SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નવીનમ કરગરતા હૈયા સાથે અશ્રુભીની આંખે દાદાને ફરીયાદ કરતાં કે આજે પાછા આહાર કરવાની ભૂતાવળમાં પડવાનું ? અને સાહેબ સાંજે ૪ વાગે તળેટીએ પધાર્યા બાદ આયંબિલથી પારણું કર્યું હતું. તીર્થંકર વર્ધમાન તપ (બે વાર ઉપવાસથી કર્યો) : પહેલા ભગવાનથી ક્રમસર જેટલામાં ભગવાનની આરાધના કરવાની હોય તેટલા અખંડ ઉપવાસ કરવાના હોય છે. • પ્રથમ ભગવાનથી ચઢતા ક્રમે ચોવીસ ભગવાન સુધીના કુલ ૩૦૦ ઉપવાસ કર્યા. જેમાં વિ. સં. ૧૯૯૫ની સાલમાં સુરતમાં ચાતુર્માસાથે જેઠ વદ-૧૪ નો પ્રવેશ કર્યો અને વિ. સં. ૧૯૯૬ના મહા વદ-૬ના સુરતથી વિહાર કરેલ ત્યારે સુરતમાં સ્થિરતા દરમ્યાન ચાલુ વર્ષીતપમાં તીર્થંકર વર્ધમાનતપ તેઓશ્રી ઉપવાસથી કરતાં હોવાથી ૧૬ થી ૨૩ ભગવાનના અખંડ ૧૬ + ૧૭+૧૮+૧૯-૨૦+૨૧ + ૨૨ + ૨૩ એમ કુલ ૧૫૬ ઉપવાસ કર્યા અને બાકીના ૧૦૪ દિવસ દરમ્યાન વર્ષીતપના ૫૪ ઉપવાસ કરીને કુલ ૨૬૦ દિવસમાં ૨૦૮ ઉપવાસ કર્યા હતા. • ચોવીસમા ભગવાનનો એક ઉપવાસ ત્રેવીસમા ભગવાનના બે ઉપવાસ, બાવીસમા ભગવાનના ૩ ઉપવાસ એમ પશ્ચાનુપૂર્વીથી ક્રમસર એક એક ઉપવાસ વધતાં પ્રથમ ભગવાનના ૨૪ ઉપવાસ કરીને તે રીતે કુલ ૩૦૦ ઉપવાસ કર્યા. જેમાં સંભવનાથ ભગવાનના ૨૨ ઉપવાસને પારણે સિદ્ધગિરિની યાત્રા બાદ આયંબિલથી પારણું કર્યું હતું, અજિતનાથ ભગવાનના ૨૩મા ઉપવાસે સિદ્ધગિરિની યાત્રા કરીને બીજા દિવસે આયંબિલથી પારણું કર્યું હતું અને આદિનાથ ભગવાનના ૨૪ ઉપવાસના પ્રારંભમાં અક્રમ કર્યો. ચોથા દિવસે દાદા ગુરુદેવ પૂજ્યપાદ પ.પૂ.આ. પ્રેમ સૂ.મ.સા.ના સ્વમુખે ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યા અને સાંજે તેમની ધીરતાની પરીક્ષા કરવા તાવ શરૂ થયો. મક્કમ મનોબળના સ્વામી એવા સાહેબે જરાપણ મચક ન આપી. અંતે ૩ દિવસ બાદ તાવ રવાના થયો... નબળાઈ વગેરે ખૂબ આવી ગયેલ. ૩+૧૬ ઉપવાસ પૂર્ણ થતાં સાહેબજીએ માસક્ષમણના આશયથી પૂ. દાદા ગુરુદેવ પાસે ૧૧ ઉપવાસના પચ્ચક્ખાણ માટે વિનંતી કરી. પૂ. દાદા ગુરુદેવે પરિસ્થિતિ પામીને પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ આપ્યા અને ૨૪ ઉપવાસનું તપથી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય. ૧૧૪ પારણું કર્યા બાદ બીજા દિવસે પૂ. દાદા ગુરુદેવશ્રી પાસે છ ઉપવાસનું પચ્ચક્ખાણ લઈ સાતમા દિવસે સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું કર્યું હતું. વીસસ્થાનક તપ : • વીસસ્થાનક તપના સર્વપ્રથમ અરિહંતપદની આરાધનામાં કુલ ૨૦ ઉપવાસ કરવાના હોય તેને બદલે ૨૦ વખત અખંડ ૨૦-૨૦ ઉપવાસ કરીને અરિહંતપદના ૪૦૦ ઉપવાસ કર્યા હતા. જેમાં છેલ્લી વીસીના પારણે સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું કર્યું. • સિદ્ધપદની આરાધનામાં ‘નમો સિદ્ધાણ’ ના કુલ પાંચ અક્ષર થાય તે માટે કુલ પાંચ અઠ્ઠાઈઓ કરી હતી. બાકીના ૧૮ પદોની આરાધનામાં છુટા-છુટા ૨૦૨૦ઉપવાસ કરીને આરાધના પૂર્ણ કરી હતી. વર્ષીતપની આરાધના જીવનમાં બે વર્ષીતપ કર્યા જેમાં પ્રથમ વર્ષીતપ દરમ્યાન તો સુરતના ચાતુર્માસમાં વચ્ચે ૧૬+૧૭-૧૮+૧૯-૨૦-૨૧-૨૨+૨૩ અખંડ ઉપવાસો પણ કર્યા હતા. વર્ષીતપ દરમ્યાન પણ વર્ધમાનતપની ઓળીઓમાં ઉપવાસના પારણે આયંબિલ કરતાં હતાં. (આ વર્ષીતપમાં બીજો તપ કરે તેટલા દિવસ વર્ષીતપના દિવસોમાં વધારી દેતા હતા) નવપદની આરાધના : નવપદની વિધિપૂર્વકની આરાધના દીક્ષાથી લગભગ ૪૬ વર્ષ સુધી સળંગ કરી છે ત્યારબાદ ૨૪ વર્ષ (જીવન પર્યંત) નવપદની ઓળીમાં આયંબિલ તપ કરતાં હતાં પરંતુ વિધિ કરતાં ન હતા. તપથી જ્ઞાનનું વર્તન થાય,
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy