________________
છ બાહ્ય તપ : (૧) અનશન (૨) ઉણોદરી (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ (૫) સંલીનતા (૬) કાયક્લેશ, છ. અત્યંતર તપ : (૧) પ્રાયશ્ચિત્ત (૨) વૈયાવચ્ચ (૩) સ્વાધ્યાય (૪)વિનય (૫) કાયોત્સર્ગ (૬) શુભધ્યાન.
શ્રી નવપદની પૂજામાં પૂ. પદ્મવિજયજી મહારાજ પણ કહે
“વિદન ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર, પ્રશસ્યો તપ ગુણ થકી, વીરે ધનો અણગાર.”
તપથી તમામ વિનો ટળી જાય છે અને મનના વિકારો દૂર જાય છે, આ તપગુણના કારણે જ વીરપ્રભુએ ધના અણગારની પ્રશંસા કરી હતી.
આ ધન્ના અણગાર કોણ ?
શ્રમણ ભગવાન મહાવીર કાકંદીમાંથી વિહાર કરતા કરતા રાજગૃહી નગરી પધાર્યા ત્યારે શ્રેણિક મહારાજા સમગ્ર પરિવારની સાથે પ્રભુને વંદન કરવા અને ધર્મદેશના સાંભળવા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. દેશના સાંભળીને શ્રેણિકે વિનયપૂર્વક પ્રભુને પૂછયું :
ચૌદ સહસ અણગારમાં રે, કુણ ચઢતે પરિણામ ? કહો ! પ્રભુજી કરુણા કરી રે, નિરૂપમ તેહનું નામ...”
હે પ્રભુ ! આપના ૧૪ હજાર શિષ્યોમાં પ્રતિક્ષણ વર્ધમાન-શુભ પરિણામ કયા મુનિનાં છે ? મારી ઉપર કરુણા કરીને એ મહામુનિનું નામ બતાવવાની કૃપા કરો.”
પ્રભુએ કહ્યું : “ શ્રેણિક ! એ ધન્ય નામ છે ધન્નો અણગાર! સર્વ તપસ્વીઓમાં શ્રેષ્ટ અને પ્રતિપળ વર્ધમાન પરિણામવાળો !'” તાથી આત્મા શુદ્ધ થાય.
ભગવાન મહાવીરે ‘અનુત્તરોપપાતિક સૂત્ર’ માં ધન્ના અણગારની જે રીતે પ્રશંસા કરી છે તે વર્ણન સાંભળીને શ્રેણિક મહારાજા સ્વયં વૈભારગિરિ ઉપર જાય છે અને તે મહામુનિને ધ્યાનસ્થ દશામાં ઉભેલા જુએ છે. માત્ર અસ્થિપિંજર (હાડકાનું પાંજરું) જ જુએ છે. પરમાત્માએ આબેહુબ વર્ણન કર્યા મુજબના મુનિવરના સાક્ષાત્ દેર્શન કરીને ખૂબ ભાવપૂર્વક વંદન કરે છે. શું શ્રેષ્ઠ શ્રમણનું સ્વરૂપ! - કાકંદી નગરીનો આ સાર્થવાહપુત્ર ધન્યકુમાર મહેલ જેવી હવેલીમાં જન્મ્યો હતો... ભદ્રા માતાનો એકનો એક પુત્ર હોવાથી ખૂબ લાડકોડમાં ઊછરીને મોટો થયો હતો... ૭૨ કલાયુક્ત પૂર્ણ યૌવન પ્રાપ્ત કરતાં માતા ૩૨ પ્રાસાદ મહેલ બનાવડાવે છે અને એક દિવસ એક સાથે રૂપ-રૂપના અંબાર જેવી ૩૨ શ્રેષ્ટી કન્યાઓ સાથે પરણાવે છે. અને ૩૨ કરોડની સુવર્ણમુદ્રાનો સ્વામી ભોગોપભોગની વિપુલ સામગ્રી વચ્ચે જીવનમાં ભૌતિક સુખ ભોગવી રહ્યો હતો... તેવામાં નગરીમાં વીરપ્રભુનું આગમન થતાં ૩૨ પત્નીઓ સાથે દેશનાશ્રવણ કરવા જાય છે... ઘરે આવી માતા તથા પત્નીને પોતાની ચારિત્રધર્મ સ્વીકાર કરવાની ભાવના વ્યક્ત કરીને સંયમગ્રહણ માટે અનુમતિ માંગે છે, આ વાત સાંભળી માતા ભદ્રા તો ત્યાં જ બેહોશ થઈ જાય છે અને પત્નીઓ કરુણ કલ્પાંત કરવા લાગે છે. ત્યારે ધન્યકુમાર માતાપત્નીને વિરક્તભાવથી કહે છે : “પરભવ-પરલોક જતી વખતે કોઈ પણ સ્વજન સાથે નથી આવતું, કામ નથી આવતું, માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની આદિ પરિવારજનો તો સ્વાર્થની સગાઈનાં છે, એટલા માટે પ્રભુના ચરણોમાં મારું જીવન સમર્પિત કરવાની તીવ્ર ભાવના છે.” અત્યંત વિરક્ત ભાવપૂર્વકની ધન્યકુમારની સંયમગ્રહણની દૃઢતાને સાંભળીને સમજદાર માતા-પત્નીઓની સંમતિ મળતાં ધન્યકુમાર પ્રવ્રજ્યાના પાવન પંથે પ્રયાણ કરવા પગરવ માંડે છે ત્યારે જિતશત્રુ રાજા અત્યંત ઠાઠમાઠપૂર્વક નગરીમાં મહાભિનિષ્ક્રમણનો મહોત્સવ કરાવે છે... જેણે ગૃહસ્થજીવનમાં એકપણ આયંબિલ અથવા તો એકાસણું પણ કર્યું ન હતું તેવા ધન્યકુમાર દીક્ષાના દેદીપ્યમાન દિવસે પરમોપકારી પરમાત્મા પાસે આજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરી પારણામાં જેઓ ધર્મથી વિમુખ થઈ ગયા હોય તેવાના હાથે દાન કરાયેલ, વળી તે પણ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર, યાચક વગેરે લોકો પણ જે આહારની આકાંક્ષા ન રાખે તેવા આહાર વડે આયંબિલ કરી તપ અને ભાવ ધર્મના સહારે આત્માને ભાવિત કરી સંયમપાલન કરવાના ભીષ્મ અભિગ્રહની ભાવના માટે અનુજ્ઞા માંગે છે.... કરુણાસાગર વીરપ્રભુ તેના આત્મવિકાસના એંધાણને નજરમાં રાખી ‘જહા સુખ’ કહેવા દ્વારા સંમતિ આપે છે... ધન્યકુમાર શરીર પ્રત્યે નિઃસ્પૃહ અને અનાસક્ત બની ઘોર અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે... પ્રથમ છટ્ટના પારણાના દિવસથી જ પ્રભુની અનુજ્ઞાપૂર્વક, પ્રકૃષ્ટ યત્ન સાથે એષણા માટે ઉદ્યમશીલ બની, પ્રકર્ષપણાએ, લેશમાત્ર પણ દીન થયા વગર, આહાર માટે કોઈપણ સંકલ્પ-વિકલ્પભાવથી રહિત, ક્રોધાદિ કષાયથી
તપથી વિકારનું વમન થાય.
૧૧૧