SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીરનો અંતિમ દષ્ટિનિર્દેશ! ૨૫ જ્ઞાનના પરમપ્રકાશ પાથરનાર, કોઈ જ્ઞાનપ્રચાર તો કોઈ ક્રિયાચાર ઉદ્ધાર કરવા આવ્યા હતા–-આવે છે. મહાન આચાર્યો, જીવનકાર્યનાં જયોતિ પ્રકટાવવાના ભગીરથ કાર્યનો આરંભ, ત્યાગજીવનની ઉષા આરંભે જ આરંભી દે છે અને પ્રાયઃ તે પૂર્ણ કરવા છેલ્લા શ્વાસપર્યત પ્રયત્નશીલ રહે છે–તે પછી જ વિરમે છે. ત્યારે શાંતિ, આત્માનંદ ને સંતોષની જે આભા અંતિમ પળે એમના વદન પર રમે છે એ દેવોને યે દર્શનીય હોય છે. વડોદરાના નીલવણ સરવરિયે પ્રકટેલું, રાધનપુરમાં વિકસેલું, પંજાબમાં પૂર્ણ પરિબળ પાથરતું આ દિવ્ય શતદલપા એટલે જ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી. એ જ દિવ્ય જ્યોતિનાં પ્રાકટય પૂર્વભવનાં પુણ્યોદયે-મહાત્યાગરૂપ-એને વધુ જ્યોતિર્મય બનાવે છે. અવિરત આત્મભોગ અને ગુરુકપા એને અભુત જયોતિર્ધર નિર્માણ કરે છે. એ દિવ્ય જયોતિમાં પ્રકાશનાં પરિવર્તનશીલ, ક્રાન્તિકર, શાસનકાણુકર માનવોદ્ધારનાં દિવ્ય દર્શન કરાવનાર દીપ-દર્શન તે આપણા જગવલ્લભ! લધુ આત્મારામજી ! જૈન સમાજનો મહાનિધિ ! એ જ્યોતિ પૂજ્ય આચાર્યદેવની આસપાસ કેટલાંયે મહાયોતિનાં વર્તુલો રમતાં કરી મૂકે છે? પૂ૦ બુટેરાયજી મહારાજ, પૂવિજયાનંદસૂરીશ્વરજી, પૂ. વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી, પૂ. વિજયનેમિસૂરીશ્વરજી, પૂ૦ સાગરાનંદસૂરીશ્વરજી, પૂ. વિજયનીતિસૂરીશ્વરજી, પૂવિજયસિદ્ધિસૂરીશ્વરજી આદિ અનેક મહાયોતિધરોનાં મહાયોતિ આ જ્યોતિને મહાજ્યોતિવંત-સજીવ–બનાવે છે. એમનાં સ્વાનુભવના રશ્મિ, એમને પ્રતિભાવંત, ઉદ્યોતકર, ચેતનવંત બનાવે છે! મહાન જોગંદરોના વારસ-વારસે મળેલ અનંતઆત્મરિદ્ધિ સાથે જગતકલ્યાણની મહામૂલી પદયાત્રાએ નીકળી પડે છે. એ જાય છે–ચાલ્યા જાય છે. સાથેના પરિવારને એને આંબી લેવા દોડવું પડે છે. જંગતું જેમાં કરે છે–કોઈ ઑલિયો ચાલ્યો જાય! અને એણે નિર્ણય ર્યો: “પ્રાણાર્પણે પણ મારું શાસન ચેતનવંતુ બનાવી દઉં! અજ્ઞાનનાં પડલ ઉતારવા પાઠશાળાઓ-હાઈસ્કૂલો-કોલેજો–ગુરુકુળો ખોલી દઉં! જૈન જનતાને માટે બૅન્કો ઊઘડી પડે, આધિ-વ્યાધિ-ઉપાધિથી થાક્યાના વિરામ માટે ધર્મશાળાઓ પ્રકટાવી દેવાય! જૈન કોલેજ તો ઠીક, જૈન યુનિવર્સિટીની જોતિ ઝબકાવી દઉં! ફીરકાફીરકાના ભેદની દીવાલો જમીનદોસ્ત કરું! ભગવાન મહાવીરના દીકરાઓનાં હૃદયમાં જડ ઘાલી બેઠેલ દષ્ટિવિષશળ ખેંચી કાઢું! ઉપાશ્રયની ચાર દીવાલોની બહાર વીરનો સંદેશ લલકારું! વિશ્વધર્મસમાન જૈનધર્મને વિશ્વમાં-વિદેશોમાં ફેલાવી દઉં! મારા વીરની જયંતી જગતના ચોકમાં ઉજવાતી કરું! નવકાર ગણનાર જૈન બો—અયાચક જૈન નાગો ભૂખ્યો હોય, સીઝાતો હોય ત્યાં સુધી આ પાત્રમાં આણેલી ગોચરી કેમ વપરાય? રેશમી ગરમ શાલો કેમ ઓઢાય? ઉદ્યોગ-ધંધા વિના અટવાતી જૈનાલમને ઉદ્યોગ-ધંધે લગાડી સુખી કેમ બનાવાય? લક્ષ્મીનંદનો મહોલાતે મહાલે પણ સામાન્ય જનનું શું ? માનવતા મરતી જાય છે એમાં સ્વાર્પણ વડે સજીવન મંત્ર કંકી માનવતા પાછી કેમ લાવી શકું? જૈન . કોન્ફરંસ જેવી જૈન સમાજની પાર્લામેન્ટ, જૈન મહાપરિષદ, પૂર્ણ તંદુરસ્ત, ધર્મ અને ધર્મસ્થાનોની રક્ષક, કેળવણી અને જ્ઞાનપ્રચારક, અને જૈન સમાજના સર્વાગી વિકાસ માટે સે કાંઈ કરી છૂટનાર કેમ બનાવી દઉં ? ગોડીજીનો ઉપાશ્રય-જ્ઞાનભંડાર-જ્ઞાનપ્રકાશન–આત્માનંદસભા એ સૌ પરમ સુંદર અને ઉપયોગી કેમ બને ? કલિકાલસર્વજ્ઞ ભગવન હેમચંદ્રાચાર્યકત ત્રિશષ્ટિશલાકાપુરષચરિત્ર-જૈન તવાદર્શ –શત્રુંજય મહાગ્ય જેવા અનેક ગ્રંથોને હિન્દીમાં અને અંગ્રેજીમાં તૈયાર કરાવી જૈનદર્શનની જયોત વિદેશોમાં કેમ ફેલાવું? મારું રાષ્ટ્ર–અવતારભૂમિ ભારત–એની સેવા કરવા સૌને કેમ જગાડું? શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે અને કોન્ફરંસ માટે વ્યાખ્યાનો આપી આપી લાખોનાં ફંડ થયાં છે તેની યોગ્ય વ્યવસ્થા કેમ કરાવી શકું? કેટલાય બગભક્તો, સ્વાર્થી ખુશામતી અને તકસાધુઓને ખુલ્લા પાડ્યા સિવાય એમને કેમ સુધારી કર્તવ્યપથે દોરું? આવા આવા અનેક મનોરથો સેવતા એ મહામાનવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy