SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આમુખ “ સૂર્યોદય સમયે સરસ્વતી નદી કિનારે ઊભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી–તેજથીઆખા ગુજરાતને છાઈ દેતી કો અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે.” –શ્રી ધૂમકેતુ ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવનચરિત્ર ધાત્રી ગુર્જરીના હૃદયમાં સંસ્કારિતા, વિદ્યા અને વિશુદ્ધ ધાર્મિકતાને પ્રાણ પૂરનાર, વિશ્વની મહાવિભૂતિસ્વરૂપ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી ભાષામાં સ્વતંત્ર તેમ જ અનુવાદાત્મક અનેક જીવનચરિત્રો આલેખાઈ ચૂક્યાં છે. ડો. બુલર જેવા વિધાને એ મહાપુરુષના પ્રભાવથી આકર્ષાઈ એમની જીવનરેખા જર્મન ભાષામાં પણ દોરી છે. આજે એ જ મહાપ્રતાપી પુરુષના જીવનચરિત્રમાં ર. રા. ભાઈશ્રી ધૂમકેતુ મહાશયે તૈયાર કરેલ એક નવીન કૃતિનો ઉમેરો થાય છે. ભાઈશ્રી ધૂમકેતુ એટલે ગુજરાતીના પ્રતિભાવાન, સંસ્કારી, પ્રૌઢ લેખક અને ગુજરાતની પ્રજાના કરકમલમાં એક પછી એક શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ સંસ્કારપૂર્ણ ગ્રંથપુષ્પોનો ઉપહાર ધરનાર માતા ગૂર્જરીનો પનોતા પુત્ર. એ સમર્થ લેખકને હાથે ગુજરાતની સંસ્કારિતાના આઘદ્રષ્ટા અને સર્જક ભગવાન શ્રી હેમચંદ્રનું જીવનચરિત્ર લખાય એ ગુજરાતી પ્રજા અને ગિરાનું અહોભાગ્ય જ ગણાય. આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈશ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશલતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલો થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા * શ્રી ધૂમકેતુકૃત “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનું (પ્રકાશક જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી મારક ટ્રસ્ટ, મુંબઈ, સને ૧૯૪૦) આમુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy