________________
કાઢવા આપ્યો નથી, તમે મારા આ ભાવને ક્યાંથી સમજો? સાધુ તો પોતાનું દરેક કામ જાતે જ કરવાનું હોય છે, હવેથી બીજીવાર આવી ભૂલ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખજો''
વચનસિદ્ધ પુરુષ
સાણંદના એક ભાગ્યશાળી હતા... થોડી શ્રીમંતાઇના કારણે લગભગ
બેઠાળું જીવન અને અશુભકર્મોદયના પ્રતાપે માંડ માંડ વાંકા વળીને ચાલવું પડતું હતું. પૂજ્યશ્રીના ચાતુર્માસના અવસરે ઉપધાનતપની આરાધનાનું આયોજન થયું ત્યારે પૂજ્યશ્રીએ આ ભાગ્યશાળીને ઉપધાનમાં જોડાવા માટે પ્રેરણા કરી તે ભાગ્યશાળી કહે “ સાહેબજી ! ચલાતું નથી, કેટલા રોગો છે. ખમાસમણા પણ નથી દેવાતા’’ પુજ્યશ્રીએ કહ્યું ‘‘તે બધા રોગો દૂર થઈ જશે’’ । અને ખરેખર! તેમણે પહેલા દિવસે બેઠા બેઠાં ખમાસમણા આપ્યા પરંતુ બીજા જ દિવસથી સો એ સો ખમાસમણા ઉભા થઇને આપતા થઈ ગયા અને ઉપધાનની માળ થતાં તો બધા જ રોગો ક્યાંય નાશી ગયા.
કેવી વચનસિદ્ધિ !
સં.૨૦૪૬માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ જુનાગઢ મુકામે હતું. પર્યુષણમહાપર્વની આરાધના કરાવવા માટે મહાત્માઓને આઠ દિવસ મોકલવા માટે લોકાગચ્છ સંઘના શ્રાવકો વિનંતી કરવા આવ્યા પરંતુ મુહપત્તિનું પડિલેહણ થયેલ ન હોવાથી તે શક્ય નથી તેવું પૂજ્યશ્રીએ જણાવતાં શ્રાવકોએ રોજ સવારથી સાંજ સુધી પણ મહાત્મા આરાધના કરાવવા પધારે તો અનેક આરાધકો લાભ લઇ શકે તેવી ભારપૂર્વક વિનંતી કરી. તે અવસરે પૂજ્યશ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા કે “ આ રીતે આવ - જાવ કરવી શક્ય બને તેમ નથી, પર્યુષણના દિવસોમાં વરસાદની સંભાવના છે.
અને ખરેખર મહાપર્વના તે આઠે દિવસ ધોધમાર વરસાદની પધરામણી થઇ હતી.... કેવી વચનસિદ્ધિા
દીર્ઘદૃષ્ટા પૂજ્યશ્રી
ન્યાયવિશારદ ગચ્છાધિપતિ પ.પૂ. ભુવનભાનુ સૂ.મ.સાના કાળધર્મ અવસરે જૈનનગર અમદાવાદ મધ્યે પંચાલિકા પરમાત્માભક્તિ મહોત્વના પૂર્ણાહૂતિના દિવસે ૫.પૂ.પં.શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવર્ય ઉપર પૂજ્યશ્રીના સમાચાર આવ્યા કે “ હમણા એક માસ સુધી તમે નવા કોઇ કાર્યક્રમ સ્વીકારશો નહીં તે દરમ્યાન તમારી તબિયતનો ખાસ ખ્યાલ રાખશો.''
અને ખરેખર! મહોત્સવની પૂર્ણાહૂતિના ત્રીજા કે ચોથા દિવસે પૂ.પં. ચન્દ્રશેખર મહારાજ સાહેબને માથાનો સખત દુખાવો અને સ્મરણશક્તિની ક્ષીણતાને કારણે વિસ્મરણની ફરીયાદ ખૂબ વધતા તાત્કાલિક તેઓશ્રીએ સંપૂર્ણ આરામ માટે ગુલમહોર સોસાયટી સેટેલાઇટ-અમદાવાદ મધ્યે એક માસ સ્થિરતા કરી.
અમોઘ મુહૂર્તદાતા
૫.પૂ.પં. રત્નસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં મહુવાથી શત્રુંજયના છ'રી પાલિત સંઘ માટે પ્રયાણનું મુહૂર્ત ૧૦ વાગ્યા બાદનું આપ્યું ત્યારે સૌ વિચારતાં થઇ ગયા કે આટલા મોડા નીકળવાનું?
સંઘનું પ્રયાણ થયું અને બીજા જ દિવસે તો તે વિસ્તારમાં ભારે વાવાઝોડાનો ભયંકર ઉપદ્રવ થયો પરંતુ સંઘપતિના ગંભીર બિમારીવાળા બે બાળકો સમેત કોઇને પણ ઉણીઆંચ પણ ન આવી અને સંઘ ખૂબ શાસન પ્રભાવનાપૂર્વક પૂર્ણ
થયો.
મુહૂર્તનો પ્રભાવ
સિદ્ધગિરિમાં શાસનપ્રભાવક ચાતુર્માસની આરાધના કરાવીને સં. ૨૦૪૮ની સાલમાં પૂ. ગણિવર્ય રત્નસુંદર વિ.મ.સા અમદાવાદ પધાર્યા ત્યારે પૂજ્યશ્રીના વંદનાર્થે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ‘‘મારા ગુરુદેવ પ. પૂ. આ. ભુવનભાનુ સૂ. મ.સાની નિશ્રામાં મહામાસમાં શીરડી - મહારાષ્ટ્રમાં
૧૩૩
inelibrary.org