SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાર્થથદ્દાન- સ નમ' એટલે શું? શ્રી સંતબાલ? ઉમાસ્વાતિવાચકે તત્ત્વાધિગમ સૂત્ર રચ્યું છે. જેમાં જૈન આગમોનું સુંદર અને સંક્ષિપ્ત દોહન છે. તે સંસ્કૃતભાષીય ગ્રંથરત્નમાંનું એક સુત્ર આ છે: “તત્વાર્થશ્રદ્ધાન-સમ્યગદર્શનમ. આમાં એકલા તવપરની શ્રદ્ધાને બદલે તત્ત્વ અને તત્ત્વનો અર્થ એ બન્ને પરની શ્રદ્ધાની મુખ્ય વાત છે. તત્વ ભલે ત્રિકાલાબાધિત હોય, પણ તત્વને નિરૂપતા અર્થો નિરંતર બદલ્યા જ કરે છે. તત્ત્વ ભીતરી વસ્તુ છે, જ્યારે અથનો આધાર મોટે ભાગે બહારના સંયોગો ઉપર છે. દા. ત. શરીરરક્ષણને જે તત્વ ગણીએ તો ટાઢમાં ગરમ કપડાં અર્થ થઈ શકે પણ તાપમાં ગરમ કપડાંનો ત્યાગ એ જ અર્થ થઈ શકે. માનવની એક એવી જાણે કુદરતી જેવી થઈ પડી હોય છે કે જે અર્થના આગ્રહોને તો ત્રિકાલાબાધિતની જેમ વળગી રહે છે, પણ તત્ત્વના આગ્રહોની પરવા કરતી નથી. આથી જ જૈનધર્મ જેવો વિશ્વધર્મ કેટલા બધા સંચિત અને વિવિધ વાડાઓમાં પુરાઈ ગયો છે! જૈનો બોલે છે “કેવલી પ્રજ્ઞપ્તિધર્મનું હું શરણ લઉં છું.” પણ વ્યવહારમાં એકાંતવાદી જ બની જતા હોય છે. નહિ તો જે સમકિતમાં વિશ્વવિશાળદષ્ટિ પ્રાપ્ત થાય છે, તે જ સમકિતને નામે પોતપોતામાં કૂતરાંબિલાડાંની જેમ કાં બાઝી મરે ! કેવલી પ્રાપ્તધર્મમાં કેવલી તરીકે જોઈએ તો મરુદેવી માતા પણ આવે અને ભરત ચક્રવર્તી પણ આવે. એક હાથીની અંબાડી ઉપર બેઠાં બેઠાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, બીજો આરીસાભવનમાં શરીર સજાવટ કરતાં કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ બન્ને કેવલીઓનાં સાધનો કેવાં હતાં ? એક તો આશ્રમ તરીકે ગૃહસ્થાશ્રમ અને બીજું વિલાસવૈભવની રાજ્યસામગ્રી. આથી જ જૈનાચાયૉએ ગાયું: “ભાવ એ જ પ્રધાન વસ્તુ છે અને તે કરો બહાર નથી, ભીતરમાં છે. એ ભીતરનો ઝરો જાગ્રત કરવા માટે પ્રત્રજ્યા. અંગીકાર કરો અથવા ગૃહસ્થાશ્રમમાં રહો. સ્થળ ત્યાગ કરો વા ન કરો. અંતરની ગાંઠ મુખ્યત્વે છોડો. નહિ તો બહારની છોડેલી ગાંઠો પણ વધુ બાંધી દેશે તે રખે ભૂલતા. સાધુ થયેલો માનવી પણ અંતરની ગાંઠ મજબૂત થાય તો ચંડકોશિક જેવો સર્ષજન્મ સાધુપણાને અંતે પામે છે અને એક દેડકો પણ અંતરની ગાંઠ છતાં આત્મજ્ઞાનને પથે તરત પડી જાય છે. જે તત્ત્વજ્ઞાન ટેક્કા અને વિષધર નાગ લગી મુક્તિમાર્ગ મોકળો કરાવી શકે, જે તત્ત્વજ્ઞાન દરરોજ સાત સાત ખૂન કરતા અર્જુન માળીને વીતરાગદર્શનમાત્રથી સમકિત અપાવી શકે, તે તત્ત્વજ્ઞાન માત્ર અમુક જ વાડાના માનવીઓ માટે હોઈ શકે એ વાત કેટલી બેદી છે! ગઈ કાલે એક જૈનમુનિરાજને હું મળ્યો. વાતવાતમાં તેઓ કહેઃ “બીજું તો ઠીક; વીતરાગને ન ભૂલશો.” હું સમજી શક્યો છું કે સર્વધર્મપ્રાર્થનામાં મહાવીરની સાથે બીજા ધર્મસંરથાપકોનાં નામો ઘણું જૈન ભાઈબહેનોને ગમતાં નથી. જો કે એમાં તો મુખ્ય ગુણની પાસે જ તે તે ધર્મસંસ્થાપકનું નામ મુકાયું છે અને અહિંસાની દૃષ્ટિએ એ સર્વોપરી ગુણ પાસે મહાવીરનું નામ સૌથી પ્રથમ મુકાયું છે છતાં આમ થાય છે. ગુણપૂજાની દૃષ્ટિએ સર્વ સાધુઓને નમસ્કાર એમ રોજ પંચપરમેષ્ઠીપદમાં ઉચ્ચારતાં આ ભાઈબહેનો એના મૂળ સત્યને જ કેમ ભૂલી જાય છે ? યોગીશ્વર આનંદઘનજીને વારંવાર યાદ કરતાં તેઓ “ષ દર્શન જિન અંગ ભણીને’વાળું સ્તવન કેમ આચરતાં નથી ? અને કાંતવાદની વાતો કરતાં તેઓ બીજા ધર્મોની ઈમારતના રવીકાર ઉપર જ જૈન ધર્મનો વિશ્વધર્મધ્વજ ટકી શકે, તે તરવા કેમ ભૂલી જાય છે? કારણ કે તેમણે માની લીધું છે કે “ પોતે માનેલાં આગમો સિવાય બીજું કોઈ આગમો નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy