SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - સ્વ. શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પોતાને “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસની બીજી આવૃત્તિ(અમદાવાદ, ૧૯૫૩)માં પા. ૩૨૪-૩૨૫ પર “સિદ્ધરાજના સિક્કાઓ આ મથાળા હેઠળ નીચે પ્રમાણે જણાવે છે: ૪ - બીજી એક વાત, ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઈતિહાસમાં પાટણના કોઈ રાજાએ પોતાના નામના સિક્કા પાડ્યા હોય એમ દેખાતું નથી એવું મેં લખ્યું છે ગુજરાતના ઇતિહાસનાં સાધનો નામના નિબંધમાં), મુનિશ્રી જિનવિજયજીએ ઉપર કહેલા અમદાવાદ સાહિત્ય સભા આગળના વ્યાખ્યાનમાં આ જ મતલબનું કહેવું છે (પૃ. ૫૬), તથા શ્રી ર૦ ઘ૦ જ્ઞાનીએ પણ એમ જ કહ્યું છે (બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા ૧૯૩૪-૩૫, પૃ. 1, પા. ૫૮), અને શ્રી ગિ વ આચાર્ય શ્રીમજજયસિંહ અક્ષરોવાળા થોડા ત્રાંબાના કટકા સિવાય બારમા–તેરમા શતકના ગુજરાતના રાજાઓના સિકકા મળતા નથી એમ પહેલાં લખેલું (વડોદરાની ૭મી ઓ૦ કાંનો રિપોર્ટ ૧૯૩૩, પા૬૯૫). છતાં શ્રી આચાર્ય અને શ્રી જ્ઞાનીએ જ હમણાં નીચેની માહિતી આપી છે કે ન્યુમિમેટિક સલિમેન્ટ નંબર ૭માં શ્રી આર૦ બર્ન સિદ્ધરાજના એક સોનાના સિક્કાની નોંધ કરી છે, જેમાં પ્રસિદ્ધરાર: આ રીતે શબ્દ છે.” આ પ્રમાણે સોલંકી રાજવંશમાંથી એક માત્ર સિદ્ધરાજ જયસિંહના સિક્કા આપણને મળી આવ્યા છે. એક જ રાજાના આ બંને પ્રકારના સિકકાઓ પર તેનાં બે જુદાં જુદાં નામો આપેલાં છે તે બીના નોંધપાત્ર છે, એટલે કે ઝાંસીના સિક્કાઓ પર “સિદ્ધરાજ: ” અને હોડીવાલા સંગ્રહના સિક્કાઓ પર “જયસિંહ” આ પ્રમાણે નામો મળી આવે છે. આ રાજાના તેના પોતાના ઉત્કીર્ણ લેખોમાં તેણે પોતાનું નામ “જયસિંહ” લખેલું છે. દા. ત. હાલમાં ગુજરાત વિદ્યાસભા અમદાવાદને લાડોલ ખાતેથી મળી આવેલા તેના વિક્રમ સંવત ૧૧૫૬ - (ઈ. ૧૦૯) ના તામ્રપત્રમાં તે પોતાના પૂર્વજોની નોંધ આપ્યા પછી પોતાના વિષે આ પ્રમાણે જણાવે છે: ५-श्रीत्रैलोक्यमल श्रीकर्णदेवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराज १-श्रीजयसिंहदेवः ("Two New Copper-Plate Inscriptions of the Chaulukya Dynasty', by Dr. H. G. Shastri in the J. Oriental Institute, M. S. University of Baroda, II, 4, P. 369). આ તામ્રપત્રમાં લખાણની નીચે રાજાએ પોતાની જે સહી કરી છે તે આબેહૂબ આ પ્રમાણે છેઃ થાવ વરવ) જયસિંહ સિદ્ધરાજની સહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy