SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીરનાં સંસ્મરણો ૧ “ જેમનાં વાક્યરૂપ અમૃતનું પાન કરનારને સુધા નીરસ લાગે છે, જેમનાં વાક્યના અર્થનો વિચાર કરવાથી સ્વર્ગ પણ જેલખાનું લાગે છે, જેમની વિશદ વાણીથી વાસિત મનવાળાને જગત ની માફક તુચ્છ લાગે છે એવા શ્રી ગુરુ વલ્લભ નામવાળા મુનિને હંમેશાં નમસ્કાર કરું છું. ' " એક ત્રીજી ઘટના : અખંડ હિંદુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ ભાગલા પડ્યા. તે સમય એક કટોકટી અને ભયંકરતાનો સમય હતો. સર્વત્ર લૂંટફાટ, મારામારી અને આગની બૂમરાણ સંભળાતી હતી. માણસમાંથી જાણે માણસાઈ દૂર ચાલી ગઇ હતી ! ખૂન સામે ખૂન અને ‘· વેર સામે વેર ’નાં સૂત્રો પોકારાઇ રહ્યાં હતાં. આવા કટોકટીના સમયે પૂજ્ય ગુરુદેવ ગુજરાનવાલા શહેરમાં હતા. એ શહેર પાકિસ્તાનમાં ગયું હોવાથી ત્યાંથી અનેક હિંદુઓ હિજરત કરી રહ્યા હતા, અને તેને સ્થાને ત્યાં મુરિલમોનાં જૂથનાં જૂથ ધસી રહ્યાં હતાં. સમગ્ર વાતાવરણ અગ્નિકાંડ, અત્યાચાર અને લુંટફાટથી કલુષિત બન્યું હતું. આવે સમયે પૂ॰ ગુરુદેવે સમગ્ર સંઘને શાંતિ અને ધીરજ જાળવવા ઉપદેશ આપ્યો અને જાહેર કર્યું કેઃ “ જ્યાં સુધી સંધનો એક પણ બાળક અહીં હશે ત્યાં સુધી માત્ર જીવ બચાવવા ખાતર હું અહીંથી એક ડગલું પણ નહિ ભરું ! '' ગુરુદેવનું આ વચન સાંભળી સંઘની શ્રદ્ધા વધી ગઈ. સૌને ખાતરી થઈ કે પૂ॰ સૂરિઝમાં અજબ પ્રકારની ધીરજ, શાંતિ અને સહનશીલતા હતી. તેમનામાં પરોપકાર અને અલિદાનની તીવ્ર ભાવના હતી. પરને માટે સ્વાર્પણ કરવાની ઊંડી ધગશ અને તમન્ના હતી. પૂ॰ ગુરુદેવ અને તેમના શિષ્યોનો ઉપાશ્રયમાં વસવાટ જોઇ એક દિવસ કેટલાક યુવાન મુસલમાનો ક્રોધે ભરાયા. તેમને થયું કે ‘ગુજરાનવાલામાંથી બધા હિંદુઓ અને શીખો ચાલ્યા ગયા તો હજુસુધી આ ભાવાઓ (પંજાબમાં જૈનોને ભાવડા કહે છે) કેમ ગયા નથી ? જાણે પોતાની માલિકી હોય તેમ નિરાંતે શાંતિથી બેઠા છે ! ' તે સમયે એક વૃદ્ધ શાણા મુસલમાને પેલા યુવાનોને સલાહ આપી : “ ભાઈઓ, એ વૃદ્ધ ફકીરને સતાવવામાં સાર નથી. તે હંમેશાં ખુદાના નામની માળા જપે છે. એના પ્રતાપથી જ આ ભક્તગણુ શાંતિથી બેઠો છે. એને છેડવાથી એના કરતાં તમને વધારે નુકસાન થશે; માટે એનું નામ લેશો નહિ ! ” પણુ એ બુટ્ટા વડીલની સલાહ કોણ સાંભળે ? મુસલમાનોએ એક કાવતરું રચ્યું. એક દિવસ વહેલી સવારે ઉપાશ્રયની પાછળ આવેલ ધરોમાંથી એક યુવાન મુસલમાન આવ્યો અને તેણે ત્રણ બૉમ્બ નાખ્યા. ઉપાશ્રય, મંદિર તથા પાછળ આવેલાં મુસલમાનોનાં ધરો સળગી ઊઠ્યાં. અગ્નિની પ્રચંડ જ્વાળાઓ આકાશ સુધી પ્રસરી રહી. પણ આશ્ચર્યની વાત એ હતી કે પૂ॰ ગુરુદેવ કે તેમના શિષ્યમંડળને કશી જ હાનિ થઈ નહિ. ઊલટું, બૉમ્બ ફેંકનાર યુવાન ગોળી લાગવાથી તત્ક્ષણ મૃત્યુ પામ્યો. આવા ચમત્કારમાં આપણને અતિશયોક્તિ લાગે પણ મહાપુરુષોના જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે. તેઓ માત્ર નિમિત્તરૂપ હોય છે પણ સમાજ પર તેની જબ્બર અસર પડતી હોય છે. આ બધી ધટનાઓ પરથી એટલું સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે પૂ॰ ગુરુદેવનું વ્યક્તિત્વ ખરેખર નિરાળું હતું. જ્ઞાન, શ્રદ્દા અને બુદ્ધિનું તેમનામાં અલૌકિક તેજ હતું, તેમના વિચારો, આદર્શો અને સિદ્ધાંતોમાં પ્રગતિનું અકથ્ય ખલ હતું. તેથી જ તેમને યાદ કરતાં હૃદયમાં ભક્તિના મધુર સૂરો રેલાઈ રહે છે ઃ Jain Education International दुःखाब्धौ मज्जतां सर्वजनानां शांतिदायिने । जैनशासनस्तंभाय नमो वल्लभसूरये ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy