SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ લહિયાઓની જુદી જુદી શ્રેણિ જુદા જુદા વિષયના ગ્રંથા લખ્યું જતી હોય. ત્યારે હેમાચાર્ય ક્રમશઃ એક પછી એક શ્રેણિની સમીપે જાય, જે શ્રેણિ જે વિષયનો ગ્રંથ લખતી હોય તેને તે વિષયના શ્લોકો કે પાઠ બોલી સંભળાવે, તે લોકો તેટલું યાદરાખીને લખતા થાય ત્યાં તો બીજી શ્રેણિ, ત્રીજી શ્રેણિ એમને દરેકની પાસે જઇ, તે તે વિષયનો પાઠ મનોમન નિર્માતો જાય તેમ બોલતા જાય અને પેલાઓ લખ્યું જ જાય. બધી શ્રેણિઓ પાસે ફરીને પાછા પહેલી શ્રેણિ જ પાસે જ પહોંચે ત્યારે તે લોકો માંડ પુરૂ લખી રહ્યા હોય, અને તે પૂરૂ થયે તરત જ તે વિષયનું સંધાન આગળ લંબાવાય. જ્ઞાનયજ્ઞ શું તેનાં આછો અંદાજ આપવા માટે આટલી હકીકત પર્યાપ્ત છે. તો બીજી તરફ, સિદ્ધરાજ જયસિંહ અને પરમાહત કુમારપાળ એમ બે બે સોલંકી અને વિક્રમી રાજાઓના શાસનકાળને આવરી લેતા વિશાળ સમયપટ ઉપર પોતાની જવલત કારકિર્દી પાથરનાર હેમચન્દ્રાચાર્યે, રાજા અને પ્રજાના સંસ્કાર વારસાને નિર્માણ કરવામાં ઘડવામાં, પુષ્ટ અને પલ્લવિત કરવામાં, ઓજસ્વી અને પ્રબળ બનાવવામાં કાય કયારેય પાછું વળીને જોયું નથી. . પરહિત તે ધર્મ અને પરપીડન તે અધર્મ આ છે જીવનધર્મનો પા. હેમચન્દ્રાચાર્યે આ પાયો રાજા પ્રજાના હૈયામાં યોગ્ય રીતે નાખ્યો. જીવદયા પાળવી તે. એમની ધર્મવ્યાખ્યાનું પહેલું ચરણ હતું. વ્યસન મુકિતએ એનું બીજું ચરણ હતું. માસ-મદ્ય નિષેધ એ કેટલાક પરપીડન પ્રેમીઓને કે નૈતિક મૂલ્યોની મહત્તા ન સમજનારાને વેવલાવેડા જેવો કે સાંપ્રદાયિકતાના આગ્રહ જેવો તે વખતે પણ જણાતો હતો, આજે પણ જણાય રે આજના આ ગુજરાતના શાસક કક્ષાના અમુક લોકો તો ઊઘાડે છોગે બોલતા થયા છે કે માંસાહાર મસ્ત્યાહાર નિષેધ એ તો મધ્યયુગના વહેમ અને અંધશ્રદ્ધા છે. હવેના વિજ્ઞાનયુગમાં એવા વહેમો ન ચાલી શકે. પણ ગુજરાતની પ્રજાના લોહીમાં અહિંસા, જીવદયા, વ્યસનમુકિત સ્વસ્થ જીવન, માનવતા, પરગજુ મનોવ્ાત્તે, પાપાચારથી ભય, ધર્મસહિષ્ણુતા વગેરે ઉમદા અને સ્પૃહણીય તત્વોનો જો પ્રવેશ અને ચિરનિવાસ થઇ શકયો હોય તો તે હેમચન્દ્રાચાર્યનો જ પ્રભાવ અને પુરૂષાર્થ છે. એમાં લેશ પણ ' શંકાનો સ્થાન નથી. Jain Education International . ગઇ કાલ સુધી ગુજરાતની પ્રજાએ આ સંસ્કાર સમૃદ્ધિને જાળવી રાખી હતી. અહીં એક બાજુ ગામે ગામે પાંજરાપોળો હતી.જીવાતખાના હતા.તો બીજી બાજ કોમી એખલાસ પણ મોમાં આંગળા નખાવે તેવો અનુપમ હતો. દારૂ મંદિરા તરફ ભારોભાર ધુણા હતી, તો મહાજનો અને મોટેરા સામે છાકટા થવામાં પણ નાનપ અનુભવાતી હતી. એકાદ મૂંગા મરતા જીવને બચાવવા માટે પ્રાણાર્પણની તત્પરતા હતી, તો સમયનો સાદ પડયે દેશ રાજયના ને પ્રજાના રક્ષણ માટે મરી ફીટવાની જિગર પણ જોવા મળતી. આ બધીયે પરિસ્થિતિનું મૂળ શોધવું હોય તો તે માટે આપણે ૯૦૦ વર્ષ ઓળગવા પડે. ત્યારે આપણને દેખાય એક તેજ છલકતો સંસાર નીતરતો પ્રેમા જાદુથી પારકાને પણ પોતીકા બનાવતો વીતરાગી યુગપુરૂષ ઘડીકમાં કવિડિતોના માન મુકાવતો હોય, ઘડીકમાં પ્રજા ધર્મ સહિષ્ણુતાના પાઠ પઢાવતો હોય, કયારેક સંસ્કા ગંગાના વહેણમાં રુકાવટ કરવાના કે કચરો નાખવાના પ્રયત્નોને પ્રેમથી અટકાવતો હોય તો કયારેક આત્મસાધનાની અનોખી અમીરીમાં નહાતો હોય. એ યુગપુરુષ હેમચન્દ્રાચાર્યે આપેલો અદ્ભુત સંસ્કાર વારસો હજી ગઈકાલ સુધી આ ગુજરાતને, અને નરવાઇ સમર્પતો જળહળી રહ્યો હતો, એ વારસો આજે જે ઝડપથી લુપ્ત થઇ રહ્યો છે તે ચિંતા પ્રેરે તેવું છે. આજે, ૯૦૦ વર્ષ પછી, માટે જ એ યુગપુરુષને અને એણે આપેલા વારસાને ફરી ફરીને યાદ કરવાની, તાજો કરાવવાની અને વાગોળવાની જરૂર ઉભી થઇ છે, અને એમને યાદ કરવાનું સબળ નિમિત્ત પણ એમની નવસોમી જન્મજયંતિના રૂપે-હાથવગું આવી લાગ્યું છે. આજથી બરાબર નવસો વર્ષ પૂર્વે, વિ.સં. ૧૧૪૫ના કાર્તક શુદિ પૂનમે આ યુગપુરુષનો જન્મ ધંધુક (ધંધુકા)ના એક મોઢ જ્ઞાતીય જૈન પરિવારમાં થયો. પિતાનું નામ ચાચિગ, માતાનું નામ પાહિણી. પાહિણીમાતાને સ્વપ્નું લાધ્યુ એમાં એણે આબો જોયો-રોપેલો. પણ પોતે એ આંબાને ત્યાંથી ઉખેડીને અન્યત્ર રોપ્યો, અને પછી એ ખૂબ ખૂબ ફળ્યો. આ સ્વપ્નનું મનગમતુ ફળ તે હેમચન્દ્રાચાર્ય. ચાંગદેવ તરીકે તેઓ પાહિણીની કખે જન્મ્યા અને તેમની પાંચ વરસની ઉમરે જ, ગુરૂવંદને મા સાથે ગયેલા ત્યારે ખાલી પડેલા ગુરૂના આસન ઉપર તેઓ ચઢી બેઠા, તે જોઇને વિશ્વળ બનેલી માતાને ગુરૂ દેવચન્દ્રસૂરિએ પેલું સ્વપ્નું યાદ દેવરાવ્યું. અને આ બાળક For Private & Personal Use Only પોતાને સોંપી દેવાની માંગણી મૂકી. માએ સ્વપ્નાનો અર્થ યાદ કર્યો. આંબો ઉગ્યો ભલે મારે આંગણે, પણ તેને મારા હાથે હું જ બીજે રોપીશ તો જ તે ફળશે, અન્યથા નહિ, તેણે સ્વયંભૂ નિર્ણય લીધો, અને પોતાના લાડકવાયાને ગુરૂચરણે સમર્પી દીધો. હેમચન્દ્રાચાર્ય જરૂર મહાન, પણ એમને મહાન બનાવવા કાજે પોતાના હૈયાના ટુકડા સમો દીકરો અને તે પરની મમતાનો ત્યાગ કરનારી માતા તો તેથીય મહાન, એમાં સંદેહ કેમ થાય ? બાલ ચાંગાને ગુરૂએ કર્ણાવતી આજનું અમદાવાદમાં વસતા શ્રાવક ઉદયન મહેતાને સોંપ્યો. તેણે તેનું સંસ્કાર વાવેતર કર્યું. નવ વર્ષે, સંવત ૧૧૫૪માં ગુરૂએ તેને સ્તંભતીર્થ ખંભાતમાં દીક્ષા આપી, તેનું ઘડતર આદર્યું. ચાંગદેવમાંથી મુનિ સોમચન્દ્ર બનેલા એ પુણ્યાત્માએ જ્ઞાન અને ચારિત્રની એવી પ્રગાઢ અને અપ્રતિમ સાધના કરી કે તેથી રીઝેલા ગુરૂએ ફકત એકવીસ વર્ષની વયે, સંવત ૧૧૬૬ના અક્ષયતૃતીયાના પુણ્યદિને તેમને આચાર્યપદે સ્થાપ્યા અને હેમચન્દ્રાચાર્ય નામ આપ્યું આ પછીનો લગભગ ચોસઠ વર્ષનો સુદીર્ઘ સમયગાળો તે તેમની યુગપુરુષ તરીકેની જ્વલંત દીપ્તિમંત કારકિર્દીનો ગાળો રહ્યો. આ ગાળામાં તેમણે સારસ્વતમંત્ર સાધ્યો, લાખો શ્લોકોનું સાહિત્ય રચ્યું. રામચંદ્ર અને ગુણચંદ્ર જેવા પ્રકાંડ પંડિત શિષ્યો મેળવ્યા અને કેળવ્યા, બે બે રાજાઓને બોધ આપીને રાજાપ્રજાની પ્રીતિ પ્રાપ્ત કરી, અવસરે રાજાનો રોષ વહોરીને પણ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો આપ્યો, ધાર્મિક સહિષ્ણુતા માનવતાના ધર્મના પ્રેર્યાં કુમારપાળને ઉગાર્યો, ગુજરાતને અને ઉદારતાના ઉચ્ચ આદર્શોનું આ પ્રજાને ગળથૂથીમાં વાવેતર કર્યું. અને આવા તો અસંખ્ય ધ્યેયો સિદ્ધ કર્યા. અને આવી લોકોત્તર કહી શકાય તેવી જાજરમાન કારકિર્દીના છેડે વિ.સ. ૧૨૨૯માં તેમણે ઇચ્છામૃત્યુ સમા સમાધિમય મૃત્યુ દ્વારા દેહનો ત્યાગ કર્યો. આ સંસ્કારપુરુષ, પ્રજ્ઞાપુરુષ અને યુગપુરુષના આદર્શો અને સંસ્કારોને તેમની નવમી જન્મ શતાબ્દીના આ પાવન અવસરે યાદ કરીએ, અને આપણા હાથે નષ્ટ થઇ રહેલા તેમના અહિંસાના અને ધર્મસહિષ્ણુતાના વારસાને પુનઃ જીવિત કરવા પ્રયત્ન કરીએ. 53 www.jainlitiqary.org
SR No.012062
Book TitleAtmavallabh
Original Sutra AuthorN/A
AuthorJagatchandravijay, Nityanandvijay
PublisherAtmavallabh Sanskruti Mandir
Publication Year1989
Total Pages300
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy