SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ' ‘વિદ્બલ્લભ’ સાથેના સાહિત્યિક પ્રસંગા પ્રા. હીરાલાલ ૨. કાપડિયા, સુરત વ્યસન—આજથી પચાસ વર્ષ ઉપર મુંબઈ વિદ્યાપીઠની એમ.એ.ની પરીક્ષામાં ગણિત સાથે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની વિલ્સન કૅલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરતી વેળા મને જૈન સાહિત્યના વિશિષ્ટ અભ્યાસ કરવાને સુયેાગ સાંપડયો. વાત એમ બની કે એ વર્ષે “ શાસ્ત્રવિશારદ ’ જૈનાચાર્ય શ્રી. વિજયધર્મસુરિજીનુ' એમના બહુશ્રુત વિનેયે સહિતનુ` મુ`બઈમાં ચાતુર્માસ થયુ અને મને એને યથેષ્ટ લાભ મળયો. ત્યારથી મને અનેકવિધ વિષયાને બેધ કરાવનારા મહત્ત્વપૂર્ણ જૈન તેમ જ અજૈન ગ્રન્થા વાંચવા વિચારવાના, તેાંધા કરવાના, લેખેા લખવાના તથા કૃતિએ યાજવાને રંગ લાગ્યો. એ મારા સ્વાધ્યાયના એક અગરૂપે પરિણમ્યા. આગળ જતાં એ મારું વ્યસન થઈ પડયું. એ આજે પણ આ વૃદ્ધાવસ્થામાં વિકટ પરિસ્થિતિ ઉદ્ભવતાં માનસિક સમતુલા જાળવવામાં, સાહિત્યને નિર્ભેળ આનંદ પ્રાપ્ત કરવામાં તેમ જ સાહિત્યક્ષેત્રને પેાતાનાં મહામૂલ્યશાળી પ્રદાન વડે ગૌરવાંકિત કરનારા વિષુધાને કંઈ નહિ તે પરાક્ષ સમાગમ સાધવામાં સહાયભૂત બન્યું છે. [ ૭૭ પ્રાથમિક પરિચય---ચાળીસેક વર્ષોં ઉપર સ્વ. બાજીસાહેબ જીવનલાલ પનાલાલે મને ‘ આ ત જીવન જ્યાતિ ’ તૈયાર કરવાનું કામ સોંપ્યું. એ કા. સાંગાપાંગ બને, એનું સમુચિત આયેાજન થાય અને એ સર્વાંશે કાર્યસાધક થઈ પડે એ માટે એમણે મને તે સમયના ધર્મ ધુરંધર જૈન આચાર્યો અને મુનિવરોના પ્રત્યક્ષ સમાગમ સાધવાની સૂચના કરી. તદનુસાર હું પાટણ ગયા અને પ્રવક શ્રી કાન્તિવિજ્યજી મહારાજશ્રીને મળ્યા. એમણે મને એમના પેાતાના પ્રશિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી સાથે આ સંબંધમાં વિચારણા કરવી ડીક થઈ પડશે એમ કહ્યું. સાથે સાથે મારા સદ્ગત પિતા અને પિતામહના પંજામાËારક ' શ્રી આત્મારામજી મહારાજશ્રીના સમુદાય સાથેને ધર્મસ્નેહ હતા તે જણાવ્યું. આ પ્રમાણેના આહ્લાદક વાતાવરણમાં હું પુણ્યવિજયજીને મળ્યું. આ મારા એમની સાથેના પ્રથમ પરિચય હતા. આથી ઘેાડીક વાતા થયા બાદ જ એમણે મારા ઘરમાંથી એમના સરનામે ‘અશુભ સમાચાર'ના નિર્દેશપૂર્વકના મારા ઉપર લખેલા પત્ર આપ્યા. આ એમની વ્યવહારકુશળતાવિવેકબુદ્ધિનુ' દ્યોતન કરે છે, નહિ તે “ પ્રથમપ્રાસે મક્ષિ[ '' જેવા ઘાટ થતે, જાહેર વ્યાખ્યાન—અપેારને સમય થવા આવ્યેા હતેા એટલે વાત આગળ ન વધી. રાત્રે મુનિશ્રીને ફરીથી મળવાનુ થતાં એમણે મને એક જાહેર વ્યાખ્યાન આપવા કહ્યું. એ ઉપરથી મારે કયા કયા મુદ્દા ખાસ ચર્ચવા તે બાબત મે' એમને પૂછી એટલે એ દિશામાં એમણે વેધક પ્રકાશ પાડયો. બીજે દિવસે મારા વ્યાખ્યાન પ્રસંગે એએ જ નહિ પણ એમના પ્રગુરુ પણ પધાર્યાં. આથી મને સાનદાય થયું અને મારા ઉત્સાહમાં વૃદ્ધિ થઈ. ક્રૂરીથી મળવાનું થતાં ચરવળે, કટાસણું ઇત્યાદિ શબ્દોની ચર્ચા ચાલી. ઉદારતા-કાલાંતરે મે' જૈનાચાય શ્રી વિજયલબ્ધિસૂરિજી ત્યાં જ-પાટણમાં હતા તેમને વન્દનાદિ દ્વારા લાભ લેવાની ઇચ્છા દર્શાવી, તે એમની સાથે યથાયેાગ્ય સુમેળ નહિ હાવા છતાં તરત જ-જરા પણ સંકોચ વિના એમણે ચેાગ્ય પ્રબંધ કરી આપ્યા, આ એમની ઉદારતા. આમ મારા એમની સાથેને પ્રાથમિક પરિચય પાંગરવા લાગ્યા. ઉપહાર—પુણ્યવિજયએ દેવેન્દ્રસૂરિષ્કૃત “ સાર: મ્ગ્રન્થા: ''તી એક નકલ મને ભેટ આપી ત્યારે એમણે ગુજરાત લિપિમાં નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો હતેા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy