે, સાથે સાથે ગિરનારના પરમાણુએ પરમાણુએ બીજા અનંતા આત્માઓ સિદ્ધ થયા છે.
Jain Education Internatio
ગિરનાર ગિરિવર ઉપર અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ-ત્રણ કલ્યાણકો થયા છે, અને ભવિષ્યમાં થશે. – ગિરિનાર મહાતીર્થના પ્રગટ પ્રભાવથી અતિચીકણા એવા ગાઢ નિકાચિત કર્મો પણ ક્ષય થઇ જાય છે.
શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી અષ્ટાપદજી તીર્થ, શ્રી નંદીશ્વર તીર્થની યાત્રા કરતાં જે ફળની પ્રાપ્તિ થાય તેટલું ફળ ગિરનારના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે.
આ તીર્થની ભક્તિ કરવાથી પાપી માણસ પણ આ લોકમાં સર્વ સંપત્તિ મેળવે છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ઘરે બેઠાં પણ જો ગિરનારનું શુદ્ધ ભાવપૂર્વક ધ્યાન ધરવામાં આવે તો ચોથા ભવે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
૧૩૯