SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪] જ્ઞાનાંજલ ૨૧. મંડિલકના વ્યવહ૨૧ વિજિત નામને પુત્ર હતા. તેને વરમણુકાઈ નામે સ્ત્રી હતી. ૨૨. તેની કુક્ષીરૂપ માનસમાં હંસ સમાન પર્વત, ડુંગર અને નર્મદ નામના ત્રણ પુત્રો હતા. ૨૩. તેમાં પર્વત સહસ્રવીર (પુત્ર) તથા પેાઈઆ (ભાર્યા) આદિ કુટુંબની સાથે વંશની શાભા વધારનાર હતા. ૨૪. અને બીજો ડુંગર—જેને મંગાદેવી ભાર્યાં અને કાન્હા નામનેા પુત્ર હતા—વંશની શેાભા વધારનાર હતા. ૨૫. પતડુંગરે (બે ભાઈઓએ) પોતે તૈયાર કરાવેલ મૂર્તિને પ્રતિષ્ઠા ( અંજન-શલાકાર) કરાવીને સંવત ૧૫૫૯માં તેમણે સ્થાપનમહેાત્સવ કર્યાં. ૨૬. સ. ૧૫૬૦માં તેમણે છરાપલ્લી (જીરાવલા) પાર્શ્વનાથ, અખ઼ુદ આદિ તીર્થાંની યાત્રા કરી. ૨૭–૨૮. તદન તર ગંધાર બંદરમાં તેમણે દરેક શાળામાં-ઉપાશ્રયમાં ઝેલમલ (?) યુગલાદિની સાથે કલ્પસૂત્રની પ્રતિ અર્પણ કરી. તેમ જ સંધનેા સત્કાર કરી નગરનિવાસી વિષ્ણુકજનેને રૂપાનાણાની સાથે સાકરનાં પડીકાં અપાવ્યાં. ૨૯. ઇત્યાદિ સુકૃતા કર્યાં પછી આગમગચ્છીય શ્રી વિવેકરનના ઉપદેશથી ચતુર્થી વ્રત (બ્રહ્મચય) પ્રત્યે આદર કર્યાં. ૧. ગાંધી, માદી આદિની જેમ ધધાથી રૂઢ થયેલ શબ્દ હાવા જોઈ એ. * ૨. પ્રતિમામાં દેવત્વારાપણ નિમિત્તે કરાતા વિધાનવિશેષને · અંજનશલાકા ' કહે છે. k ૩. આ ગંધાર ગામ, ભરૂચ જિલ્લાના જંબૂસર તાલુકામાં આવેલુ છે. એની આસપાસના પ્રદેશમાં એ પણુ એક તીર્થસ્થાન જેવુ ગણાય છે. ઉપર વર્ણવવામાં આવેલુ કાવીતી અને આ તી, “ કાવીગધાર' આમ સાથે જોડકારૂપે જ કહેવાય છે. આ ગધાર ગામ તે સત્તરમા સૈકાનું પ્રસિદ્ધ ગંધાર બંદર જ છે, જેનેા ઉલ્લેખ ફ્રીરસૌમાય, વિગયપ્રાપ્તિ, વિનયàવમાહાત્મ્ય અને ફોરવિનયસૂરિાસ વગેરે ગ્રંથામાં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સવત ૧૬૩૮ની સાલમાં હીરવિજયસરિતે આગ્રા તરફ આવવાનું આમંત્રણ આવ્યું હતું તે વખતે એ આયા વય આ જ ગામમાં ચાતુર્માસ રહેલા હતા. હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિ વગેરે એ સૈકાના તપાગચ્છના સમર્થ આચાર્યાયતિએ ઘણી વખતે આ ગામમાં આવેલા અને સે ંકડા તિએની સાથે ચાતુર્માસ રહેલાના ઉલ્લેખા વારંવાર ઉક્ત પ્રથામાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ધણું જ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકાથી ભરેલું હશે. આજે તે ત્યાં ફક્ત ૫–૨૫ ઝૂંપડાએ જ દૃષ્ટિાચર થાય છે. જૂનાં સ્પંદિરનાં ખડેરા ગામ બહાર ઊભાં દેખાય છે. વર્તમાનમાં જે મંદિર છે તે ભરૂચનિવાસી ગૃહસ્થેાએ હાલમાં જ નવું બંધાવ્યું છે. એ સ્થળે ફક્ત એ મદિરના ખંડેર સિવાય બીજું કાંઈ પણ જૂનું મકાન વગેરે પણ જણાતું નથી. અઢીસા ત્રણસો વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટીવાળુ` હતુ` તેનું આજે સર્વથા નામનિશાન પણ દેખાતું નથી તેનું કાંઈ કારણ સમાતું નથી. ત્યાંના લોકોને પૂછતાં અમને કહેવામાં આવ્યું કે, એક વખત એ ગામ ઉપર દરિયા ફરી વળ્યા હતેા અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઈ ગયું હતું. પરંતુ આ લેખાવાળી જિનપ્રતિમાએ અને મદિર કેમ બચવા પામ્યું અને બાકીનું શહેર કેમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું તેનું સમાધાન કાંઈ અમને અદ્યાપિ થઈ શકયું નથી. શેાધકાએ આ બાબતમાં વિશેષ શેાધ કરવાની જરૂરત છે.—સ॰ [પ્રાચીન જૈન લેખસંગ્રહ ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy