________________
૭૪ ]
જ્ઞાનાંજલિ તેમાં કશું આશ્ચર્ય નથી ! મને પુણ્યવિજયજી મહારાજ દુરાગ્રહથી પરાભૂખ જણાયા છે. બાળદીક્ષાદેવદ્રવ્ય, પૂજાવિધિ, દિગંબર સ્થાનકવાસી તેરાપંથી ગચ્છવાદ, એ વિવાદથી તેઓ મુક્ત રહ્યા છે. સમકિત–મિથ્યાત્વના વિવાદથી તેમની દષ્ટિ કુંઠિત થઈ નથી. તેમના આચાર કડક રહ્યો છે, તો એકાંગી ક્રિયાવાદથી તેઓ બિલકુલ રંગાયેલા નથી. શુદ્ધ, વિવેકપ્રચુર, અભિનિવેશ રહિત તેમનાં વ્યાખ્યાન અનુભવવામાં આવ્યાં છે. જ્યાં પદ્રવ્યમાં, પંચાસ્તિકાયમાં માન્યતા છે, જ્યાં સ્યાદ્વાદ-અનેકાંતમાં શ્રદ્ધા છે, ત્યાં જૈનત્વ હોઈ શકે છે એમ તેઓ માને છે, સાથે સર્વ દર્શનો પ્રત્યે તેઓ સમભાવ૫ણે રહે છે, ધર્મ-religion અને science-સાયંસ, એ બે વચ્ચે વિરોધ સંભવતો નથી એમ તેઓ કહે છે.
જૈન આગમમાં નિદનોનો વિચાર આવે છે. આ એક વિશેષ પ્રયોગ છે. તેનું પ્રાગાંતર હું અંગ્રેજીમાં dissent શબ્દથી કરીશ. કેથલિક ચર્ચની માન્યતાઓથી પ્રોટેસ્ટ જુદા પડવ્યા અને ડિસેન્ટર કહેવાયા. એ જ પ્રોટેસ્ટમાં મતાંતર થયાં. તેઓ પરસ્પર dissents કહેવાય છે. મહાવીરના સમયમાં બે મુખ્ય dissents-નિહ્ન થઈ ગયા : (૧) મંખલીપુત્ર ગોશાલક, (૨) ખુદ મહાવીરનો જમાઈ જમાલિ. મહાવીર પછી નિદન થયા, એમને નિર્દેશ કરવાની અહીં જરૂર નથી. વળી એટલું કહેવું બસ થશે કે, આ નિવો પરસ્પર એકમેકને મિથ્યાત્વી કહેતા આવ્યા છે. જોકે ખૂબી તો એ છે કે દરેક નિનો જૈનોની મુખ્ય ભાન્યતાઓ પંચાસ્તિકાય, પકવ્યવિચાર, અનેકાંતવાદ-સ્યાવાદ એમાં તો માને છે જ, છતાં એક સમૂહ બીજા દરેક સમૂહને મિઠાવી–અ-જૈન માને છે! આ સંકચિત વિચારધારા છે. મહારાજશ્રી આવા સંકુચિતપણાથી વિમુખ રહ્યા છે, સાથે તેઓ પિતાના પરંપરાગત,* ગગત સમૂહમાં રહીને જ સેવા કરતા રહ્યા છે, અને બધા સમૂહે તેમના પ્રત્યે સંમાન સેવતા રહ્યા છે. કેટલાયે સ્થાનકવાસી સાધુઓ તેમનો પરિચય કેળવવાની તત્પરતા દર્શાવે છે, એ મારે જાત અનુભવ છે. જૈન વિદ્યાની એમણે આજીવન સેવા કરી છે એ જ એમના જીવનનું સાફલ્ય છે.
આપણે ઈચ્છીએ કે આવા પવિત્ર માનવ જૈન વિદ્યાની સેવા કરવા સદૈવ સમર્થ રહે, દીર્ઘ આયુષ્ય ભોગવે, અને આરોગ્યમાં રહે!
પ્રેરક વિભૂતિ
ડો. રમણલાલ ચી. શાહ, મુંબઈ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ કોઈ વ્યક્તિ પ્રેરણારૂપ બની જાય છે. જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યક્તિઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજ્યજી • મહારાજ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણાએ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ ધર્મ પ્રત્યે અનુરાગી બનાવ્યો છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યા હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું અને એથી એમના પ્રત્યે હું ઘણો જ ઋણી છું. - પૂજ્ય મહારાજ સાહેબ સાથે મારે પરિચય લગભગ દોઢ દાયકાનો છે. એમનાં પહેલવહેલાં દર્શન કર્યા અમદાવાદમાં એરિયેન્ટલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે. જૈન મુનિઓ પણ આવી કૉન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે આશ્ચર્ય થયેલું અને આપણું “જ્ઞાનભંડારે” વિશે પૂ. મહારાજ સાહેબે
* હું ઇચ્છું કે નિષ્ફન ઉપર કોઈ Thesis મહાનિબંધ લખે–ગોશાલક મંખલીપુત્ર-આજીવિકા ઉપરનો Thesis અંગ્રેજીમાં છે તે શૈલી ઉપર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org