________________
પૂજય Pašilzoll äius
સવારના પહોરમાં જ આજે અત્યન્ત આઘાતજનક સમાચાર મળ્યા- મહાતપસ્વી પ.પૂ. આ. હિમાંશુ સુ.મ. સાહેબ રાત્રે કાળધર્મ પામ્યા છે. ' જૈનશાસનમાં આવા એકમેવ તપસ્વીસમ્રાટ હતા એ પણ ગયા ? કર્મસત્તાને આ ભરતક્ષેત્રમાંથી આવું જવાહર પણ લૂંટી લેવાનું સૂર્યું? • પૂજ્યપાદ મહાબ્રહ્મચારી આચાર્ય પ્રેમ સુ.મ. સા. વગેરે ઘણાયે આજે દેવલોકમાં છે
તો આ એકની ત્યાં શું ખોટ હતી તે દેવલોકના ઇન્દ્રોએ એમને ત્યાં તેડાવી લીધા ? • ભરતક્ષેત્રની કાળને શું ઇર્ષા આવી તે આ મહાપુરુષનો આપણને સૌને વિયોગ કરાવ્યો? ભવિતવ્યતાના પેટમાં એવું શું દુખ્યું કે અકાળે આવા મહાપુરુષ ઉપર ત્રાટકી પડી? એવા તે કેવા આપણા સૌના પાપોદય જાગ્યા કે પૂરા શ્રીસંઘનું રહ્યું-સહ્યું શિરછત્ર
ઝુંટવાઈ ગયું ? • પૂજ્યશ્રીને એવી તો કઇ ઉતાવળ હતી તે ગિરનારની સામુહિક નવ્વાણું કરાવ્યા વગર
જ મુક્તિની યાત્રા આગળ ધપાવી ગયા? કંઈ સૂઝતુ નથી. કંઇ સમજાતું નથી. ચારેકોર અન્ધકાર દીસે છે. ભક્તો બધા બાવરા થઇ ગયા છે દિમૂઢ બનીને અવા થઇ ગયા છે. પૂજ્યશ્રી મહાત્યાગી હતા એટલે આપણને ત્યાગી ગયા? • પૂજ્યશ્રી મહાવૈરાગી હતા એટલે આપણા સંબન્ધનો વિચ્છેદ કરી દીધો ? • પૂજ્યશ્રી મહાતપસ્વી હતા અને અમે બધા ખાઉધરા - એટલે અમારાથી રિસાઇને
દૂર જતા રહ્યા ? પૂજ્યશ્રી મહાસંયમી અને અમે શિથિલ, એટલે અમારાથી કંટાળીને પૂજ્યશ્રી પલ્લો છોડાવી ગયા? ના ! ના ! એતો મહાદયાળુ હતા અને તમારા જેવા ભવ્ય ત્યાગી- સંયમી-તપસ્વી કાયમ સાથે જ સેવામાં હતા એટલે અમારાથી કંટાળ્યા હોય તો ય તમને જોઇને તો એ એવા રાજી થયા હશે કે તમને છોડીને તો જવાનો વિચાર કરે નહીં. કદાચ મહાનિઃસ્પૃહ હોવાના કારણે તમારી રાત દિવસની ઉજાગરા વેઠીને કરાતી સેવાથી લોભાઇ ન જવાય એટલા ખાતર જ નિર્લોભ પૂજ્યશ્રી દૂર જતા રહ્યા હશે? કદાચ એમ પણ બને કે આ ભવમાં તમારી જોરદાર સેવાનો બદલો ન વાળી શકે એટલે પરલોકમાંથી પરોક્ષ રીતે તમને બધા પ્રકારની સહાય કરવા માટે તો પૂજ્યશ્રી દેવલોકમાં નહીં ગયા
હોય ને ? કદાચ આપણને આયુષ્યની ક્ષણભંગુરતા અને જીવનની નાજુકતાનો બોધપાઠ આપવા માટે પણ વિદાય લીધી હોય ! તો હવે આપણે સૌ એ બોધપાઠ ઝીલી લઈને આપણા પંચાચારના પવિત્ર કર્તવ્યમાં વધુ ઉદ્યમશીલ બનીને એ મહાપુરુષને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ.
આ. જયસુંદરસૂરિ – પાર્લા
Edl...
આજે બપોરે લગભગ એક વાગે તપસ્વી સમ્રાટ પૂ.પાદ આ.શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના કાળધર્મના સમાચાર સાંભળી આઘાત લાગ્યો.... વર્તમાનના વિષમકાળમાં જેઓશ્રી આપણને સૌને અભુત આલંબન આપનાર તપસ્વી, ત્યાગી, સંયમી મહાત્મા ચાલી જવાથી સમસ્ત જૈન સંઘને એક મોટો ફટકો પડ્યો છે... તેઓશ્રીના અનેકાનેક સંઘો ઉપર ઉપકાર હતા તથા વ્યક્તિગત પણ અનેક મહાત્માઓ તથા વ્યક્તિઓ પર પણ અનહદ ઉપકારો હતા. તેઓના જવાથી એક પરમયોગી પુરુષની ખોટ પડી છે...
- આ. વરબોધિસૂરિ - નડિયાદ