SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી पूर्णो मनः स्थिरोऽमोहो ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ॥ १ ॥ विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः । अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ॥ २ ॥ ध्याता कर्मविपाकानामुद्विनो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्तः शास्त्रदृग् निःपरिग्रहः || ३ || शुद्धानुभववान् योगी नियागप्रतिपत्तिमान् । भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः ॥ ४ ॥ स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिर्महोदयं ज्ञानसारं समधिगच्छति ॥ ५ ॥ અર્વાચીન યુગના એક ધડવૈયા અને જૈન સમાજના એક પ્રખર નેતા સ્વ॰ આચાર્ય વિજયવલ્લભસુરીશ્વરજીના જીવનના વ્યાપક પ્રસંગો લખતાં ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત જ્ઞાનસારમાં મહામુનિના જે બત્રીસ ગુણોનો નિર્દેશ કરેલો છે તેની યાદ આવે છે. આ બત્રીસે ગુણો તો જીવનમાં અનોખી સિદ્ધિ મેળવેલા મહામુનિમાં હોય છે. અને જૈન સમાજ એ રીતે બડભાગી કહેવાય કે આજના યુગને લક્ષીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સ્વ॰ આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજીએ જીવનનું અનોખું દર્શન કરાવી આજના સમાજને સચોટ માર્ગદર્શન આપેલ છે. - ૧૯૨૭ના કાર્તિક સુદિ ખીજના દિવસે વડોદરા મુકામે આચાર્યશ્રીએ ઇચ્છાભાઈની પવિત્ર કુક્ષિએ જન્મ લીધો. એમના પિતાશ્રીનું નામ દીપચંદભાઈ. સૌથી નાનાનું નામ મગનલાલ. મહાલક્ષ્મી, જમના અને રુક્ષ્મણી એ ત્રણ બહેનો. એમનું સંસારી નામ છગનભાઈ. બાળપણમાં જ તેમના પિતાશ્રીનું અવસાન થયું. માતાના રોપેલા ધાર્મિક સંસ્કારોના ખીજ પૂરેપૂરા છોડ અને ઝાડવામાં પલટાય તે પહેલાં જ તેમનાં માતુશ્રી મૃત્યુ પામ્યાં. આ જ સમયે પૂ॰ આત્મારામજી મહારાજ સશિષ્ય વડોદરા પધાર્યાં અને એમના દર્શને છગનભાઈમાં નવી પ્રેરણાનો આવિર્ભાવ થયો. પ્રેરણાનું એક જ અમીબિંદુ અને છગનભાઈનું જીવન ધન્ય બન્યું. સંસારની આસક્તિ છૂટી, તૂટી અને છગનભાઈ નવી દુનિયાના માનવી થઈ ગયા. ધીમે ધીમે કુટુંબમાં વિરક્તિ આવી અને સગાંસંબંધીના અનેક અવરોધો અને પ્રયત્નો છતાં ચે કુટુંબની સંમતિ મેળવીને સં૰ ૧૯૪૪ના વૈશાખ શુદિ ૧૩ના દિને સત્તર વર્ષની યુવાન વયે રાધનપુરમાં દીક્ષા લીધી અને મુનિશ્રી હર્ષવિજયજીના શિષ્ય થયા. રાધનપુરમાં પ્રથમ ચાતુર્માંસ કર્યાં. પૂ આત્મારામજી મહારાજની સીધી દોરવણી નીચે જૈન ધર્મના સંસ્કારો મેળવ્યા અને સં૰ ૧૯૪૫માં મહેસાણામાં બીજું ચાતુર્માંસ કર્યું. પાલીમાં સં૦ ૧૯૪૬ના વૈશાખ શુદિ દશમના દિવસે પૂ॰ આત્મારામજી મહારાજે વડી દીક્ષા આપી અને આત્મપ્રબોધ તેમ જ કલ્પસૂત્રની સુબોધિકા ટીકાનું અધ્યયન કર્યું. સં॰ ૧૯૪૬માં દિલ્હીમાં શ્રી હર્ષવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. મુનિએ ચોથું ચાતુર્માંસ માલેરકોટલામાં કર્યું. આ સમયે ન્યાય, અમરકોષ, અભિધાનચિન્તામણિ, દશવૈકાલિકસૂત્રની, શ્રી હરિભદ્રસૂ રિ મહારાજ વિરચિત બૃહદ્દીકા તથા આચારપ્રદીપનો અભ્યાસ કર્યો. સં૦ ૧૯૪૭માં પટ્ટીમાં પાંચમું ચાતુર્માસ કર્યું, અને ‘ચંદ્રપ્રભા’ વ્યાકરણનું અધ્યયન શરૂ થયું. જ્યોતિષનો અભ્યાસ કર્યો તેમ જ શ્રીઆવશ્યકત્રનું પણ અધ્યયન કર્યું. સં૦ ૧૯૪૮ના કાર્તિક વદિ પાંચમના દિવસે મુનિશ્રીવલ્લભવિજયજીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy