SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ખુશફહમ” સિદ્ધિચંદ્રગણિત नेमिनाथ चतुर्मासकम् પ્રા. મંજુલાલ ર૦ મજમુદાર, એમ.એ, એલએલ. બી. પીએચ.ડી., સિદ્ધિચંદ્રગણિ ઉપાધ્યાય એ ભાનુચંદ્રના શિષ્ય થાય. આ બને ગુરુ-શિષ્ય શહેનશાહ અકબરના દરબારમાં રહ્યા હતા અને સન્માનિત થયા હતા. ગર ઉપાધ્યાય ભાનચંદ્ર અકબર પાસે સંસ્કૃતમાં “સૂર્યસહસ્ત્ર નામ” બોલતા; એટલે અકબરશાહ તેમના મુખેથી દર રવિવારે સૂર્યનાં સહસ્ત્ર નામ શ્રવણ કરતા. ઇતિહાસનીસ બદાઉનિ લખે છે કે બ્રાહ્મણોની માફક સમ્રાટ પણ પ્રાતઃકાળે પૂર્વ દિશા તરફ મુખ રાખી ઊભા રહેતા અને સૂર્યની આરાધના કરતા; તેમ જ સૂર્યનાં સહસ્ત્ર નામનો પણ સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચાર કરતા” (બદાઉનિ૨, ૩૩૨) આવા પ્રભાવશાળી ગુરના શિષ્ય સિદ્ધિચ બાદશાહ અકબરને પ્રસન્ન કર્યા હતા, અને તે ઉપરથી સિદ્ધાચલ પર મન્દિરો બંધાવવાનો બાદશાહે જે નિષેધ કર્યો હતો તે તેમની પાસે જ દૂર કરાવ્યો હતો. સિદ્ધિચંદ્ર યાવની ” એટલે ફારસી ભાષાના ઘણું ગ્રંથો બાદશાહને જિજ્ઞાસુ જાણી ભણાવ્યા હતા. એક શાંતિચંદ્ર નામના મુનિએ પણ પરસોરા” નામે સંસ્કૃત કાવ્ય રચી અને સંભળાવી અકબરશાહ ઉપર ભારે અસર કરી હતી જેને પરિણામે જીવદયાના પાલનમાં તથા “જજિયા” જેવો કર કાઢી નાખવાની બાદશાહે કપા કરી હતી. આ શાંતિચંદ્ર “શતાવધાની” હતા : એક સાથે સો જેટલી વસ્તુઓમાં તેઓ ધ્યાન રાખી તેને મગજમાં ઠસાવી શકતા. તેમની જેમ, ભાનુવંદના શિષ્ય સિદ્ધિચંદ્ર પણ શતાવધાન કરી શકતા હતા. આ સિદ્ધિચંદ્રના પ્રયોગો જોઈ, બાદશાહે તેમને “ખુશફહમ”ની પદવીથી વિભૂષિત કર્યા હતા. કહેવાય છે કે એકવાર તો બાદશાહે બહુ સ્નેહથી એમનો હાથ પકડીને કહ્યું: “હું આપને પાંચ હજાર ઘોડાના મનસબવાળી મોટી પદવી અને જાગીર આપું છું. તેનો સ્વીકાર કરી તમે રાજા બનો, અને આ સાધુવેષનો ત્યાગ કરો.” પણ મુનિએ સાધુવેષને બદલ્યો નહિ. બાણભટ્ટની “કાદમ્બરી’ પર તેના “પૂર્વ ખંડ’ની ટીકા ગુરુ ભાનુચવે અને ઉત્તરભાગની ટીકા શિષ્ય સિદ્ધિચઢે કરેલી છે. તેની પુપિકામાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે તે ખૂબ ઉપયોગી છે: "इति श्री पातसाहश्री अकब्बर जल्लालदिन सूर्यसहस्रनामाध्यापकः, श्रीशत्रुजयतीर्थकरमोचनाद्यनेकसुकृत विधायक महोपाध्याय श्री भानुचंद्रगणिविरचितायां तच्छिष्याष्टोत्तरशतावधान साधकप्रमुदित बादशहा श्री अकब्बरप्रदत्त 'खुशफहम'पराभिधान श्रीसिद्धिचंद्रगणिरचितायां कादम्बरीटीकायामुत्तरखण्डटीका समाप्ता।" ૧. તેમ જ ગુ રશિષ્ય શોધિત વસંતરાન’ ટીકામાં આવો ઉલ્લેખ છે; અને મજ્જામતોત્ર’ની ટીકાના પ્રારંભમાં સિદ્ધિચંદ્ર આત્મપરિચય આપ્યો છે: “कर्ता शतावधानानां विजेतोन्मत्तवादिनाम् । वेत्ता षडपिशास्त्राणामध्येता फारसीमपि ।। अकब्बरसुरत्राणहृदयांबुजषट्पदः । दधानः 'खुशफह मिति' बिरुदं शाहिनार्पितम् ॥ 'तेन वाचकचंद्रेण सिद्धिचंद्रेण तन्यते। भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy