SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] જ્ઞાનાંજલિ જાણીતા ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાના ચિત્રસંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્ગારોથી પણ જાણી શકાય છે. તેઓશ્રી લાગણીપૂર્વક મુક્ત મને કહે છે કે – “ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રક્યા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭) સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે. જ્ઞાનપ્રસારની ઝંખના–વિકાસ માટે વિદ્યાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે– જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં એટલે વિદ્યાનો વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછાશ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણ સંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું? આજે એ વ્યક્તિત્વ કયા પાતાળમાં જઈ રહ્યું છે?” ( જ્ઞાનાંજલિ, પુર ૨૧૩) જૈન શ્રમણસમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે– “પ્રાચીન ગ્રંથ તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથોના પ્રણેતા આચાર્યાદિકોએ પોતાના જમાનાની વિદ્યાને કઈ પણ અંગના અભ્યાસને છોડવો નથી, જ્યારે અત્યારના આપણું મણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમની પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ ?. એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈન ધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમને જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જેન શ્રમણોનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નજીવું સરખુંય સ્થાન અગર વ્યક્તિ છે ખરું? જૈનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણે જૈન શ્રમણોનું સ્થાન હોય એમ મારી દૃષ્ટિએ નથી લાગતું.” ( જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩-૨૧૫) પ્રાચીન ગ્રંથોના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટીકા કરતાં મહારાજશ્રી કહે છે કે – જેમ જનતા દરેક બાબતમાં “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદ્દેશોને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખેંચી જાય છે, તેમ આ તહેવારને અંગે (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત આ તહેવારને દિવસે પુસ્તક ભંડારો તપાસવા, તેમાંનો કચરો સાફ કરે, હવાઈ ગયેલ પુસ્તકોને તડકે દેખાડવો, ચોટી ગયેલ પુરતોને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જે જ ગણાય.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૫) મહારાજશ્રીના આ બધા ઉઠ્યારે જ્ઞાનપ્રસારની અને જ્ઞાનોદ્ધારની એમની ભાવના કેટલી તીવ્ર છે એનું સૂચન કરે છે. અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રોષ કે અફસોસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ તન તોડીને, મન દઈને પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy