SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૦ જૈન કસાહિત્ય અને પંચસંગ્રહ ઉપરથી સમજી શકાશે કે “જૈનદર્શન માત્ર કર્મવાદને માનનાર દર્શન નથી, પણ તે ટૂંકમાં પાંચ કારણવાદને માનનાર અનેકાન્તવાદી દર્શન છે.” મૌલિક જેન કર્મ સાહિત્ય જૈન કર્મવાદનું સ્વરૂપ અને તેનું વ્યાખ્યાન અત્યારે વિદ્યમાન જૈન આગમોમાં છૂટું છૂટું અમુક પ્રમાણમાં હોવા છતાં એ એટલું અપૂર્ણ છે કે જે જે કર્મવાદની મહત્તાના અંગરૂપ ન બની શકે, તેમ જ જૈન આગમો પૈકીનું કોઈ પણ આગમ એવું નથી જે કેવળ કર્મવાદવિષયને લક્ષીને હોય. આ સ્થિતિમાં સૌઈને એ જિજ્ઞાસા સહેજે જ થાય અને થવી જ જોઈએ કે, “ત્યારે જૈનદર્શનના અંગભૂત કર્મવાદના વ્યાખ્યાનનું મૂળ સ્થાન યું ?” આ વિષે જેને કર્મવાદવિષયક સાહિત્યના વ્યાખ્યાતા અને પ્રણેતાઓનો એ જવાબ છે કે “જૈન કર્મવાદવિષયક પદાર્થોનું મૂળભૂત, વિસ્તૃત અને સંપૂર્ણ વ્યાખ્યાન કર્મપ્રવાદપૂર્વમાં અર્થાત્ કર્મપ્રવાદ પૂર્વ નામક મહાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે; એ મહાશાસ્ત્રના આધારે અમારું કર્મવાદનું વ્યાખ્યાન, ગ્રંથરચના વગેરે છે.” આજે આ મૂળભૂત મહાશાસ્ત્ર કાળના પ્રભાવથી વિસ્મૃતિ અને નાશના મુખમાં પડી ગયું છે. આજે આપણી સમક્ષ વિદ્યમાન કર્મવાદવિષયક સાહિત્ય એ ઉપરોક્ત મહાશાસ્ત્રના આશયને આધારે નિર્માણ કરાયેલ અંશરૂપ સાહિત્ય છે. ઉપર જણાવેલ મહાશાસ્ત્રની વિસ્મૃતિ અને અભાવમાં કર્મ સાહિત્યના નિર્માતાઓને કર્મવાદવિષયક કેટલીયે વસ્તુઓનાં વ્યાખ્યાનો પ્રસંગે પ્રસંગે છોડી દેવાં પડ્યાં અને કેટલીયે વસ્તુઓનાં વિસંવાદ પામતાં તાત્વિક વર્ણને શ્રધરો ઉપર છોડી દેવામાં આવ્યાં છે” જન કર્મ સાહિત્યના પ્રણેતાઓ જેને કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતાઓ તાંબર અને દિગંબર એમ બે વિભાગમાં વહેંચાઈ ૧. (૪) “અરજ ગુજા, યજુરાધરે 1ળવવામિ છે ?” " करणं क्रिया, ताए विणा जा उवसामणा सा अकरणोवसामणा......ताते अणुओगो वोच्छिन्नो तो तं अजाणतो आयरिओ जाणंतस्स नमोक्कार करेति ॥” कर्मप्रकृति चूर्ण-उपशमनाकरणे ॥ " अकरणकृतोपशमनाया नामधेयद्वयम्, तद्यथा-अकरणोपशमना, अनुदीर्णोपशमना च । तस्याश्च सम्प्रत्यनुयोगो व्यवच्छिन्नः ।" मलयगिरीया टीका ॥ (ख) तत्र या करणरहिता तस्या व्याख्या नास्ति, तद्वेतृणामभावात् ।” __ पंचसंग्रहे स्वोपज्ञटीका। (ग) “जीवपदप्रतिबद्धानां त्वालापगणनादीनां द्वाराणां प्ररूपणा सम्प्रदायाभावाद् न क्रियते" बृहत्कल्पसूत्रविभाग ४, पत्र १२१६ (घ) " शेषाणि तु द्रव्यप्रमाणादीनि सप्तानुयोगद्वाराणि कर्मप्रकृतिप्राभृतादीन् ग्रन्थान् सम्यक परिभाव्य वक्तव्यानि । ते च कर्मप्रकृतिप्राभतादयो ग्रन्था न सम्प्रति वर्तन्ते इति लेशतोऽपि दर्शयितुं न शक्यन्ते । यस्त्वैदंयुगीनेऽपि श्रुते सम्यगत्यन्तमभियोगमास्याय पूर्वापरौ परिभाष्य दर्शयितुं शक्नोति तेनावश्य दर्शयितव्यानि । प्रशोन्मेषो हि सतामद्यापि तीव्रतीव्रतरक्षयोपशममभावेनासीमो विजयमानो लक्ष्यते । अपि चान्यदपि यत् किञ्चिदिह झूणमापतितं तत् तेनापनीय तस्मिन् स्थानेऽन्यत् समीचीनमुपदेष्टव्यम् । सन्तो हि परोपकारकरणकरसिका भवन्तीति ।। सप्ततिका गाथा ५३, मलयगिरीया टीका, पत्र २४१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy