________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જોઈએ. પરંતુ સત્ય રીતે વિચારીએ તો જે સન્માન કરે છે તે એક રીતે પોતાનો ઉદ્ધાર કરે છે. આથી ધાર્મિક કાર્યોમાં જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.”
ફાગણ શુદિ પાંચમના દિવસે આચાર્યશ્રીએ આંખનો મોતિયો ઉતરાવ્યો. આચાર્યશ્રી લલિતસૂરિજી ભાવનગરથી વિહાર કરી આચાર્યશ્રીને મળ્યા. પાટણથી શેઠ કેશવલાલ આચાર્યશ્રીને રૂપિયા એક હજાર ધર્મિકોની સેવા માટે ધર્યા. જેઠ શુદિ આઠમના રોજ પૂ. આત્મારામજી મહારાજની જયંતી ઊજવી. સાદડીમાં આચાર્યશ્રીએ ભગવતીસૂત્રની વાચના શરૂ કરી. સાથે સાથે નળ-દમયંતી ચરિત્ર પણ તેઓશ્રીએ વાંચ્યું. સં. ૨૦૦૫નું ચાતુર્માસ આચાર્યશ્રીએ સાદડીમાં કર્યું. કન્યાવિક્ય તેમ જ વરવિય બંધ કરવા અંગે આચાર્યશ્રીએ સંગીન કાર્ય કર્યું. પર્યુષણ દરમિયાન સારી તપશ્ચર્યા થઈ. ધર્મમાં હસ્તક્ષેપ અંગે સરકારનું ધ્યાન ખેંચતા પત્રો ૫૦ જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર લખ્યા.
શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને મુંબઈમાં સન્માન આપવાનો જે સમારંભ તા. ૨૮મીએ થવાનો હતો તે અંગે નીચેનો પત્ર તા. ૨૪-૯-૧૯૪૯ના રોજ પાઠવ્યોઃ “આવા સમારંભમાં અવશ્ય કોઈ સમાજ-સુધારાનું નકકર કામ થવું જોઈએ. આપની જાણમાં છે કે શ્રી જૈન સંઘની કેટલી અવ્યવસ્થા થઈ રહી છે, સંધસત્તાનો દુરુપયોગ થઈ સંધસત્તા જેવી કોઈ ચીજ રહેવા પામી નથી. આપ સમજો છો કે કોઈ પણ સત્તા અધિકારી વિના ચાલતી નથી અને શોભતી પણ નથી. આપ સમજુઓને વધારે સમજાવવાની જરૂર રહેતી નથી. આ સમયે અમને મરહૂમ શેઠ મનસુખભાઈ ભગુભાઈ અને શેઠ લાલભાઈ દલપતભાઈ યાદ આવે છે. એઓ કેવી કુનેહભરી વાતથી સર્વ કોઈનું મન રાજી કરી શકતા હતા. અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની સામાન્ય સભામાં કંઈક ગરબડ મચી હતી. પણ બંને ભાગ્યશાળીઓએ કેવી બુદ્ધિથી એ ગરબડને શાંત કરી દીધી તે આપનામાંથી ઘણુ સજજનો જાણતા હશે!... શેઠશ્રી કસ્તુરભાઈએ પોતાનું નામ ગુણસંપન્ન બનાવી સર્વને પોતાની કસ્તુરીની વાસનાથી વાસિત કર્યા છે. અમે ઇચ્છીએ છીએ કે પૂર્વોક્ત બંને ભાગ્યવાનોએ કરેલા સંકેતને ધ્યાનમાં લઈને તેઓનું નિર્ધારિત કામ પૂરું કરી સુચશના ભાગી બને એવી અમારી અંતઃકરણની આશા છે.”
સં. ૨૦૦૬ની શરૂઆતમાં આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ મહુવા મુકાવે કાળધર્મ પામ્યા. આચાર્યશ્રી અને તેઓશ્રીના મિલનો ઠેર ઠેર થયેલાં. બંને વચ્ચે સમભાવની લાગણી જન્મી હતી. આ પ્રસંગે આચાર્યશ્રીએ સંવેદના પ્રકટ કરી.
આચાર્યશ્રીની ૮મી જન્મજયંતી સાદડીમાં સુંદર રીતે થઈ. આ પ્રસંગે આચાર્યશ્રીએ પંજાબના ઉદ્ધારનો અનુરોધ કર્યો. સાદડીમાં સ્થિરતા કરી અને ત્યારબાદ વિજાપુર પધારી ત્યાં અંજન-શલાકા કરાવી. સાદડીના સંધે આચાર્યશ્રીને શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અધિવેશનમાં હાજરી આપવા સવિનય અનુરોધ કર્યો. બિજોવામાં મુનિશ્રી પુણ્યવિજ્યજીએ જેસલમેરના જ્ઞાનભંડારનો આચાર્યશ્રીને ખ્યાલ આપ્યો. વાકાણથી વિહાર કરી આચાર્યશ્રી ફાલના પધાર્યા. અહીંના સંધમાં આચાર્યશ્રીએ સંપ કરાવ્યો. આચાર્યશ્રીની સંનિધિમાં આચાર્ય શ્રીલલિતસૂરિજી સં. ૨૦૦૬ના મહા શુદિ નોમના રોજ કાળધર્મ પામ્યા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી વરકાણું જૈન વિદ્યાલય તેમ જ મારવાની અનેક સંસ્થાઓના ઉત્કર્ષમાં અને સામાજિક સુધારણાઓમાં સ્વ. આચાર્યશ્રી લલિતસૂરિજીનો અનન્ય સાથ આચાર્યશ્રીને મળ્યો હતો. આચાર્યશ્રીએ શાંત સમભાવે આ વિયોગ સહન ક્યો અને જણાવ્યું: “કાળની ગતિ વિચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org