________________
અભિવાદન
[ ૭૯ ભલામણ-પ્રાકૃત ટેસ્ટ સોસાયટી” તરફથી પ્રકાશિત થતાં પુસ્તકો મને ભેટ મળતાં રહે એ માટે એમણે આ સંસ્થાના સંચાલક મહાનુભાવોને ભલામણ કરી હતી એમ જાણવા મળે છે. મને શરૂઆતના કેટલાક ગ્રંથો ભેટ મળ્યા તે આ ભલામણનું પરિણામ છે એમ મારું માનવું છે.
લાક્ષણિક પપકાર-મુંબઈ વિદ્યાપીઠ તરફથી “આકારચિત્રોનાં ઉદાહરણ”ને અંગે મારે અંગ્રેજી લેખ સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ થતો હતો તેવામાં ભારે અમદાવાદ જવાનું થયું. ત્યાં તારીખ ૧૩-૩-'૫૫ના રેજ મુનિશ્રીને મળવા ગયો ત્યારે ૬૩ આકારચિત્રોથી અલંકૃત અને ઉદયવિજયે ૩૧૭ પવોમાં રચેલા વિજ્ઞપ્તિપત્રની કપડા ઉપર ચોંટાડાયેલી અને કાગળ ઉપર લખાયેલી ટિપ્પણાના આકારની એક હાથપોથી એમણે મને બતાવી હતી એટલું જ નહિ, પણ ભલ્લ, શંખ અને શ્રીકરીનાં ચિત્રો એ ઉપરથી એમણે મને આલેખી આપ્યાં હતાં. વિશેષમાં આ અમૂલ્ય અને વિરલ હાથપોથી ભારે મારી જન્મભૂમિમાં–સુરત લઈ જવી હોય તો તે માટે પૂરી સાનંદ તૈયારી બતાવી હતી. પણ આ અલભ્ય વસ્તુ લઈ જવાની મેં ના પાડી હતી. કાલાંતરે મેં આ હાથપોથી જોવા માગી ત્યારે તેમણે કહ્યું કે સાક્ષરવર્ય શ્રી જિનવિજયજી એ પ્રકાશનાર્થે લઈ ગયા છે. અન્ય ચિત્રોનું કામ આથી અટકી પડયું. આજે આ હાથપોથી ક્યાં છે અને એ વિતખિપત્ર સચિત્ર સ્વરૂપે પ્રકાશિત થયું હોય તો તેની મને ખબર નથી.
એમની લાક્ષણિક પરોપકારત્તિને-સૌજન્ય-એક યાદગાર બીજે પણ પ્રસંગ બને છે?
તા. ૨૪-૩–૫૫ને રોજ એમણે મને અષ્ટ મંગળનાં આકારચિત્રોથી વિભૂષિત ચંદ્રપ્રભસ્વામિસ્તવનની વિ. સં. ૧૫૧૨માં લખાયેલી હાથપોથી આપ મારી આ પ્રવૃત્તિમાં મને પ્રોત્સાહિત કર્યો. આ કૃતિ મારા ઉપર્યુક્ત લેખમાં છપાઈ છે. આ હાથપોથી અંશતઃ મૂળ તેમ જ ચિત્રો એમ બંને રીતે અંશતઃ ખંડિત હતી, પણ એકબીજાનો લાભ લઈ હું એને પરિપૂર્ણ સ્વરૂપ આપી શક્યો હતો. ( પત્રવ્યવહાર અને અક્ષરેચઉસરણ ઇત્યાદિ પઈની પ્રાચીનતા અને પંચકલ્પના પરિચય જેવા વિષે વિષે પત્રવ્યવહાર દ્વારા એમણે મને પોતાના વિચારો દર્શાવ્યા હતા. ગુજરાતી તથા બાળબોધ બંને લિપિના એમના અક્ષરો સુન્દર, સ્પષ્ટ, સુબોધ અને નયનપ્રિય છે, એમ એમના લખાણુથી જણાયું છે.
સમાગમ–ભારે મુનિ શ્રી પુણ્યવિજયજી સાથેનો સમાગમ મોટે ભાગે પરોક્ષ છે. એમની રચેલી કૃતિઓનું વાંચન કરતાં મને આનંદ થયે છે. એક અભિનવ દૃષ્ટાંત તરીકે કહીશ કે નન્દીસુરની ચણિ સહિતની એમની આવૃત્તિમાં એમણે આગમ દ્વારકને અંગે જે પ્રશંસનીય અને અભિવન્દનીય ઉદગાર મૂર્ત કર્યા છે તેનો બૃહક૫ (ભા. ૧) ગત એમની પ્રસ્તાવનામાં આગમહારક અંગે કરેલા ઉલ્લેખ સાથે સરખાવતાં મને સાનંદ આશ્ચર્ય થયું હતું. એક જ સુજ્ઞ અને સહૃદય વ્યક્તિના જીવનમાં પણ પ્રસંગનુસાર કેવી કેવી વિલક્ષણ-પરસ્પર વિરુદ જણાતી ઘટનાઓ બને છે તેનું આ એક જવલંત ઉદાહરણ છે.
સુગ–વિઠલભ મુનિ શ્રી પુણ્યવિજ્યજીના મારા ઉપર વિવિધ ઉપકારો થયો છે. તેને ચકિંચિત નિર્દેશ કરવા માટે મને જે આ સુયોગ સાંપડયો છે તે ડો. સાંડેસરા અને હૈ, ઉમાકાંતના તા. ૧૯-૯-'૬૮ ના ભાવભીના આમંત્રણને આભારી છે.
અભિલાષા–પુણ્યવિજયજીએ પોતાના સાઠ વર્ષના દીર્ઘકાલીન દીક્ષા પર્યાયને વિશેષતઃ સાહિત્યની અભિવૃદ્ધિ કરીને સારી રીતે દીપાવ્યો છે તે બદલ હાર્દિક અભિનન્દન આપતે અને એ સત્કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org