SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ભારતમાં જૈનધર્મના ઇતિહાસ* ભારતીય આ મહાસંસ્કૃતિના આવિર્ભાવ અને તેના પાયાને મજબૂત કરવા માટે ભારતવર્ષોંની ત્રણ મહાપ્રતાપી મહાપ્રજાએ પેાતાનાં સમગ્ર જીવન, શક્તિ, બુદ્ધિ અને વિજ્ઞાનનેા વિશાળ ફાળા અર્પણ કર્યાં છે. એ ત્રણ મહાપ્રજાએ એટલે જૈન, બૌદ્ધ અને વૈદિકધર્મ સંચાલકો અને તે તે ધર્મની અનુયાયી પ્રજા. આ ત્રણ મહાપ્રજા પૈકી જૈત પ્રજાએ ભારતીય આ મહાસ ંસ્કૃતિના વિકાસમાં, એ સ`સ્કૃતિને પગભર કરવામાં અને એને વિશ્વવ્યાપી બનાવવા માટે કેવા અને કેટલે અદ્ભુત ભાગ ભજવ્યેા છે તેની રૂપરેખાને રજૂ કરતા એક અપૂર્વ ગ્રંથ ભાઈ ચિમનલાલ શાહ આજે જૈન પ્રજાના કરકમલમાં ઉપહારરૂપે ધરી રહ્યા છે. ભાઈ શ્રી ચિમનલાલે તેમના પ્રસ્તુત ગ્રંથમાં સંખ્યાબંધ પાશ્ચાત્ય વિદ્વાનોના વિશાળ ગ્રંથરાશિના અવલાકન, અભ્યાસ અને મનનને અ ંતે દેહનરૂપે જે હકીકતા રજૂ કરી છે એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે પૌરાણિક કાળમાં અથવા અતિ પ્રાચીન અગમ્ય યુગમાં જૈન પ્રજા ગમે તેટલી મહાન હા, ગમે તેવડા વિશાળ પૃથ્વીપટને તેણે પેાતાની અસ્મિતાથી વ્યાપ્ત કરી દીધા હેાય, તેમ છતાં અન્ય પ્રજા કરતાં અતિ નાના પ્રમાણમાં રહી ગયેલી જૈન પ્રજાએ પાછલાં ત્રણ હજાર વર્ષ દરમિયાન ભારતીય આ મહાસંસ્કૃતિના પ્રત્યેક અંગમાં પ્રાણ પૂરવા માટે પેાતાનાં જીવન, શક્તિ અને વિજ્ઞાનને કેટલા સમર્થ અને સદિગ્ગામી ફાળેા આપ્યા છે. જૈનધર્માનુયાયી પ્રજાની સંખ્યા માટે ગમે તેટલા મેાટા આંકડાએ રજૂ કરવામાં આવે, તેમ છતાં ચાવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે પેાતાના શિષ્ય-સમુદાયના વિહાર–પાદપરિભ્રમણ દ્વારા દેશ-વિદેશમાં ફરવા માટે જે ક્ષેત્રમર્યાદા-આ ક્ષેત્રો નક્કી કર્યાં છે, એ તરફ લક્ષ આપતાં, તેમ જ તે પછી લગભગ બીજા સૈકામાં થએલ અંતિમ શ્રુતકેવળી સ્થવિર આ ભદ્રબાહુસ્વામીને બારવરસી ભયંકર દુકાળ આદિ પ્રસંગાને લઈ ઉપરાક્ત ક્ષેત્રમર્યાદા સિવાયના અન્ય દેશમાં વિહાર કરવા વગેરેની આવશ્યકતા જણાતાં, તેમણે એ વિહારક્ષેત્રની મર્યાદા વગેરેમાં ઉમેરી અને * * ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધ' 'તે ( અ ંગ્રેજીમાં મૂળ લેખક શ્રી. ચિમનલાલ જેચંદ શાહ, ગુજરાતી ભાષાન્તરકાર: શ્રી. ફૂલચંદ હરિચંદ દોશી, પ્રકાશકઃ લાંગમૅન્સ ગ્રીન ઍન્ડ કંપની લિમિટેડ, ઈ. સ. ૧૯૩૭) ઉપાદ્ધાત, જ્ઞાનાં. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy