SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦} જ્ઞાનાંજલિ સારી રીતે હોય છે. આવા પાઠોનાં ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણિમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનોને ખ્યાલ આવશે કે આવા પાઠોના સંશોધકોને શાબ્દિક શુદ્ધિ સિવાય અર્થસંગતિ વિષે કશુંય ધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણિમાં (પૃ. ૯૪માં) માં ઉતિક્ઝિર્સે ઉત આ શુદ્ધ પાઠ લેખકોના લિપિદોષથી માં grfકન તિ પાઠ બની ગયો અને ઘણું પ્રતિઓમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે મોણ તિબ્બર તિ પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરી રીતે મr giffકગલ્સ ઉત (સં. મા પનઘણન તિ) એનો અર્થ “નિગોદ અથવા ફૂગ ન વળે” એ છે. આવા અને આથીયે લિપિદોષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણિગ્રંથોમાં ઘણું જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુકિત ચૂર્ણપ્રથામાં આપણને જેમના તેમ જોવા મળે છે. અહીં પ્રસંગોપાત્ત જૈન મુનિવરોની સેવામાં સવિનય પ્રાર્થના છે કે, જૈન આગમો અને તે ઉપરના નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ આદિ વ્યાખ્યાગ્રથનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઈચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લેવો જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃત ભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તો પ્રાકૃતભાષાની બાળપોથી જ બની જાય છે. એટલે આ માટે નિર્યુક્તિ-ભાગ્યચૂર્ણિ આદિ ગ્રંથોનું ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણપૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યયનને પરિણામે ભગવાન શ્રી હેમચંદ્રસૂરિના ઉપર બાળપોથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે, તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરણમાં જે પ્રયોગો અને સૂત્રો નહોતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં ક્યાંથી આવ્યાં? તેમ જ એ ભાષા ઉપર લેખકોના લિપિદોષ, ભાષાઓનાં વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેનો વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો છે?—તેને સાચો જવાબ જૈન આગમ અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથ આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વનાં બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણ ગૌણ બની ગયાં છે, તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સંગપૂર્ણતા છે. આ ઉપરાંત, જૈન આગમના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે, તેટલી જ જરૂરિયાત ઉત્તરોત્તર લેખકદેષાદિને કારણે અશુદ્ધિના ભંડારરૂપ બની ગયેલા જૈન આગમ રના નિયંક્તિ-ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકોએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠ કે વિવિધ પ્રકારના લિપિષોના જ્ઞાનની પણ છે. આ લિપિની મૌલિકતા અને લેખકે એ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાનો નિર્દેશ કરવામાં અાવતા કે ભાંગાઓ અથવા ભંગાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકમાં દેખાડતા. એટલે એ અક્ષરકેનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળ વિષય તરફ આવું છું. ઉપર જણાવેલા ભ્રામક છે કે લિપિમેદજનિત વિકત અશુદ્ધ પાઠેના પાઠાભેદોને માટે ? કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠ કે જેની અર્થસંગતિ કઈ રીતે થઈ શકતી હોય, તેવા પાઠો આપ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy