SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તા. ૧૮-૧-૧૯૪૭ના રોજ કલ્પસૂત્રની પ્રત અંગે આચાર્યશ્રીને પત્ર લખ્યો અને તેમણે તેનો સાનુકૂળ જવાબ આપ્યો. - ઈ. સ. ૧૯૪૭ના દિવસો આવતા હતા. પંજાબમાં અનેક જાતની ભડક હતી અને વાતાવરણમાં ભયાનકતા હતી. તા. ૧૧-૩-૧૯૪૭ના દિવસે ચોવીસ કલાકના કફર્યનો અમલ થયો. ઉપાશ્રયના રક્ષણ માટે સંઘે પચીસ માણસોની દરરોજની વ્યવસ્થા કરી. અમૃતસર, લાહોર વગેરે શહેરોમાં તોફાનો શરૂ થયાં હતાં. લાઠીમાર અને ગોળીબાર દરરોજની વાત બની ગઈ. ૧૪૪મી કલમનો ભંગ અને ભયંકર રાજકીય અશાંતિ ચાલુ થઈ ગયાં હતાં. તા. ૨૦-૩-૧૯૪૭ના રોજ મહાવીર રાહત સમિતિના તારના જવાબમાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “હજુ ગુજરાનવાલામાં કશું તોફાન નથી. ૧૪૪મી કલમનો અમલ ચાલુ છે. પંજાબની અશાંત પરિસ્થિતિને લીધે પૂ. ગુરુમહારાજનો કાળધર્મ અર્ધ શતાબ્દી મહોત્સવ મુલતવી રખાયો છે.” ચિત્ર શુદિ તેરસના દિને આચાર્યશ્રીએ મહાવીર-જયંતીની શાનદાર ઊજવણી કરી. મામલો તંગ બનતો જતો હતો. જાનમાલની સલામતી નહોતી. કફર્યનો અમલ વ્યા૫ક કરાતો જતો હતો. તાર ઉપર તાર અને પત્રો ઉપર પત્રો આચાર્યશ્રીને મળતા હતા. બિકાનેરથી જેનોની વ્યવસ્થા માટેનો પત્ર આવ્યો. ફાલનાથી આચાર્યશ્રી વિજયલલિતસૂરિજીનો તાર આવ્યો. તા. ૬-૫–૧૯૪૭ના દિવસે રાતના દશ વાગે શ્રી આત્માનંદ જેનગુરુકુળના દરવાજાને આગ લગાડવાનો હીચકારો નિષ્ફળ પ્રયાસ થયો. તા. ૨૭––૧૯૪૭ના રોજ બાબુ જ્ઞાનચંદજી દુગડના અધ્યક્ષપદે શ્રી આત્મારામજી મહારાજની જયંતી ઊજવાઈ. ઉપાશ્રયમાં વિવિધ પ્રવચનો થયાં. ભારતીય જૈન સ્વયંસેવક પરિષદના બીજા અધિવેશન પ્રસંગે આચાર્યશ્રીએ સંદેશો પાઠવ્યો. તોફાનો વધતાં જતાં હતાં. ૪૮-૭૨ કલાકના કફર્યનો અમલ થયો. ગુરુદેવના સમાધિમંદિરને આગ લગાડવામાં આવી. ત્રણ દરવાજા અને બે બારીઓ બળી ગઈ છતાં પણ પ્રતિમા અને ગુદેવની પાદુકા બચી ગયાં. નાનકપુરામાં મોટું તોફાન થયું પણ આચાર્યશ્રી મકકમ હતા. કોઈ જાતનો દેહનો ડર એમણે રાખ્યો નહિ. તા. ૯-૭–૧૯૪૭ના રોજ ઉપાશ્રય પર ત્રણ બૉમ્બ નખાયા. એક બૉમ્બ તો ૫૦ શ્રી સમુદ્રવિજયજીની નજીક જ પડયો, પણ શાસનદેવની કૃપાથી કોઈને નુકસાન પહોંચ્યું નહિ. બધા જ બચી ગયા. આત્માનંદ જૈન ગુરુકુળની પ્રતિમાઓ બિકાનેર મોકલાવી. તા. ૨૪-૭-૧૯૪૭ના રોજ પરિસ્થિતિ વધુ બગડી. હિંદુઓ ખાસ કરીને ગુજરાનવાલામાં રહ્યા હતા. પાલણપુરથી આચાર્યશ્રી લલિતસૂરિજીના તેમ જ અન્ય ઠેકાણેથી આચાર્યશ્રીની પૃચ્છા કરતા પત્રો તેમ જ તારો આવતા હતા. આચાર્યશ્રીએ તા. ૭-૮-૧૯૪૭ના રોજ પત્ર લખ્યો. તેમાં તેઓશ્રીએ જણાવ્યું: “લોકો તેમ જ તમારા પત્રથી ભક્તિ અને ધર્મ પ્રત્યેની લાગણીનો ખ્યાલ આવે છે. પણ એક વાત વિચારવા જેવી છે. કોઈ પણ શાહુકાર પોતાની જૂની દુકાન, ઈજત અને આબરુનો સવાલ વિચારે તો એ પોતાના જીવન પર ડાઘ પસંદ નહિ કરે. બે-આબરૂ થવું તેના કરતાં મોત પસંદ કરે. થોડી જિંદગીની ખાતર આખી જિંદગીની કમાઈ છોડી દેવાય—એ વસ્તુ વ્યાજબી નથી. “જ્ઞાનીએ જે દીઠું હશે તે થશે” એવા જ્ઞાની મહારાજના વચન ઉપર શ્રદ્ધા રાખીએ છીએ. શ્રી શાસનદેવ તથા સદગુરુની કૃપાથી આજ સુધી ચારે બાજુની આગ છતાં બચાવ થતો રહ્યો છે. આથી કોઈ પ્રકારની ફિકર કર્યા વિના ભગવાન પર શ્રદ્ધા રાખી કર્મમાં જે ભોગવવાનું હશે તે ભોગવીશું. જ્ઞાની મહારાજના નિશ્રય અને વ્યવહારના વચનો પર ખ્યાલ રાખીશું: “જ્ઞાનીએ જે દીઠું હશે તે થશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy