________________
અંતિમ દિનઃ
માગશર સુદ ચૌદશનો એ દિવસ હતો... સામાન્યથી આરોગ્યની દૃષ્ટિએ ચૌદશ-અમાસના દિવસો ભારે ગણાતા હોય છે. તે ઉક્તિ પૂજ્યશ્રીની બાબતમાં યથાર્થ સાબિત થયેલ હતી. આગલા દિવસે બપોરે ૪-૦૦ કલાકે અપાયેલ મંદ ઘેનના ઈન્જેક્શનની અસર લગભગ સવારે ૪-૦૦ કલાકે દૂર થવા માંડી, પાંચ વાગે પૂજ્યશ્રી સંપૂર્ણ ભાનમાં આવી ગયા હતા....
મહાત્માઓએ પ્રતિક્રમણ-પડિલેહણાદિ-ચૈત્યવંદન આદિ આવશ્યક ક્રિયાઓ કરાવીને નવકારશીના સમયે પચ્ચક્ખાણ પરાવીને દવાઓ તથા અનુપાન વપરાવ્યા. પૂજ્યશ્રી કંઈક સ્વસ્થ જણાતા હતા. છેલ્લા ત્રણ દિવસના ખૂંખાર યુદ્ધમાં કર્મરાજા સામે જરાપણ મચક આપી ન હોવાના કારણે હવે કર્મરાજાએ પણ પોતાના હથિયાર હેઠાં મૂકી દીધા હોય તેવું જણાતું હતું...
સાહેબને સતત અરિહંત ‘નેમિનાથ’ની ધૂન સંભળાવવાનું ચાલતું હતું, થાકના કારણે થોડો થોડો વખત તંદ્રામાં આવી જતાં તે વખતે ધ્યાન દોરવામાં આવે તો પુનઃ ઉપયોગ પૂર્વક સાંભળતા હતા.. પહેલા જેવી કારમી વેદના ન હતી છતાં કોઈપણ હિસાબે ચેન પડતું ન હતું.. બપોરના સમયે થોડી થોડી વાર વેદના ઉપડતી અને શમી જતી હતી... આથી બપોર દરમ્યાન અનેકવાર લઘુશંકાની ઇચ્છા થવા છતાં શંકાનું નિવારણ થઈ શકતું ન હતું. હવે કીડની પણ નિયમિત કામ કરતી બંધ થઈ ગઈ હતી.. સંધ્યાકાળનો સમય થયો. કંઈક સ્વસ્થતા જણાતી હોવાથી મહાત્માઓએ તરત જ ચૌદશનું પક્ષી પ્રતિક્રમણ શરૂ કરી દીધું...
ધીમે ધીમે પૂજ્યશ્રી તંદ્રાવસ્થામાં જતા હતાં તે વખતે પ્રતિક્રમણ ઠાવવાનો અવસર આવતાં મુનિ હેમવલ્લભવિજયજીએ સાહેબનું તે તરફ ધ્યાન ખેંચાય અને ઉપયોગ રહે તે માટે મોટા સ્વરમાં ધીમે ધીમે કહ્યું ‘સવ્વસ્ટ વિ દેવસિઅ દુચિંતિઅ દુખ્માસિઅ દુચ્ચિટ્ટિસ' આટલું કહીને અટકી ગયા અને પૂજ્યશ્રી
પૂજ્યશ્રી દેહનું દમન કરનાર હતા...
૧
Jain Edupano
તરફથી પ્રતિભાવ માટે આતુરતાપૂર્વક તેમના મુખ સામે જોતાં રહ્યા. કાંઈ પ્રત્યુત્તર ન મળ્યો તેથી બીજીવાર તે રીતે જ બોલ્યા તેની સાથે જ પૂજ્યશ્રીએ થોડા મોટા અવાજમાં ખૂબ જ સ્વસ્થતાપૂર્વક, શુદ્ધ-ઉચ્ચારણ સાથે આત્મા ઉપર રહેલા અનંતાઅશુભ કર્મોના જથ્થાને ભસ્મીભૂત કરતા હોય તેમ ‘મિચ્છા મિ દુક્કડમ્’ રૂપી વચન બોમ્બનો ધડાકો કર્યો અને પછી શેષ પ્રતિક્રમણ દરમ્યાન થોડીવાર થોડીવાર જાગૃત રહેતા, વળી તંદ્રામાં ચાલ્યા જતાં ધ્યાન ખેંચાતા પુનઃ ઉપયોગ રાખતાં... આ રીતે તેઓશ્રીના જીવનનું ચરમ પ્રતિક્રમણ પૂર્ણ થયું.. અને સંપૂર્ણતયા બાહ્યભાવોથી મુક્ત આત્મધ્યાનમાં એકતાન થવા લાગ્યા...
અંતિમ અવસ્થાઃ
દુર્લભ એવા મનુષ્યભવમાં લોકોત્તર જૈનશાસનમાં જિનેશ્વર પરમાત્માએ પાપશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટે પ્રરૂપેલી પ્રતિક્રમણની ક્રિયા પૂર્ણ થતાં પૂજ્યશ્રીને આત્મચિંતન કરતાં કરતાં થોડી જ વારમાં લગભગ ૮ વાગે ઊંઘ આવી. તે અવસરે મુનિ હેમવલ્લભવિજયજીએ સહવર્તી મહાત્માઓ તથા ત્યાં હાજર જૂનાગઢ સંઘના ભાગ્યશાળીઓને જણાવ્યું કે “જેવા સાહેબ ઊઠે કે તરત મને ઊઠાડી દેજો. હું અહીં જ થોડીવાર આડો પડું છું.’ લગભગ રાત્રિના ૧૧.૦૫ કલાકે સાહેબ થોડા જાગૃત થયા. તે અવસરે બાજુમાં સુતેલા મુનિ પણ સ્વયં જાગી ગયા.. પૂજ્યશ્રી આંતરપીડાનો સતત અનુભવ કરતાં હોવા છતાં બહાર સમભાવ રાખી કોઈ પણ જાતના અસહિષ્ણુતાના ઉદ્ગારો મુખમાંથી ઉચ્ચાર્યા વગર મુનિ હેમવલ્લભવિજયજીની સાથે અરિહંત...અરિહંત...અરિહંત... અરિહંત...
અરિહત... અરિહંત... અરિહંત.. અરિહંત... અરિહંત...નેમિનાથ... નેમિનાથ...અરિહંત અરિહંત..નેમિનાથ... નેમિનાથ.. અરિહંત...
Tu Prva & Personal Use Only
www.janboy.org