________________
શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકલા
| ૨૨૭
it
<<
લાગ્યા સિવાય રહેતું નથી. આ હકીકતને નબળા કે સબળેા ટેકે આપતા એક અતિસ`ક્ષિપ્ત ઉલ્લેખ આવશ્યકસૂત્રની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પત્ર ૨૩૩, ગાથા ૫૬૦ની ટીકામાં સમવસરણનું વ્યાખ્યાન કરતાં દેવ-મનુષ્ય આદિ બાર પદાના ચિત્ર આદિથી અલંકૃત ચિત્રિત સમવસરળવટ્ટને ઉલ્લેખ “ પૂર્વાચાર્યોવવેજ્ઞાનવિતવૃદ્ધિચિત્રવમંવલેન તુ સર્વાઇવ ટેમ્પો ન નિવીયન્તિ અર્થાત્ પૂર્વાચાર્યાંના ઉપદેશથી આલેખાયેલા પટ્ટ આદિમાંના ચિત્રના આધારે ” ઇત્યાદિ વાકયથી આપ્યા છે. અલબત્ત, આ ચિત્રપટા કેવાં હશે એ કહેવુ અત્યારે કડિન કામ ગણાય, તેમ છતાં તે યુગના સમ ગીતા આચાર્યા તરફ નજર નાંખતાં આ ચિત્રપટ્ટોમાં કઈક વિશિષ્ટતા દ્વાવાને જરૂર સંભવ છે. ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીને તેમની રાજકુમાર અવસ્થામાં તેમના પેાતાના પ્રાસાદમાંની ચિત્રશાળામાંના “ નેમિનાથ ભગવાન દ્વારા રાજીમતીને ત્યાગ ’”ને લગતા પ્રસંગને જોતાં અમુક સ્ફુરણા થયાના ઉલ્લેખ પ્રાચીન ચરિત્રોમાં મળે છે. એ ઉપરથી પ્રાચીન યુગમાં જિનેશ્વરદેવ આદિ અવતારી પુરુષોની જીવનકથાને લગતા પ્રસંગેાનાં ચિત્રો જરૂર દેરાતાં હતાં એમ આપણને સ્પષ્ટ ભાસ થાય છે. અને તે પણ, ચિત્રશાળાના સ્થાનનું ઔચિત્ય વિચારતાં વિશિષ્ટ કલાના નમૂનારૂપ જ હોવાં જોઈ એ એમ પણ આપણને લાગે છે.
ભાઈ શ્રી કાપડિયાએ એકાંત આત્મીય ભાવે શ્રમણ વીર-વ માનસ્વામીની ચિત્રકથા સર્જીને અતિસંકુચિત માનસ ધરાવતી જૈન પ્રજાને વિશિષ્ટ ધપાઠ આપ્યા છે કે આપણી વિભૂતિઓની વાસ્તવિક પૂજા પાછળ વર્ષોનાં વર્ષા સુધી કેવું આંતર તપ તપવુ પડે છે અને એ માટે કે આત્મીય ભાવ જાગ્રત કરવા પડે છે.
ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષ સુધી આત્મીય ભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે અને તે સાથે આપણે સૌ આશા રાખીએ છીએ કે તેમણે આલેખેલી શ્રમણુ મહાવીરની ચિત્રકથાને પૂર્વા ઉપહત કરીને જેમ આપણને વિભૂતિપૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવ્યા છે તે જ રીતે તેએ એ ચિત્રકથાને ઉત્તરા ઉપÊત કરી પુનઃ આપણને સત્વર એ પૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવે. અંતમાં એક વાત આપણે કરી લઈએ કે વમાન યુગને અનુરૂપ શ્રમણ વીરવમાન પ્રભુની સૌપ્રથમ આદ ચિત્રકથા સરજવાને યશ ભાઈ શ્રી કાપડિયાને ફાળે જાય છે અને એ રીતે તે ચિરમણીય રહેશે.
[ · શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ · એ ચિત્રસંપુટનુ આમુખ, ઈ. સ. ૧૯૪૯ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org