SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ગ્રંથોનું સંપાદન [૧૫૩ અહીં જે ગ્રંથોનાં નામોની નોંધ આપવામાં આવી છે તેમાંથી શ્રીમલયગિરિશબ્દાનુશાસન સિવાયના બધાય ગ્રંથો ટીકાત્મક જ છે. એટલે આપણે આચાર્ય મલયગિરિને ગ્રંથકાર તરીકે ઓળખીએ તે કરતાં તેમને ટીકાકાર તરીકે ઓળખવા એ જ સુસંગત છે. - આચાર્ય શ્રી મલયગિરિની ટીકારચના–આજ સુધીમાં આચાર્ય શ્રી હરિભદ્ર, ગંધહસ્તી સિદ્ધસેનાચા, શ્રીમાન કોટવાચાર્ય, આચાર્ય શ્રી શીલાંક, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, મલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર, તપ શ્રી દેવેન્દ્રસૂરિ આદિ અનેક સમર્થ ટીકાકાર આચાર્યો થઈ ગયા છે, તે છતાં આચાર્ય શ્રી મલયગિરિએ ટીકાનિર્માણના ક્ષેત્રમાં એક જુદી જ ભાત પાડી છે. શ્રી મલયગિરિની ટીકા એટલે તેમના પૂર્વવત્ત તે તે વિષયના પ્રાચીન ગ્રંથો, ચૂર્ણિ, ટીકા, દિપણુ આદિ અનેક શાસ્ત્રોના દેહન ઉપરાંત પિતા તરફના તે તે વિષયને લગતા વિચારોની પરિપૂર્ણતા સમજવી જોઈએ. ગંભીરમાં ગંભીર વિષયોને ચર્ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢિ અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે. આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે: તેઓશ્રી સૌપહેલાં મૂળસૂત્ર, ગાથા કે લેકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હોય તે સાથે કહી દે છે. ત્યાર પછી જે વિષ પર વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય તેમને “ માં માવ:, લિમુi મવતિ, મયમારાથી, મત્ર ૬ '' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યનો સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતાં પ્રાસંગિક અને અનુપ્રાસંગિક વિષયોને ચર્ચવાનું તેમ જ તદિષયક અનેક પ્રાચીન પ્રમાણોને ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચૂકતા નથી, એટલું જ નહિ, પણ જે પ્રમાણોને પોતે ઉલ્લેખ કર્યો હોય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થો, વ્યાખ્યા કે ભાવાર્થ લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કોઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મૂંઝાવું ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમ જ ઉપર જણાવવામાં આવ્યું તેમ ભાષાની પ્રાસાદિકતા અને અર્થ તેમ જ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પદ્ધતિને લીધે આચાર્ય શ્રી મલયગિરિની ટીકાઓ અને તેમનું ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે. આચાર્ય મલયગિરિનું બહઋતપણું–આચાર્ય મલયગિરિકૃત મહાન ગ્રંથરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિજ્યોની ચર્ચા છે, તેમ જ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણો ટાંકેલાં છે, એ જોતાં આપણે સમજી શકીશું કે, તેઓશ્રી માત્ર જૈન વાડ્મયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ નહોતું, પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન-જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યોતિર્વિદ્યા, ગણિતશાસ્ત્ર, લહાણુશાસ્ત્ર આદિને લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનનો વિશાળ વારસ ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પોતાના ગ્રંથોમાં જે રીતે પદાર્થોનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સૂક્ષ્મ રીતે ધ્યાન આપીશું તો આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વિભયવારિધિને ઘૂંટીને પી જ ગયા હતા, અને આમ કહેવામાં આપણે જરા પણ અતિશયોક્તિ નથી જ કરતા. પૂજ્ય આચાર્ય શ્રી મલયગિરિરિવરમાં ભલે ગમે તેટલું વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય હો, તે છતાં તેઓશ્રી એકાંત નિર્વતિમાગના ધોરી અને નિર્વતિમાર્ગપરાયણ ઈ તેમને આપણે નિર્વતિમાર્ગ પરાયણ જૈનધર્મની પરિભાષામાં આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખીએ એ જ વધારે ઘટમાન વસ્તુ છે. જ્ઞાનાં. ૨૦ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy