________________
પૂજ્યપા તપોમૂર્તિ આચાર્યભગવંત શ્રી હિમાંશુસૂરિ મ.સા. ના સ્વર્ગવાસના સમાચાર મળતાં આંચકો અનુભવ્યો, ન પૂરાય તેવી ખોટ પડી. પૂજ્યશ્રીની સંઘઐક્યની ભાવના, સંયમનિષ્ઠા વગેરે અનેક ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
આ.અરવિંદસૂરિ, આ.યશોવિજયસૂરિ - મુંબઈ
જટાશ
શ્રદ્ધસમ્રાટ હતું...
પૂજ્યપાદ, તપસ્વી સમ્રાટ આ.ભ. શ્રી વિ. હિમાંશુ સૂરીશ્વરજી મ. સાહેબ માગસર સુદ ૧૪ ના રાતે ૧૨ વાગે સમાધિ પૂર્વક સ્વર્ગવાસ પામ્યાના સમાચાર જાણી ખુબ આઘાત સાથે સંવેગની વૃદ્ધિ થઇ છે. | સ્વ. આ.ભ. નો આત્મા દેવલોકમાં સમ્યકત્વની નિર્મળતા કરતા કરતા નંદીશ્વરઆદિ દ્વીપમાં જિનકલ્યાણકોની ઉજવણી કરતા કરતા સમકિતને નિર્મળ બનાવી આગામી ભવમાં સંસ્કારી જૈનકુળમાં જન્મ લઇ આઠ વરસે સંયમ ગ્રહણ કરી નિરતિચાર ચારિત્ર પાળી ચાર ઘાતકર્મોને ખપાવી કેવલી થઇ અનેક જીવો ઉપર ઉપકાર કરી સાદિ અનંત ભાગે શાશ્વત કાળ માટે શાશ્વત સુખના ભોક્તા બને એ જ શુભભાવના.
- આ. રવિપ્રભસૂરિ દ.ચન્દ્રસેનવિજયજી – પાલીતાણા
જેમનો જોટોન મળે તેવા મહાન સંયમી, ઉગ્ર તપસ્વી, સાથે સાથે સત્ત્વશાળી, ખૂબજ સહનશીલ એવા મહાત્માની શાસનને મહાન ખોટ પડી છે. પૂજ્યપાશ્રીજીનો આત્મા જયાં હોય ત્યાં ખુબ જ શાન્તિને પામો. અમને વિહારમાં બરવાળામાં સમાચાર જાણવા મલ્યા. એકદમ ચક્તિ થવાયું ! દેવવંદન આદિ કર્યું.
આ.નરચન્દ્રસૂરિ – પાલીતાણા
////hi/
પૂજ્યમવર તપસ્વીસમ્રાટ આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ગત માગશર શુદિ ચૌદશની રાત્રિએ સમાધિપૂર્ણ કાલધર્મ પામ્યાના સમાચારનો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણી શાસનનો વૈભવ છીનવાયાની અને વેદનાની અનુભૂતિ થઇ.... જીવનકાળ દરમ્યાન ૩૦૦૦ જેટલા ઉપવાસ, વીસ-વીશ વર્ષથી અખંડપ્રાયઃ આયંબિલ, દીર્ઘ કાલ સંયમસાધના, અતિ વૃદ્ધવયે પણ પાદવિહાર, પ્રતિદિન મોટા ભાગનો સમય સતત સ્વાધ્યાય અને જાપ, આ બધું ખરેખર એમની ઉત્તમ આત્મિક અવસ્થાનું સૂચક છે.... એમનો આરાધક આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુશાસનની પ્રાપ્તિ અને પરમારાધના કરીને શીઘ પરમપદ પામે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.....
આ. સૂર્યોદયસૂરિ. દ. ૫. રાજરત્ન વિજય ઘાટકોપર (સંઘાણી)
Jain Education International