________________
૧૫o
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આ પરથી એટલું તો અવશ્ય ફલિત થાય છે કે ધર્મતત્વ એ શાશ્વત અને સર્વવ્યાપક છે. કોઈ એવો દેશ, કાળ કે સમાજ નથી, જેમાં ધર્મતત્વનો અભાવ હોય. ધર્મતત્વને એક યા બીજી રીતે સંસારીઓએ કે ત્યાગીઓએ, ગ્રામીણોએ કે નાગરિકોએ અપનાવેલો જોવામાં આવે છે. કારણ કે ધર્મતવ પ્રત્યેક માનવીના અંતઃકરણ સાથે એવી રીતે ઓતપ્રોત થયેલ છે કે તેને માનવહૃદયથી ટું પાડી શકાતું નથી. - ઘણી વાર આસ્તિકો અને નારિતકોએ એકબીજાને પરારત કરવા માટે તુમુલ યુદ્ધ પણ ખેલ્લાં છે. પરંતુ સાચા જ્ઞાનને અભાવે અહંકારવૃત્તિને પોષ્યા સિવાય વિશેષ કંઈ કરી શકયા હોય એવું જણાયું નથી. ચેતન્યવાદ અને જડવાદ એ બેમાંનો એકે વાદ કદી પણ મૂળ સમૂળો નાશ પામેલ હોય એવું નથી. ઉભય વાદના હિમાયતીઓએ પોતપોતાની મહત્તા સિદ્ધ કરવા આકાશ-પાતાળ એક કરેલ છતાં પોતાની હાર કોઈએ કબૂલ કરેલ નથી.
આપણે એટલું તો અવશ્ય જણએ છીએ કે ત્રણે કાળમાં ચૈતન્યવાદ અને ધર્મતત્વ પ્રત્યે વિચારશીલ મનુષ્યો પોતાની અભિરુચિ બતાવતા જ રહેલા છે. જે વરતુ સર્વમાન્ય અને સર્વવ્યાપક છે તેનો આશ્રય એક યા બીજી રીતે લીધા વિના કોઈને ચાલતું નથી. પછી ભલે તે હિંદુ હોય કે મુરિલમ હોય, બૌદ્ધ હોય કે જૈન હોય, ખ્રિરતી હોય કે જરથોરતી હોય, ગમે તે હોય ! છતાં દરેકે પોતપોતાના ધર્મને જ મહાન માનેલ છે અને એમ માનવાનો દરેકને હકક છે. પરંતુ પોતાની માન્યતા સંપૂર્ણ સત્ય છે, અર્ધસત્ય છે કે સત્યથી વેગળી છે, તેનો વિચાર કરવાની કોઈને પડી હોય એવું જણાતું નથી. આમ છતાં એટલું તો તદ્દન સ્પષ્ટ છે કે ત્યાં કેવળ અહંતાપૂર્વકના આગ્રહનું જ અસ્તિત્વ હોય ત્યાં ધમેતત્ત્વને ર ન હોય. અલબત્ત, ધર્મ શબ્દનું જોડાણ તો પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક પ્રસંગમાં થતું જોવામાં આવે છે. દાખલા તરીકે દેશ, ગ્રામ, વર્ણ, આશ્રમ, સ્ત્રી, પુરુષ, પિતા, માતા, બંધુ, સખા આદિ દરેક શબની સાથે ધર્મ શબ્દનું જોડાણ થતું અનુભવાય છે. કારણ કે ધર્મ શબ્દમાં જ કોઈ અનેરી તાકાત રહેલી છે. એના વિના કોઈ ને પણ ચાલતું નથી. ચિંતિત વરસ્તુને પ્રાપ્ત કરાવનાર ધમે છે. ભીડ પડયે રક્ષણું કરનાર પણ ધર્મ છે. એ એની વાસ્તવિક અને સર્વમાન્ય વ્યાખ્યા પરથી જ સિદ્ધ થાય છે.
ધર્મ શબ્દ ધ ધાતુ પરથી નીકળેલ છે. એનો અર્થ થાય છે, ધારણ કરવું અથવા પોષવું. પૃથ્વીના પ્રત્યેક પદાર્થને જે ધારણ કરે છે અને પોષે છે એનું નામ જ ધર્મ છે. રૂપધર્મનું જે આરાધન કરે તે અવશ્ય નિઃશ્રેયસ્ અને અભ્યદયને પ્રાપ્ત કરી શકે અને એનું જે ઉલ્લંઘન કરે તે સ્વયં વિનાશને વહોરી લે. આ ધર્મનો રવીકાર પ્રત્યેક ધર્મનાં ધર્મશાસ્ત્રોમાં કરેલો જોવામાં આવે છે, પરંતુ જે એકાંત દૃષ્ટિવાળા હોય છે તે કેવળ પોતાના ધર્મનું જ અભિમાન રાખતા દેખાય છે. એ તો માત્ર અભિનિવેશ છે, મિશ્યા છે. આ અભિનિવેશે જ આજે માનવોને માનવતા-વિહોણા બનાવી દીધા છે. એવા મનુષ્યો પોતાના સમાજમાં ચાહે તેવા મહાન મનાતા હોય, પરંતુ ખરી રીતે તો તે પામર જ છે. ઇતર ધર્મોના શાસ્ત્રોને સ્પર્શવામાં પણ તે પાપ સમજતા હોય છે. ખરું કહીએ તો કલ્યાણને બદલે અકલ્યાણને માર્ગે જ તે ગતિ કરી રહેલા હોય છે. જેની એકાંત દષ્ટિ નષ્ટ થઈ ગઈ હોય અને જેને અનેકાંત દષ્ટિ સમ્યગત્યા સાંપડેલ હોય, તે જ સાચો મહાપુરુષ છે. એવા પુરુષો સમય કે પરસમયમાં કશો ભેદ જોતા નથી. પ્રત્યેક ધર્મનાં ધર્મશાસ્ત્રોમાં એ ધર્મતત્ત્વના સત્ય સ્વરૂપને જ જુએ છે. એઓ એમ માનતા હોય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુષ્પાર્થની સંસિદ્ધિ માટે શાસ્ત્રો છે. અપૂર્વ અને મહાન એવા માનવધર્મને ધન્ય બનાવવા માટે એ ચારે વર્ગની અનિવાર્ય આવશ્યકતા છે એમ એ માનતા હોય છે. ધર્મવર્ગ એ સૌમાં શ્રેષ્ઠ છે. એની સંસિદ્ધિ વડે જ બાકીના ત્રણે વર્ગની સાર્થકતા સમજાય છે. ધર્મવર્ગ સિવાય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org