SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ પાદ કાવ્ય ७१ १ भीममहाभवाब्धि० । શ. ७१ १ भीमभवोदधे० ८८ १ हस्तालम्बितचूत लुम्बिलतिका यस्या जनोऽभ्याग़मत् ८८ ३ दद्यानित्यमिताम्रलुम्बिलतिकाविभ्राजिहस्त्ताऽहितम् અહીં જે વાક્યોની નોંધ આપી છે તે ઉપાધ્યાયજીએ પદવાળ્યાદિનું આહરણું કેવું કર્યું છે, તે જાણવા માટે. વિશેષણ અને ભાવાર્થનું આહરણ તો આખી સ્તુતિમાં સ્થળે સ્થળે જોવામાં આવે છે. તેનાં ઉદાહરણો આ સ્થળે ન આપતાં જિજ્ઞાસુઓને તે સ્તુતિઓ સાથે સરખાવવા ભલામણ છે. ઉપર કહેવામાં આવ્યું કે, “પ્રસ્તુત ચતુર્વિશતિકા શોભતુતિના અનુકરણરૂપ છે' એ ઉપરથી કોઈએ એમ ન માની લેવું કે આ ચતુર્વિશતિકામાં કશી નવીનતા જ નથી. ઉપાધ્યાયની એવી કઈ કૃતિ જ નથી કે જેમાં નવીનતા તેમ જ ગાંભીર્ય ન હોય. તે ગંભીરતાને તેઓશ્રીએ સ્વયં ટીકામાં સ્થળે સ્થળે પ્રકટ કરેલ છે. અમે તે પંક્તિઓને ભૂલાક્ષરમાં છપાવી છે. આ પંક્તિઓ શાસ્ત્રીય ગંભીર વિચારોથી ભરપૂર છે. આ ઠેકાણે એક વાત કહેવી જોઈએ કે, જેમ અન્ય પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિઓની યમકાલંકારમય કૃતિઓ કિલછાર્થ, પૂરાવયવ આદિ દેવોથી વંચિત નથી રહી શકી, તે જ પ્રમાણે ઉપાયાયજીની પ્રસ્તુત કૃતિ પણ તે દેથી વંચિત નથી જ રહી શકી. જોકે કેટલાંક પદ્યો એવાં પણ તારવી શકાય તેમ છે. જેમાં આવા દોષો ન પણ હોય, તથાપિ તેટલા ઉપરથી આખી કૃતિને નિર્દોષ તો ન જ કહી શકાય. નાને મોઢે કહેવાયેલી આ વાતને વિદ્વાનો ક્ષમાની દષ્ટિથી જુએ એમ ઈચ્છું છું. પ્રસ્તુત સ્તુતિના સંપાદન સમયે તેની પણ ટીકાયુક્ત માત્ર એક જ પ્રતિ પૂજ્ય શ્રીમાન સાગરાનન્દસૂરિ મહારાજ પાસેથી મળી છે. તે ૨૪ પાનાંની અને નવીન લખેલી છે. આ પ્રતિનો ઉતારે જેના ઉપરથી કરવામાં આવ્યો છે તે પ્રતિ વેંટી ગયેલ હતી. તેને ઉખાડતાં તેમાં જે રથળે અક્ષર ઊખડી ગયા તે સ્થાન નવી પ્રતિમાં ખાલી છે. લેખકે પ્રમાદથી અનેક સ્થળે પાઠ છોડી દીધા છે, એટલું જ નહિ, પણ તે લિપિનો અન્ન હોવાથી તેણે પણ અશુદ્ધિઓમાં મોટો ઉમેરો કર્યો છે. આ રીતે પ્રસ્તુત ચતુર્વિશતિકાની પ્રતિ અત્યંત અશુદ્ધ હોવા છતાં તેને શુદ્ધ કરવા માટે તેમ જ તૂટી ગયેલા પાઠોને ઉપાધ્યાયજીના શબ્દોમાં જ સાંધવા માટે યથાશક્ય યત્ન કર્યો છે. પ્રતિમાં જ્યાં જ્યાં અશુદ્ધિઓ હતી તે દરેક સ્થળે સુધારેલા પાઠો ગોળ કષ્ટમાં આપ્યા નથી, પરંતુ લગભગ અંદર જ સુધારી દીધા છે. આ પ્રમાણે કરવામાં કોઈ સ્થળે પ્રમાદથી ખલના થવા પામી હોય તો તે માટે વિદ્વાનો સમક્ષ ક્ષમાયાચના છે. ઉપરોક્ત પ્રતિ સિવાય એક અવચેરિની પ્રતિ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના છાણીના જ્ઞાનભંડારમાંથી મળી છે. આ અવચૂરિ પણ ટીકાને આધારે કરેલ ટાંચણરૂપ હોઈ પણ ટીકાના જ શબ્દોમાં હોવાથી ટીકાના સંશોધનમાં કવચિત કવચિત્ સહાયક થઈ છે. પ્રસ્તુત ચતુર્વિશતિકાની પ્રેસ કેપીને વળાનિવાસી ન્યાય-યાકરણતીર્થ પં. શ્રી બેચરભાઈએ તપાસી તેમાંની અશુદ્ધિઓમાં ઘટાડો કર્યો છે. ઉપરના સજજનોની સહાયથી આ ચતુર્વિશતિકાને ધ્યાનપૂર્વક સુધારવા છતાં અલના થઈ હોય અથવા અશુદ્ધિ રહી હોય તે વિદ્વાને તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છી વિરમું છું. [‘એન્ડ્રસ્તુતિચતુવિરતિકા” પ્રસ્તાવના, સં ૧૯૮૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy