SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ ૩૦ ] ત્યારથી તે અત્યાર સુધી પણ એ એવી ને એવી જ સુદઢ રહી છે: એ વસ્તુ મારા જીવન માટે એક અમૂલ્ય પાથેયરૂપ છે. શરૂઆતમાં કેટલાંક વર્ષ સુધી અમારો બન્નેને જીવનપ્રવાહ સરખી દિશામાં વહેતો રહ્યો, પણ પછી મારે જીવનપ્રવાહ જુદા માર્ગે વળે, અને જુદાં જુદાં રૂપ ધારણ કરતા ગયો. સમ-વિષમ અને ઉબડખાબડ ગણાય એવાં વિવિધ કાર્યક્ષેત્રોમાં હું કરતો રહ્યો અને મારા જીવનનું કોઈ લક્ષ્ય સ્થિર ન થયું. મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજના નિશ્ચલ અને વિશિષ્ટ ધ્યેયલક્ષી જીવનપ્રવાહ સાથે મારા વિશૃંખલ જીવનમાં જે કંઈક સમાન તત્ત્વ જેવું મને લાગતું હોય તે તે માત્ર એક સાહિત્યિક ઉપાસના અંગેનું છે. અને મારી એ સાહિત્યિક ઉપાસનામાં તેઓશ્રી સહાય તથા એગ્ય સહકાર આપવાની અત્યંત ઉદાર અને નિકામ વૃત્તિ દાખવતા રહ્યા છે. એમની આવી અનન્ય કપા માટે હું કયા શબ્દોમાં મારો કૃતજ્ઞભાવ પ્રગટ કરું તે મને સમજાતું નથી. પરમાત્મારૂપ પરં તિ પાસે મારી એટલી જ હાર્દિક પ્રાર્થના છે કે તેઓશ્રી પૂર્ણ શતાયુ થાય અને એમની અખંડ જ્ઞાનોપાસનાને પ્રજવલિત પ્રદીપ જ્ઞાન પાસકોનાં જીવનને સદાય પ્રેરણાદાયક પ્રકાશ પ્રદાન કરતો રહે ! નિષ્કામ સેવા શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, અમદાવાદ આશરે પચીસસો વર્ષ પૂર્વે, પરમપૂજ્ય મહાવીર સ્વામી ભગવાને જૈનધર્મનાં મૂળ તનું આચારવિચાર માટે માર્ગદર્શન કર્યું, ત્યાર પછી ઘણું આચાએ જૈનધર્મનાં મૂળ તને જીવનમાં સાકાર બનાવવા ફાળો આપ્યો છે. આ મુનિ મહારાજે અને આચાર્યોએ જે ઉપદેશો આપ્યા અને જૈનધર્મમાં પ્રણાલિકાઓ સ્થાપી, તે કેડી પર પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે, વધારે જવલંત પ્રકાશ આપવાની ક્રિયા ચાલુ રાખી છે. આગમોના અધ્યયન અને તે અંગેના સંશોધનમાં તેમણે જે સિદ્ધ કર્યું છે, તેવું કાર્ય છેલ્લાં પાંચ સે વર્ષમાં અન્ય કઈ આચાર્યું કર્યું નથી. આ સત્ય છે એ તો બધા સ્વીકારશે. મુનિશ્રીનાં અધ્યયન અને પ્રકાશનોમાં એક વાત તરી આવે છે કે પલટાતા સંજોગોમાં અને બદલાતી પરિસ્થિતિમાં, જેનધર્મના આગમના અસ્તિત્વની જરૂર રહે છે. તેમણે જેનધર્મના સિદ્ધાંતોની સંસ્કૃતિના ફેરફાર નજરમાં રાખી ઉચ્ચ શ્રેણીની સમીક્ષા કરી છે. આવા ઊંચી કક્ષાના અધ્યયનમાં તેઓશ્રીને ફાળે મહામૂલ્યવાન છે. અતિકઠિન પ્રાકૃત ભાષામાંથી સમજાય તેવું ગુજરાતી ભાષાંતર કરવું એ ક્રિયા અથાગ પરિશ્રમ અને જ્ઞાન માંગે છે.' આવા અભ્યાસ અને જ્ઞાનના સંપાદનની કદર થાય જ. તેમની કદર કરી તેમને આચાર્યની પદવી આપવાની વારંવાર વિનંતી થવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેનો અસ્વીકાર કરી, ત્યાગની ભાવના મૂર્તિમંત કરી છે. આવા નિઃસ્પૃહી જ્ઞાનીની નિર્મળ વિચારસરણીને લાભ પ્રાપ્ત કરવા આપણે આપણી જાતને ધન્ય માનવી જોઈએ. આવા જ્ઞાનીને ધર્મના વાડાઓ હોય નહીં. તેમણે અન્ય ધર્મોને પણ તલસ્પર્શી અભ્યાસ કરી, જૈનશા અને આગમોની અદ્વિતીયતા પુરવાર કરી છે. સાથે સાથે અન્ય ધર્મનાં સુંદર તો સમજવાં જોઈએ એમ પણ સાબિત કર્યું છે. વિદ્યા, વિનય, નમ્રતા અને નિઃસ્પૃહતા આ જમાનામાં ભાગ્યે જ જોવા મળે છે. આ ગુણે તેમને અદ્વિતીય કક્ષામાં મૂકે છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની સિદ્ધિઓ આપણને નિષ્કામ સેવાનું દષ્ટાંત પૂરું પાડે છે. જૈનધર્મની ઉપાસના આગમો પ્રમાણે પૂરેપૂરી કરતા હોવા છતાં તેમણે ઈતિહાસ અને સાહિત્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy