SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] જ્ઞાનાંજલિ કઈ પણ યુગમાં વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતાએ વ્યાપક સ્વરૂપ લીધું હોય તો, તે ત્યારે જ કે જ્યારે તેના પ્રણેતા અને સંચાલકોના જીવનમાં શુદ્ધ ત્યાગ, તપ અને સમભાવે સ્થાન મેળવ્યું હોય. એક કાળે ભારતવર્ષની આર્ય પ્રજાના આર્ય માનસમાં આ ઉદાત્ત ભાવનાએ એટલું વ્યાપક સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે માત્ર એક દેશમાં, એક ગામમાં કે એક પડોશમાં જ નહિ, પરંતુ એક જ ઘરમાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાય એકસાથે વસી શકતા, પરસ્પર વિચારોની આપ-લે કરી શકતા અને અનાબાધપણે પોતપોતાની પદ્ધતિએ સૌ જીવનવિકાસ પણ સાધી શકતા હતા. આજે આપણે સૌએ આપણું જીવનમાંથી આ વિજ્ઞાનપૂર્ણ સમભાવને સર્વથા ખોઈ નાખે છે, એનું પરિણામ એ આવ્યું છે કે આપણે સહવાસી ભિન્ન ભિન્ન ધર્મો કે સંપ્રદાય સાથે સમભાવ-મૈત્રીભાવ સાધી શકતા નથી એમ જ નહિ, પણ પોતપોતાના સંપ્રદાય કે સમૂહમાંય સહેજ વિચારભેદ પડતાં માનવતાને ત્યાગ કરી અસભ્ય અને જંગલી દશાએ પહોંચી જઈએ છીએ, અને આપણે જે ધર્મ અને ધાર્મિકતાને વિકાસ સાધવા માગીએ છીએ એનો દિન-પ્રતિદિન આપણા જીવનમાંથી અભાવ થતો જાય છે. ભગવાન શ્રી હેમચંદ્ર જેવા આદર્શજીવી પુરષનાં પવિત્ર જીવન આપસૌને આ ક્ષકતાના ગર્તામાંથી ઉગારનાર થાય એમ આપણે સૌ જરૂર ઈચ્છીએ-ઇછવું જ જોઈએ. આજે એ સમય આવી લાગ્યો છે, જ્યારે ધર્મમાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના વનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તે મરી જ જશે. આજની આપણું સૌની જીવનચર્યાને વિચાર કરવામાં આવે તે આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તોપણ, આપણે મોટા ભાગની ધાર્મિકતા તો મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી પણ, આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણું વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્ત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે. આ પ્રસંગે હું ઈતર સંપ્રદાયોને લક્ષી કશુંય ન કહેતાં જૈનધર્માનુયાયીઓને લક્ષીને એટલું સૂચન કરવું અતિ આવશ્યક માનું છું કે, ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના નામ ઉપર વારી જનાર અત્યારના વિદ્વાન જૈન શ્રમણ અને જેન આચાર્યો એ મહર્ષિના પવિત્ર જીવનમાંથી આ એક જ ઉદાત્ત ગુણને પોતાના જીવનમાં થોડોઘણયે પચાવે તો આજના જૈન સંપ્રદાયમાં સુલક, નિષ્માણ અને અર્થ વગરની શુષ્ક ચર્ચાઓ પાછળ જે કીમતી સમય, સાધુજીવન અને અગાધ જ્ઞાનશક્તિની બરબાદી થવા સાથે જૈન પ્રજાના ધાર્મિક જીવન અને તેની અઢળક ધાર્મિક સંપત્તિની ખાનાખરાબી થઈ રહી છે, એ અટકી જાય; તે સાથે આજે જૈન શ્રમણો અને શ્રીસંધમાં જે વૈવિધ, કુસંપ વગેરે ફેલાઈ રહ્યાં છે તે પણ નાબૂદ થઈ જાય અને મૃત્યુશામાં પડેલી સાચી ધાર્મિકતા પુનર્જીવન પ્રાપ્ત કરે. આજની વિકૃત ચર્ચાઓ અને વિરૂપ પ્રવૃત્તિઓએ જૈન શ્રમણ અને જૈન પ્રજાને છિન્નભિન્ન તેમ જ અનાથ દશામાં મૂકી દીધી છે, એ વસ્તુ જરાય ઉપેક્ષા કરવા જેવી નથી. આજની છિન્નભિન્ન સ્થિતિ અને અનાથતાને દૂર કરવા માટે જૈન શ્રીસંઘની સમર્થ વિજ્ઞ વ્યક્તિઓએ સત્વરે યોગ્ય પગલાં લેવાં જોઈએ. તેમાં સૌથી પ્રથમ એ હોવું જોઈએ કે, આજે કુદકે ને ભૂસકે જન્મ ધારણ કરતાં વ્યક્તિવાદનાં પોષક દરેકેદરેક વર્તમાનપત્રોને અટકાવવાં જોઈએ, અથવા એ વર્તમાનપત્રોનું ધોરણ નક્કી કરવું જોઈએ. આજના વ્યક્તિવાદકનાં પોષક અને અસભ્ય જૈન વર્તમાનપત્રોએ જૈન પ્રજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy