SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથની એક પ્રાચીન ધાતુપ્રતિમા ૭૧ એ પ્રતિમા અશોક પછીની હોય તો પણ સમ્મતિના સમયની તો ગણવી જ પડે. એટલે એ લોહાનિપુરની પાષાણપ્રતિમાને ઈસ. પૂર્વે ૨૫૦ આસપાસના સમયની ગણીએ તો તેમાં જરાયે ગેરવ્યાજબી નથી. આ પ્રતિમાના ધડના ભાગનું ઘડતર, ખાસ કરીને પેટના ભાગને જે રીતે ઘડ્યો છે તે, બરોબર સમજવા જેવું છે. બરોબર એ જ શિલીનું, એના જ અનુકરણના ઘાટનું પેટ વગેરે ભાગનું ઘડતર પાર્શ્વનાથજીની ધાતુપ્રતિમાનું છે. એટલે કે મયકાલીન રૂઢિને અનુસરીને આ પ્રતિમાનાં અંગોનું ઘડતર થયું છે. એથી લોહાનિપુરની કબધુ આકૃતિ (torso)-પછી આ ધાતુપ્રતિમા ભરાઈ હોય તો પણ ઈ. સ. પૂર્વેના બીજા સકા આસપાસની તો માની શકાય. આ પ્રતિમાને આટલી પ્રાચીન માનવા માટે બીજાં અનેક કારણો છે. પહેલું તો એ આખીએ પ્રતિમામાં મનુષ્ય-આકૃતિના ઘડતરની જે શૈલી છે, તે ભારતની અતિ પ્રાચીન શૈલી છે. મોહેં–જે ડારોમાંથી મળેલી, નૃત્ય કરતી અંગનાની એ નાની ધાતુપ્રતિમા મળેલી છે. આ પ્રતિમામાં જે જાતનું મુખ છે બરોબર એ જ જાતિનું, એવી જ ઢબનું મુખ પાર્શ્વનાથની પ્રતિમાનું છે. લંબગોળ મુખ, ગંડસ્થલો વરચે વધુ વિશાલ અને ધીરે ધીરે દાઢી સુધી સાંકડું થતું લાંબું મુખ, લાંબુ નાક, નાના પણ જાડા હોઠ, આયત નેત્રો વગેરેની રચના ઉપરની મોહેં-જો-ડારોની આકૃતિ ઉપરાંત, મથુરા, હાથરસ વગેરે સ્થળોએ મળેલી પ્રાચીન માટીકામની માતાની આકૃતિઓ સાથે સરખાવી શકાય તેવી, એ જ ઘાટની છે. આમ મુખાકૃતિ જેને Primitive (પ્રાકત અથવા જંગલી) કહેવામાં આવે એવી ઢબની છે. પ્રાચીન માટીની આકૃતિઓ ઉપર ભવાં– eye-brows , ઘરેણાં વગેરે બતાવવા માટે માટીના તેવા લોચાઓ ચોઢવામાં આવતા જેને આપણે applique art કહીશું. આ applique art (ખચિતકલા)ની ઢબ દેખાડતી આ ધાતુપ્રતિમા છે એટલે એમાં માટીકામ માફક પાછળથી ચોઢેલાં ભવાં તો ન જ હોય પણ પ્રતિમા ભરનાર કારીગર પહેલાં જે માટી વગેરેનું કે મીણનું બિંબ બનાવે તેના ઉપર એ રીતની કારીગરી કરે, અને પછી એ ઘાટનું બિંબ ઢાળે. આ કલા એટલે કે ભરવાની કલા નહિ પણ આ જાતની applique technique (ખચિત-કારીગરી) વાળી કલા–જે પ્રાચીન ભાટીની માતૃભૂતિઓમાં જેવામાં આવે છે તેવી કલા–આજદિન સુધી અમુક જાતની મૂર્તિઓમાં ચાલુ રહી છે છતાં કઈ મૂર્તિ પ્રાચીન અને કઈ અર્વાચીન તે ઓળખવું સહેલું હોય છે. જૂની મૃર્મયર મૂતિઓ (terracottas) સાથે સરખાવવાથી એ સ્પષ્ટ થાય છે કે શ્રી પાર્શ્વનાથજીની આ મૂર્તિ સહેજે ઈ. સ. પૂર્વે પહેલા બીજા સકાની તો છે જ. વળી મોહેં-જો-ડારોની નર્તકી અને ત્યાંથી જ મળેલી માટીની એક પુરુષાકૃતિક એ બેઉમાં શરીરનાં અંગો, હાથ અને પગ પાતળા લગભગ સોટા જેવા ઘડેલા છે. આ પ્રમાણે પાર્શ્વનાથની પ્રતિમામાં પણ હાથપગ લાંબા અને પાતળા છે તેમ જ આ ત્રણેય આકૃતિઓનાં અંગો લાંબાં અને સ્કૂલ નહિ એવાં કંઈક પાતળાં છે. ખભા આગળથી પહોળાં નહિ એવાં આ શરીરો કુરાણકાલીન મથુરાની ૧. જુઓ, સર જૉન માર્શલકૃત, મોહેં-જો-ડારો એન્ડ ધ ઈન્ડસ વેલી સિવિલિગેશન, વૉલ્યુમ ૩, પ્લેટ ૯૪, આકૃતિ ૬-૭-૮. ૨. આવી મૃણમૂર્તિઓ માટે જુઓ, ડી. એચ. ગૉર્ડન લિખિત, અલ ઇન્ડિઅન ટેરાકોટા, જર્નલ ઑફ ઇન્ડિઅન સોસાઈટી ઑફ ઓરિએન્ટલ આર્ટ, વૉલ્યુમ ૧૧. ૩. આવા શરીરઘડતરની બીજી આકૃતિઓ માટે જુઓ સર જોન માર્શલ, મોહેં-જો-ડારો ઍન્ડ ધ ઈન્ડસ વેલી સિવિલિઝેશન, વોલ્યુમ. ૩, પ્લેટ ૯૪, ચિત્ર ૯, ૧૧. લેટ ૯૫, ચિત્ર ૨૬, ૨૭; અર્નેસ્ટ મેકકૃત, ફર્ધર એકકેશન્સ કૉમ મોહેં-જો-ડારો, વૉલ્યુમ ૨, પ્લેટ ૭૨, આકૃતિ ૮, ૯, ૧૦. પ્લેટ ૭૩, આકૃતિ ૬, ૧૦, ૧૧. પ્લેટ ૭૫, આકૃતિ ૧, ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy