________________
અભિવાદન કરે છે. શેઠ કે દરિદ્ર આગંતુક તેમને મન સમાન મહત્વ ધરાવે છે. શ્રી કસ્તૂરભાઈ સાથે વાત કરવામાં
ટલે સમય તેઓ લે તે આપવામાં તેમને જેમ સંકોચ નથી, તેમ સાવ દરિદ્ર આવી પોતાનું દુ:ખ ગાય તો તે સાંભળવામાં પણ તેમને સમયને સંકેચ નથી; બનેની વાત આદરભાવે જ સાંભળે છે. દરિદ્રને પણ “હવે બંધ કરે, મારે કામ છે”—એવું કદીય તેમણે કહ્યું હોય એ જાણમાં નથી. આમ સર્વ સાથે સમાન વર્તન તેમના કામમાં અમને તો બાધક જણાય છે, પણ તેમને મન એ પણ એક કામ જ છે; તેથી તેનું મહત્ત્વ ઓછું નથી. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે.
આધુનિક કાળે જૈન ભંડારના ઉદ્ધારક' એવું બિરુદ તેમને આપીએ તો અનુચિત નહિ ગણાય. લીંબડી, પાટણ, ખંભાત, જેસલમેરના ભંડારને તેમણે કરેલું ઉદ્ધાર તો સર્વવિદિત છે. પણ ઘણા અનામી ભંડારા તેમણે જોયા છે અને તેની સુવ્યવસ્થા માટે પ્રયત્ન કર્યો છે. અને તેમના ઉદ્ધારનું એ સુલક્ષણ છે કે તેમની સામગ્રીનું એક પણ પાનું આડુંઅવળું ન થાય તેની તકેદારી રાખે છે. તેમાંથી બીજાની જેમ ચોરી કરવી તે તેમનું કામ નથી. આથી તેમની પ્રતિષ્ઠા એવી જામી છે કે સૌકોઈ પિતાના ભંડારો ઉઘાડીને તેમને નિઃસંકોચભાવે સોંપી દે છે.
ભંડારની ચકાસણી એ તો ધૂળધેયાનું કામ છે. કચરા તરીકે કોથળામાં ભરી દીધેલાં પાનાંમાંથી મહત્વની પ્રતે તેમણે તૈયાર કરીને ભંડારમાં મૂકી છે. આચાર્ય હરિભદ્રને અપૂર્વ ગ્રન્થ તાડપત્રના ટૂકડાથી ભરેલા ટૂંકમાંથી તૈયાર કરીને વિદ્યામંદિરને છાપવા આપ્યો ત્યારે ખબર પડી કે કેટલું અપાર વૈર્ય તેમનામાં છે.
અનેક ભંડારોનું નિરીક્ષણ કરતા હોઈ કઈ પ્રતિ ક્યાં છે તે તો તેમની સ્મૃતિમાં જ રહે છે. પણ તેવા નિરીક્ષણની સાથે સાથે પ્રખ્ય-સંશોધનનું કામ પણ તેઓ કરતા રહે છે. કોઈ ગ્રન્થની ઉત્તમ પ્રતિ નજરે ચડે કે તરત જ તેને આધારે મુદ્રિત પુસ્તકમાં સંશોધન અને પાઠાંતરોની નોંધ તત્કાળ કરી-કરાવી લે છે. સેંકડે તેવા પ્રત્યે તેમણે સંશોધિત કર્યા છે અને તે તેમના પુસ્તકાલયમાં છે.
જ્યારે પણ કેઈને એ સંશોધિત પુસ્તકની જરૂર હોય ત્યારે તેઓ તે સહર્ષ આપી દે છે. નાલંદા મહાવિહારના અધ્યક્ષ સાતકેડી મુખર્જીએ તવસંગ્રહનું મુદ્રિત પુસ્તક, જે તેમણે જેસલમેરની પ્રતને આધારે શુદ્ધ કર્યું હતું, અને તેમાં ખૂટતાં પાનાંની પૂર્તિ પણ કરી હતી, તે જેસલમેરની પ્રતના ફોટો સાથે મોકલી આપ્યું હતું તેને હું સાક્ષી છું.
છેલ્લા ૩૫ થી ૪૦ વર્ષથી તેઓ આગમના સંશોધનના કાર્યમાં રત છે. જે પણ ભંડારમાં આગમની વિશુદ્ધ પ્રત જુએ છે તેનાં પાઠાંતરો છાપેલ પુસ્તકમાં લેતા રહે છે. માત્ર મૂળના જ નહિ પણ નિર્યુક્તિ આદિ બધી ટીકાઓના પણ; ટીકામાં આવેલાં મૂળનાં ઉદ્ધરણોને ઉપયોગ પણ મૂળ સૂત્રના શુદ્ધીકરણમાં કરે છે–આમ આગમને શક્ય એટલી બધી રીતે વિશુદ્ધ કરી પ્રકાશિત કરવાનું તેમનું સ્વપ્ન બહુ જૂનું છે. તેના પ્રકાશનની યોજનામાં પણ તેમને રસ છે જ. આથી છેવટે હવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પ્રકાશનને યશ લેવા નક્કી કર્યું છે. પણ એ યશ પૂ. મહારાજશ્રીની કામ કરવાની જે પ્રક્રિયા છે તે પ્રમાણે ચાલતા વિદ્યાલયને આકરો પડી જાય તેમ છે. પણ પૂ. મહારાજશ્રી તે પોતાની રીતે જ તે કામ કરવાના. કોઈ છાપવાનું નક્કી કરી તે છોડી દે તેનો તેમને રોષ નથી. કામ સતત ચાલુ રહેવું જોઈએ, કામમાં તન્મયતા જોઈએ, પણ તેમનું કામ એટલે માત્ર આગમસંશોધનનું જ કામ નથી પણ બીજાં અનેક કામો છે. સૌ યથાસંગ તેમને સમય માગી લે છે અને તે આપવામાં તેમને જરા પણ સંકોચ નથી. તેમને મન મહત્વની તરતમતા નથી; જે ટાણે જે જરૂરી હોય તે ટાણે તે કરી દેવું એ એનું મહત્ત્વ છે. હમણાં જ મેં તેમને વિનંતી કરી કે અહીં
જ્ઞા. અ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org