SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] જ્ઞાનાંજલિ આગથી અને મોટી ઉંમરે સંધયણીના કારમા વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા. આટલે ઊંચેથી પડ્યા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં, અને તે પછી તેઓએ તેરેક માઈલ જેટલે વિહાર કર્યો ! રામનાં કેવાં અદ્દભુત રખવાળાં! મહારાજશ્રી કહે છે, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. (૩) જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય પ્રતોની માઈક્રોફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રી ફતેહચંદ બેલાણને અવારનવાર દિલ્લી જવાનું થતું. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદજીનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પૈગંબર ભગવાન મહાવીરની ધર્મવાણું જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ પ્રાચીન ગ્રંથે અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણત છે, એટલે એમને હાથે જે જે ભંડારનો ઉદ્ધાર થાય છે તે ચિરકાળ માટે સુરક્ષિત બની જાય છે. અને આવા ભંડારોને વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગેઠવણ પણ જ્યાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નથી, એ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા છે. જ્ઞાનમંદિરની સ્થાપના–દાદાગુરુ અને ગુરુજીના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણમાં સમૃદ્ધ જ્ઞાનભંડારેની સ્થાપના છેક પોણોસો અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત તેઓના, મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રી વિજયવલભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ અને તેનું ઉદ્દઘાટન વિ. સં. ૧૯૯૫માં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું. વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પરબ શરૂ થઈ. આ બધા ઉપર સુવર્ણકળશ ચડાવ્ય જેનપુરી અમદાવાદ. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની સરસ્વતી અને ભાવનાના અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની શ્રી અને ઉદારતાના સંગમને તીરે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજયાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મતિ હજારો ગ્રંથને અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધું. સમયના વહેવા સાથે એ સંસ્થા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના સંચાલન નીચે ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને વિદ્વાનનું યાત્રાધામ બની રહેલ છે. - મહારાજશ્રીને અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી છે, એનો નિર્દેશ પણ અહીં જ કર પ્રસંગોચિત છે. મહારાજશ્રીના મનોરથ છે કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત આવૃત્તિઓ તૈયાર થાય, એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના આ મનોરથની સફળતામાં આપણને બેવડો લાભ છે: એક તો બધાં આગમસૂત્રોની સુસંધિત આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથો સદાને માટે સુવ્યવસ્થિત બની જશે; અને બીજે લાભ તે આવું આગમમંદિર ઊભું થશે તે, આપણુસૌનાં પ્રાર્થના અને પ્રયન હો કે મહારાજશ્રીના આ મનોરથ સફળ થાય. - કળાની પરખ–પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારેના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy