SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨] જ્ઞાનાંજલિ પ્રતિ. અને ૩. ત્રીજી પૂના-ડેક્કન કેલેજના ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં તાડપત્ર ઉપર લખેલી પ્રતિ. આ સિવાયની બીજી જે જે હસ્તલિખિત પ્રતિઓ જૈન મુનિઓના જ્ઞાનભંડારોમાં જોવામાં તેમ જ સાંભળવામાં આવી છે તે બધીયે, જે હું ન ભૂલતો હોઉં અને નથી જ ભૂલતે તે, પાટણ-વાડીપાર્શ્વનાથના ગ્રંથસંગ્રહની પ્રતિની નકલે જ છે. અને એ પ્રતિઓ ધરાવનાર પૈકી ભાગ્યે જ કોઈને ખબર હશે કે એમની એ વ્યાકરણ-પ્રતિ સંપૂર્ણ નહિ પણ અધૂરી જ છે. ઉપર જણાવેલી ત્રણે પ્રતિઓ પૈકીની એકેય પ્રતિ સંપૂર્ણ નથી, તેમ જ ત્રણે પ્રતિઓ એકઠી કરવામાં આવે તો પણ આ૦ લયગિરિત શબ્દાનુશાસન પૂર્ણ થાય તેમ નથી. ૧. પાટણ-વાડીપાર્શ્વનાથના ભંડારની પ્રતિ પંચસંધિ, નામ, આખ્યાત અને છત સુધીની છે. અર્થાત આ પ્રતિમાં ચતુષ્કવૃત્તિ, આખ્યાતવૃત્તિ અને કૃત્તિ એમ ત્રણ વૃત્તિના મળી એકંદર ત્રીસ પાદનો સમાવેશ થાય છે. પરંતુ તદ્ધિતવૃત્તિ કે જે અઢાર પાટ જેટલી છે તે આ પ્રતિમાં નથી. ૨. પાટણ–સંઘવીના પાડાની તાડપત્રીય પ્રતિ અતિ ખંડિત છે. એ પ્રતિ, મારા ધારવા પ્રમાણે, લગભગ ૫૦૦ પાનાં જેટલી હોવી જોઈએ, તેને બદલે અત્યારે એનાં માત્ર ૩૩૦ થી ૪૫૬ સુધીમાં જ પાનાં વિદ્યમાન છે અને તેમાં પણ વચમાં વચમાંથી સંખ્યાબંધ પાનાં ગૂમ થયાં છે. તેમ છતાં આ ત્રુટિત પ્રતિ તદ્ધિતવૃત્તિની હોઈ એનું અતિઘણું મહત્વ છે. આ પ્રતિમાં લેખકે આખા ગ્રંથના પત્રાંકે અને દરેક વૃત્તિના વિભાગસુચક પત્રાંકે એમ બે જાતનાં પત્રાંકે કર્યા છે. એ રીતે આ પ્રતિના ૩૩૦ પાનામાં તદ્ધિતવૃત્તિનાં પાનાં તરીકે ૩૫ મો અંક આવ્યો છે. એટલે તદ્ધિતવૃત્તિનો પ્રારંભ ૩૪ પાનાં જેટલે ભાગ આ પ્રતિમાં નથી. એ ચોત્રીસ પાનાંમાં તદ્ધિતીને લગભગ દોઢ અધ્યાય ગૂમ થયો છે. આ પ્રતિનાં અત્યારે જે ખંડિત પાનાં હયાત છે તેમાં તદ્ધિતના દ્વિતીયાધ્યાય દ્વિતીયપાદના અપૂર્ણ અંશથી શરૂઆત થાય છે અને લગભગ ૪૦૦મા પાના દરમિયાન દશમા પાદની સમાપ્તિ થાય છે. આ પછી થોકબંધ પાનાં ગૂમ થયાં છે. માત્ર પાંચ-દશ જ છુટક પાનાં છે. આ રીતે સંઘવીના પાડાની પ્રતિ અતિ ખંડિત હેઈ પાછળનાં આઠ પાદ એમાં છે જ નહિ. ૩. ડેકકન કૉલેજમાંની પ્રતિની તપાસ કરાવવા છતાં હજુ એને અંગેની ચેકકસ માહિતી મળી શકી નથી કે એ પ્રતિ કેટલી અને ક્યાં સુધીની છે. એ માહિતી મેળવવા માટે પ્રયત્ન ચાલુ જ છે. તેમ છતાં અધૂરી તપાસ પરથી એમ તો ચક્કસ જૈણવા મળ્યું છે કે એ પ્રતિ દ્વારા પણ પ્રસ્તુત શબ્દાનુશાસનની પૂર્ણતા થાય તેમ નથી. ડેક્કન કોલેજની આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી અને ખંડિત છે. પ્રસ્તુત વ્યાકરણ પૂર્ણ ન મળે ત્યાં સુધી આપણે એની સંખ્યા તેમ જ પત્ત વૃત્તિનું ચોકકસ પ્રમાણ જાણી શકીએ તેમ નથી. પરંતુ એની અપૂર્ણ દશામાં પણ તેના અધ્યાય અને પાદસંખ્યાનું પ્રમાણ ચક્કસ રીતે જાણી શકાય તેમ છે. ખુદ આ૦ શ્રી મલયગિરિએ તદ્ધિતના નવમાં પાદન સંથાયT: पाठसूत्रसङ्घो वा से सूत्रनी श्वाप वृत्तिमा अष्टावध्यायाः परिमाणमस्य अष्टकं पाणिनीयं सूत्रम् । દશ મનયરીય એ પ્રમાણે જણાવ્યું છે, એને આધારે જાણી શકાય છે કે મલયગિરિશબ્દાનુશાસનની બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્તિ થાય છે. જોકે શ્રી મલયગિરિએ, આઇ શ્રી હેમચંદ્રની માફક, પુપિકામાં અધ્યાય અને પાદની નોંધ વિભાગવાર કરી નથી, તેમ છતાં તેમને એક અધ્યાયના ચાર પાદ જ અભીષ્ટ છે એ, તદ્ધિતવૃત્તિમાં આવતી તિ શ્રીમનયરિવર્તિ રાવાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy