________________
જ્ઞાનીજલિ
કેઈ ને કોઈ વ્યકિત ત્યાગમાર્ગની યાત્રિક ન બની હોય. કેટલાક દાખલા તે એવા પણ છે કે જ્યારે એક કુટુંબના બધા સભ્યોએ સંયમને સ્વીકાર કર્યો હોય! વળી, શાસ્ત્રોના ઉદ્ધારમાં પણ કપડવંજનું વિશિષ્ટ અર્પણ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણું પવિત્ર આગમસૂત્રોમાંનાં નવ અંગસુત્રો ઉપર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે; અને એમની પવિત્ર સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ શેડાં વર્ષો પહેલાં ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. વર્તમાન સમયને વિચાર કરીએ તો આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ પણ કપડવંજને જ પ્રાપ્ત થયું છે. આ બે આગમધર ધર્મ પુરુષ તે પૂજ્ય આગોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ.
મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ઘણી આસ્થા. તેમાંય માણેકબહેનને તો ધર્મ તરફ વિશેષ અનુરાગ. વળી, આજથી પોણોસો વર્ષ પહેલાં આપણા દેશમાં કન્યાકેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું, ત્યારે પણ માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતાવ વગેરેને અભ્યાસ કર્યો હતો. મહારાજશ્રીને જન્મ વિ. સં. ૧૯૫ર ના કારતક સુદિ પાંચમ (જ્ઞાનપંચમી કે લાભપાંચમ)ના દિવસે થયેલે. તેઓનું નામ મણિલાલ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઊછરેલ– અને તે પણ જાણે કાળના મોંમાં કેળિયો થતાં બચી ગયું હોય એ રીતે !
મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘડિયે ઝૂલતા હતા. એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ એકાએક મહોલ્લામાં આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. એ બૂમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ
ત્યાં દોડી આવ્યા. એમણે બાળકના રોવાનો અવાજ સાંભળ્યો, અને ઘરમાંથી એ બાળકને લઈને પિતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદી કિનારે માણેકબહેનને આગની ખબર પડી; એ તે હાંફળાફાંફળા આવી પહોંચ્યાં. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું. એમને થયું કે ઘરના એકના એક વંશવેલાને પણ આગે ભરખી લીધો ! એમના દુ:ખનો પાર ન રહ્યો. પેલા વહોરા ગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું ! એ વહોરા ગૃહસ્થ નેકદિલ હતા, અને એને એ ખ્યાલ હતો કે આ બાળક કઈ હિંદુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિંદના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પીવરાવ્યું. રાત થઈ તોપણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું એટલે બીજે દિવસે સવારે એમણે ઘેરઘેર ફરીને તપાસ કરી. આખરે માણેકબહેનને પિતાનો દીકરો સાજેસારો મળી ગયો ! એમના આનંદનો પાર ન
જાણે તે દિવસથી રામનાં રખવાળાં મળ્યાં ! માતા અને પુત્રનો ભાગ્યયોગ કંઈક વિલક્ષણ હતો. ૨૭ વર્ષની નાની ઉંમરે માણેકબહેન વિધવા થયાં! આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી, એટલે આવા કારમાં સંકટ વખતે ધર્મ જ સાચો સહારો આપી રહ્યો. માણેકબહેનનું અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું અને એ સંસારનો ત્યાગ કરવા તૈયાર થયાં. પણ વચમાં એક અવરોધ હતો : ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું ? એને કેને ભરોસે સોંપો ? મણિલાલે એક નિશ્ચય કર્યો. બા કહે તેમ કરવું. માને પણ થયું : હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું ? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નકકી કર્યું. વિ. સં. ૧૯૬૫ ના માહ વદિ પાંચમના દિવસે મણિલાલે વડોદરા પાસે પાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી; નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org