SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન રહી છે. અને તેમના તરફથી પ્રસંગે પ્રસંગે કીમતી સહયોગ મળતો રહ્યો છે. પરંતુ તેમાંયે ખાસ કરીને પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. મુનિરત્ન શ્રી ચતુરવિજ્યજી મ. અને આ. પ્ર. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ.ની અમીભરી દષ્ટિ તો સભા માટે સંજીવની નીવડી છે. આ સભાને એક મુખ્ય હેતુ પૂર્વાચાકૃત જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારનો છે. તે કાર્યનો પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્ય ત્રિપુટીને મુખ્ય પુરુષાર્થ છે. પૂ. પ્રવર્તકશ્રીની પ્રેરણાથી આ સભાએ સૌપ્રથમ પ. પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.ના હિંદીમાં લખેલા ગ્રંથ “જૈન તવાદર્શના ગુજરાતી અનુવાદથી પુસ્તક-પ્રકાશનનો આરંભ વિ. સં. ૧૯૫૬માં કર્યો. પરંતુ આ કાર્યને વેગ તો ત્યારે જ મળ્યો કે જ્યારે તેમના શિષ્ય શ્રી ચતુરવિજ્યજી મહારાજે વિ. સં. ૧૯૬૬માં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુયોગવિષયક ગ્રંથો મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને “શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા” એવું નામ આપીને તેને સફળ બનાવવાનો ભાર ઉપાડી લીધે. આ યોજના જ્યારે ઘડાઈને અમલમાં મકાતી હતી, ત્યારે શ્રી પુણ્યવિજયજી મ.ની ઉંમર માત્ર ચૌદ-પંદર વર્ષની હતી અને તેમણે તાવળ જ દીક્ષા લીધી હતી. પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને ' વિ. સં. ૧૯૬માં ગુટેવના કાળધર્મ પામ્યા પછી આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી. આ સંબંધમાં તેઓ કહે છે કે “આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસે આવતા અને આ સાહિત્યપ્રવૃત્તિ માટે ચર્ચાવિચારણા કરતા. હું બાળકની જેમ આ બધું સાંભળતો પણ સમજતો નહીં. એમ છતાં આ છે પાતળો ખ્યાલ ખરો કે કાંઈક મહત્ત્વની વાતુ થાય છે. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે અને મારે આ જવાબદારી ઉપાડી લેવી પડશે.” આ શ્રી જેન આત્માનંદ ગ્રંથરત્નમાલામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્વના ગ્રંથ પ્રકાશિત થયા છે. નાનાંમોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ તેમાં પ્રસિદ્ધ થયો છે એ તેની ખાસ વિશેષતા છે. આ પ્રકરણ દ્વારા જૈન શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોનાં નામ મેળવવા કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં એ પ્રકરણો તેમને હસ્તગત થઈ ગયાં છે. આગમિક, દાર્શનિક, ઐતિહાસિક, કાવ્ય-નાટકવિષયક વિધવિધ સાહિત્યના કુલ ૯૨ ગ્રંથ પ્રસિદ્ધ થયા છે. તેમાંના ઘણા મોટા ભાગના ગ્રંથેના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી આ ગુરુ-શિષ્ય બેલડીને આભારી છે. બૃહકલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથે બે ભાગમાં), ત્રિપષ્ટિશલાકાપુરુપયરિત્રમહાકાવ્ય (ચાર પર્વ, બે ભાગમાં), વસુદેવ હિંડી (બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથનું તેમનું સંશોધન-સંપાદન સગવિશુદ્ધ અને શાસ્ત્રીય છે, અને તે ગ્રંથની પ્રસ્તાવના તેમ જ પરિશિષ્ટો અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધનકાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવા છે. પૂર્વના તેમ જ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનોની મુક્તકંઠે પ્રશંસા કરી છે એ જ શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની બિરદાવલી છે. શ્રી પુણ્યવિજયજી મહારાજના શ્રી જૈન આત્માનંદ સભાને હંમેશાં અમીભર્યા પ્રેમ અને આશીવદ મળતા રહ્યા છે. શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલાના સફળ સંચાલન ઉપરાંત બીજી અનેક રીતે આ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેમનો ફાળો અજોડ છે. આ સભાએ વિ. સં. ૨૦૨૩માં પિતાનો સિત્તેર વર્ષને મણિમહત્સવ ઊજશે, ત્યારે અન્ય પુષ્કળ કામગીરી હોવા છતાં અને તબિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy